Tuesday, June 9, 2020

સલમાન ખાન એક્ટ્રેસ દિશા પટની સાથે ફિલ્મ ‘રાધે’ના બાકી રહેલાં ગીતનું શૂટિંગ કરશે

ભારત ધીમે ધીમે અનલૉક થઈ રહ્યું છે. આઠ જૂનથી અનલૉક ફેઝ 1 શરૂ થયોછે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પણ ટીવી તથા બોલિવૂડને પૂરતી સાવધાની સાથે શૂટિંગની પરવાનગી આપી દીધી છે. અક્ષય કુમાર બાદ હવે સલમાન ખાન પણ શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે,અક્ષય કુમાર જુલાઈમાં ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે લંડન જવાનો છે.

‘રાધે’નું એક ગીત બાકી
સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ આમ તો આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નહોતી. ફિલ્મના એક ગીતનું શૂટિંગ હજી બાકી છે. આ ગીતનું શૂટિંગ પહેલાં યુરોપમાં થવાનું હતું. જોકે, હવે આ ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ સ્ટૂડિયોની અંદર કરવામાં આવશે. ફિલ્મનું થોડું પેચવર્ક પણ બાકી છે.

દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવાની યોજના
સૂત્રોના મતે, ફિલ્મ ઈદ પર રિલીઝ ના થઈ શકતા હવે મેકર્સ આ ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે.

જાજીજાની ફિલ્મમાં કેમિયો કરશે
‘રાધે’ના ચાર-પાંચ દિવસનું શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ સલમાન ખાન બહેન અર્પિતાના પતિ આયુષ શર્માની ફિલ્મ ‘ગન્સ ઓફ નોર્થ’માં કેમિયો કરશે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ પર આધારિત છે. આ ફિલ્મને અભિરાજમીનાવાલા ડિરેક્ટ કરે છે અને સલમાન ખાન પ્રોડ્યૂસર છે. લૉકડાઉન દરમિયાન ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સલમાન પંજાબી પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મધ્ય જુલાઈથી શરૂ થશે. જોકે, સલમાન ફિલ્મના લાસ્ટ શિડ્યૂઅલમાં પોતાના હિસ્સાનું શૂટિંગ કરશે.

‘કભી ઈદ કભી દિવાલી’ પર ફોકસ કરશે
સલમાન ખાન ‘રાધે’ તથા ‘ગન્સ ઓફ નોર્થ’ બાદ પોતાની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ પર ફોકસ કરશે. આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ શકી નથી. એક્ટર ઈચ્છે છે કે આવતા વર્ષે તેની ફિલ્મ ઈદ પર રિલીઝ થાય.

લૉકડાઉનમાં ત્રણ સોંગ રિલીઝ કર્યાં
સલમાન ખાને લૉકડાઉન દરમિયાન પોતાની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી હતી અને તેમાં ત્રણ સોંગ રિલીઝ કર્યાં હતાં. સલમાને આ ત્રણેય સોંગ ગાયા હતાં. સૌ પહેલાં સલમાને ‘પ્યાર કરોના’, પછી ‘તેરે બિના’ અને ઈદ પર ‘ભાઈ ભાઈ’ સોંગ રિલીઝ કર્યું હતું. ‘પ્યાર કરોના’માં માત્ર ઓડિયો હતો, જ્યારે બાકીના બે સોંગ સલમાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર શૂટ કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan will shoot the remaining song of the film 'Radhe' with actress Disha Patni


from Divya Bhaskar https://ift.tt/2zgHJtX
https://ift.tt/2BERRNV

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...