Tuesday, June 9, 2020

‘ગુલાબો સિતાબો’, ‘શકુંતલા દેવી’ બાદ હવે ‘ગુંજન સક્સેના’ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે

‘ગુલાબો સિતાબો’, ‘શકુંતલા દેવી’ પછી હવે જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના - ધ કારિગલ ગર્લ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કેઅમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ 12 જૂનના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ પણ એમેઝોન પ્રાઈમ પર જ સ્ટ્રીમ થશે. જોકે, આ ફિલ્મની હજી સુધી રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી નથી.

કરન જોહરે જાહેરાત કરી
કરન જોહરે સોશિયલ મીડિયામાં ફિલ્મ રિલીઝને લઈ પોસ્ટ શૅર કરી હતી. કરને કહ્યું હતું, ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ પ્રેરણાદાયી સાચી ઘટના પર આધારિત એક યુવતી તથા તેના સપનાની વાત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવશે. આ સાથે જ કરને એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ગુંજન બનેલી જાહન્વી પોતાની વાત કહેતી જોવા મળેછે.

આ ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, જાહન્વી કપૂર, વિનીત કુમાર, અંગદ બેદી જોવા મળશે. જાહન્વીએ પાઈલટનો રોલ પ્લે કર્યો છે. જાહન્વીના પિતાના રોલમાં પંકજ ત્રિપાઠી તથા ભાઈના રોલમાં અંગદ બેદી જોવા મળશે.

કોણ છે ગુંજન સક્સેના?
કારગિલ યુદ્ધ સમયે ઘાયલ સૈનિકોને સુરક્ષિત સ્થળ પર લાવવાની કામગીરીમાં ગુંજન સક્સેનાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1999માં બે પાઈલટ ચિતા હેલિકોપ્ટર લઈને ઉડ્યા હતાં, તેમાંથી એક હેલિકોપ્ટર ગુંજને ઉડાવ્યું હતું.ગુંજન સક્સેના ઈન્ડિયન એરફોર્સના પહેલા મહિલા પાઈલટ હતા, જેમણે યુદ્ધ સમયે કામ કર્યું હતું. ગુંજન સક્સેનાને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Johar confirms , Janhvi Kapoor starrer Gunjan Saxena to release on Netflix


from Divya Bhaskar https://ift.tt/2UnBfB1
https://ift.tt/2Up2fQx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...