હરિયાણાના નવીનગુલિયા ગયા વર્ષે ‘કૌન બનેગા કરોડપતિ 11’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતાં. વ્હીલચેર પર જોવા મળેલા નવીને શોમાં 12.0 લાખ રૂપિયા જીત્યા હતાં. તેમણે અમિતાભને વચન આપ્યું હતું કે તેઓ આ રકમનો ઉપયોગ જરૂરિયાતમંદની મદદ પાછળ ખર્ચ કરશે. દેશમાં લૉકડાઉન દરમિયાન તેમણે પોતાનું આ વચન પૂરું કર્યું હતું.
નવીને દિલ્હી બોર્ડરથી ચાર કિમી દૂર ઝજ્જર જિલ્લામાં એક શેલ્ટર બનાવ્યું છે. અહીંયા જરૂરિયાતમંદ લોકો રહી શકશે. અહીંયા ખાવા-પીવાથી લઈને મેડિકલ સુધીની સુવિધા મફત આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ શેલ્ટરના નિર્માણ દરમિયાન એ શ્રમિકોને કામ આપવામાં આવ્યું હતું, જે લૉકડાઉનમાં પગપાળા પોતાના ઘરે જવા રવાના થયા હતાં.
નવીન ગુલિયાનું સપનું ભારતીય સૈન્યમાં જવાનું હતું. જોકે, પેરા કમાન્ડોની ટ્રેનિંગના છેલ્લા તબક્કામાં એક દુર્ઘટના થતાં પગ ગુમાવવો પડ્યો હતો. જોકે, તેમ છતાંય તે સમાજસેવા કરતાં રહેતા હતાં. નવીને બિગ બીને આપેલું વચન કેવી રીતે પૂરું કર્યું, વાંચો તેમના જ શબ્દોમાં.
‘કેબીસી’ની બીજી સિઝન શરૂ થાય તે પહેલાં વચન પૂરું કર્યું
મેં ‘કેબીસી’માં અમિતાભસરને વચન આપ્યું હતું કે આગામી સિઝન શરૂ થતાં પહેલાં હું મારું વચન પૂરું કરીશ. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શો શરૂ થયો હતો અને બીજા જ મહિને મારે સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. હું અહીંયા બે મહિના રહ્યો, આ કારણથી કામ શરૂ થઈ શક્યું નહીં. પછી કામ શરૂ થયું તો લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. જોકે, મેં નક્કી કર્યું હતું કે હું કામ અટકવા દઈશ નહીં.
મજૂરો માટે શેલ્ટરની જગ્યાએ ટેન્ટ બનાવ્યા
લૉકડાઉન દરમિયાન અનેક મજૂરો પગપાળા પોતાના વતન જવા રવાના થયા હતાં. આ જોઈને મેં તેમને રોક્યા અને મારા શેલ્ટરના કામમાં લગાવી દીધા. તમામને એક જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપી. અમે શેલ્ટરવાળી જગ્યાએ જ મજૂરો માટે ટેન્ટ બનાવ્યા હતાં.
આ એરિયા પૂરી રીતે આઈસોલેટેડ છે. આથી મજૂરો અહીંથી ક્યાંય બહાર ગયા નથી. તેમનામાં વાઈરસ ફેલાયો ના હોવાથી તેમને કોઈ તકલીફ ના થઈ. આ સાથે જ મજૂરોએ પણ કમાણી કરી. તેમનું પણ ભલું થયું અને અમારું કામ પણ પૂરું થઈ ગયું.
15 વર્ષથી સારા કામ સાથે જોડાયેલો છું
અંદાજે 40 મજૂરોએ સાથે મળીને મારું સપનું પૂરું કર્યું. પહેલાં દિવસથી ટેન્ટ લગાવીને હું પણ ત્યાં જ રહ્યો. આમ તો ‘કેબીસી’માં મેં 12.50 લાખ રૂપિયા જીત્યા હતાં પરંતુ ટેક્સ કાપીને મારા હાથમાં અંદાજે 8 લાખ રૂપિયા આવ્યા હતાં. શેલ્ટર બનાવવામાં 40 લાખ રૂપિયા થયા. જોકે, ‘કેબીસી’ને કારણે અનેક લોકો મદદ માટે આગળ આવ્યા. છેલ્લાં 15 વર્ષથી સારા કાર્યો સાથે સંકળાયેલો છું. આથી જ ક્યારેય સાધનોની ઉણપ વર્તાઈ નથી.
આ ઘર દરેક જરૂરિયાતમંદ માટે છે
અન્ય બીજી સંસ્થાઓની જેમ અમારા ત્યાં એવું નથી કે માત્ર દિવ્યાંગ લોકોને જ મદદ મળશે અથવા માત્ર વૃદ્ધો જ અહીંયા રહેશે. અમે દરેક પ્રકારના જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશું. અનેક પ્રકારના પીડિત લોકો અમારી પાસે આવે છે પરંતુ અત્યાર સુધી મારી પાસે જગ્યા નહોતી. હવે, જગ્યા આવી ગઈ છે તો આશા છે કે વધુમાં વધુ લોકોને મારા ત્યાં રાખી શકીશ. તેમની મદદ કરીશ અને તેમને સક્ષમ બનાવીશ.
‘અપની દુનિયા અપના આશિયાના’ સંસ્થા ચલાવે છે
નવીન ગુલિયા ‘અપની દુનિયા અપના આશિયાના’ નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકો તથા મહિલાઓ માટે કામ કરે છે. કર્મયોગીના નામથી લોકપ્રિય નવીનના પગ કામ કરતા નથી તેમ છતાંય 2004માં પોતાની બનાવેલી કાર ચલાવીને દિલ્હીથી દુનિયાના સૌથી હાઈએસ્ટ મોટરેબલ પાસ મારસિમિક સુધી જનારા તેઓ પહેલાં વ્યક્તિ હતાં. તેમનું નામ લિમ્કા બુકમાં નોંધવામાં આવ્યું હતું.
18632 ફૂટ સુધી જવા માટે તેમણે પોતાની કારમાં જાતે જ મોડિફિકેશન કર્યું હતું. એક્સલરેટર, બ્રેક તથા ક્લચ સહિતના તમામ કંટ્રોલ્સ હાથમાં જ રાખીને 55 કલાક સુધી સતત બ્રેક વગર કાર ડ્રાઈવ કરી હતી. નવીને એક વાતચીતમાં કહ્યું હતું કે અકસ્માત બાદ જ્યારે તેમણે 55 કલાક સુધી ગાડી ચલાવી તો લોકોતેમને ઓળખતા થયા. જોકે, આ સફળતા પહેલાં તેઓ હજારવાર નિષ્ફળ રહ્યાંહતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f2Bvx4
https://ift.tt/2YhjxQx
No comments:
Post a Comment
If you have any doubts please let me know!