Tuesday, June 9, 2020

મહિમા ચૌધરીએ પોતાની સાથે થયેલા ભયાવહ અકસ્માતને યાદ કરીને કહ્યું, ડોક્ટરે મારા ચહેરામાંથી 67 કાચના ટુકડાઓ કાઢ્યાં હતાં

બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ 1997માં સુભાષ ઘાઈની ફિલ્મ ‘પરદેશ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. જોકે, આ ફિલ્મ રિલીઝ થયાના થોડાં વર્ષો બાદ જ મહિમા ગાયબ થઈ ગઈ હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં મહિમાએ પોતાને નડેલા ભયાનક અકસ્માત તથા કરિયરને લઈ વાત કરી હતી.

1999માં અકસ્માત થયો હતો
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પીંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મહિમાએ કહ્યું હતું કે 1999માં તે અજય તથા કાજોલની સાથે ફિલ્મ ‘દિલ ક્યા કરે’ કરતી હતી. આ ફિલ્મનું શૂટિંગ બેંગલુરુમાં ચાલતું હતું. ફિલ્મના સેટ પર જતા સમયે એક ટ્રક તેની કારને અથડાઈ હતી. અકસ્માતમાં કારનો કાચ તેને ચહેરા પર વાગ્યો હતો.

કોઈએ મદદ ના કરી
મહિમાએ આગળ કહ્યું હતું કે તેને લાગતું હતું કે તે મરી જશે. કોઈએ પણ તેને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી નહોતી. ખાસ્સા સમય બાદ તેની માતા તથા અજય દેવગન ત્યાં આવ્યા હતાં અને તેને હોસ્પિટલ લઈ ગયા હતાં. અરીસામાં તેને પોતાનો ચહેરો ભયાનક લાગ્યો હતો. જ્યારે તેની પર સર્જરી કરવામાં આવી તો ડોક્ટરે તેના ચહેરામાંથી નાના નાના કાચના 67 ટુકડાઓ કાઢ્યાં હતાં.

ઘરમાં જ બંધ રહેતી
સર્જરીને કારણે મહિમા આખો દિવસ ઘરમાં જ બંધ રહેતી. તે સૂર્યપ્રકાશ લેવાનું ટાળતી. આટલું જ નહીં તે અરીસામાં પણ જોવાનું ટાળતી. તેને ખ્યાલ નહોતો કે કોઈ તેને ફિલ્મમાં લેશે કે નહીં. આ સમયે તેના હાથ પર ફિલ્મ્સ હતી પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તે નહોતી ઈચ્છતી કે લોકોને તેની પરિસ્થિતિની જાણ થાય. તે સમયે લોકો એટલા સપોર્ટિવ નહોતાં. જો તે સમયે તેણે આ મુદ્દે ચર્ચા પણ કરી હોત તો લોકો એમ જ કહેત કે આનો તો ચહેરો ખરાબ થઈ ગયો છે, બીજા કોઈને ફિલ્મમાં સાઈન કરી લઈએ.

હિંમત ભેગી કરીને કમબેક કર્યું
મહિમાએ ‘પ્યાર કોઈ ખેલ નહીં’માં સની દેઓલ સાથે એક ગીત શૂટ કર્યું હતું. અક્ષય કુમારે પણ તેને ‘ધડકન’માં કેમિયો કરવાનું કહ્યું હતું અને તેને કામ કર્યું હતું. શરૂઆતમાં તેને લાગતું કે તે ક્યાં જઈ રહી છે? તે લોકોથી છુપાતી રહેતી. જોકે, પછી તેણે હિંમતથી આ બધાનો સામનો કર્યો અને આ માટે તે પરિવારની આભારી છે.

મહિમાએ વધુમાં કહ્યું હતું કે બોલિવૂડે હજી સુધી તેને એવા કોઈ રોલ ઓફર કર્યાં નથી. જોકે, તેને ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલને જે રોલ કર્યો તેવા રોલ કરવા પસંદ છે.મહિમા ચૌધરી છેલ્લે વર્ષ 2016માં ફિલ્મ ‘ડાર્ક ચોકલેટ’માં જોવા મળી હતી.

મહિમાએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્નથી તેને દીકરી આર્યાના છે. જોકે, વર્ષ 2013માં તેના ડિવોર્સ થઈ ગયા હતાં અને હાલમાં મહિમા સિંગલ પેરેન્ટ બનીને દીકરીને ઉછેરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
"The doctor removed 67 pieces of glass from my face," said Mahima Chaudhary, recalling the tragic accident that happened to her.


from Divya Bhaskar https://ift.tt/2XJZMC6
https://ift.tt/3cFntQs

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...