Tuesday, June 9, 2020

સોનમ કપૂરે પતિ તથા પેરેન્ટ્સ સાથે મુંબઈમાં અડધી રાત્રે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

સોનમ કપૂરનો 9 જૂનનારોજ 35મો જન્મદિવસ છે. સોનમ કપૂર જન્મદિવસ પર ખાસ દિલ્હીથી મુંબઈ પોતાના માતા-પિતાના ઘરે આવી હતી. સોનમ કપૂરે મુંબઈમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનની તસવીરો સોનમે સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ઘરને ડેકોરેટ કરવામાં આવ્યું
સોનમના જન્મદિવસ પર ઘરને ફુગ્ગાથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ‘35’ નંબરવાળો એક મોટો ફુગ્ગો જોવા મળ્યો હતો. સોનમ કપૂરે રાત્રે 12 વાગે ઘરમાં કેક કાપી હતી. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

ઘરને ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યું હતું
સોનમ કપૂરે ઈન્સ્ટા સ્ટોરીમાં બર્થડે સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી
સોનમે બર્થડે પર ચાર કેક કટ કરી હતી

પતિ આનંદ આહુજાનો આભાર માન્યો
સોનમ કપૂરે સોશિયલ મીડિયામાં પતિ આનંદ આહુજા સાથેની તસવીર શૅર કરીને આભાર વ્યક્ત કર્યો હતો. સોનમે કહ્યું હતું, ‘વિશ્વનો બેસ્ટ પતિ. મને જેનીજરૂર હોય છે, તે તેને ખબર જ હોય છે. મારા બર્થડે પર તે મારા માટે આશીર્વાદરૂપ છે.’

સોનમ છેલ્લાં બે મહિનાથી દિલ્હીમાં હતી
સોનમ કપૂર માર્ચમાં લંડનથી દિલ્હી આવી હતી. અહીંયા તે 14 દિવસ ક્વૉરન્ટીન રહી હતી. લૉકડાઉન હોવાને કારણે સોનમ સાસરે જ રહેતી હતી. આ સમય દરમિયાન સોનમ કપૂરે પોતાના ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. હવે, ફ્લાઈટ ચાલુ થતાં સોનમ પતિ સાથે મુંબઈ આવી હતી.

સંજય લીલા ભણશાલીની ‘સાવરિયા’થી બોલિવૂડ ડેબ્યૂ
9 જૂન, 1985માં મુંબઈમાં જન્મેલી સોનમ કપૂરે 2007માં સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘સાવરિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. ત્યારબાદ સોનમે ‘નીરજા’, ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘સંજુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સોનમ છેલ્લે ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. 8 મે, 2018ના રોજ સોનમ કપૂરે દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે મુંબઈમાં લગ્ન કર્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonam Kapoor celebrated her birthday at midnight in Mumbai with her husband and parents


from Divya Bhaskar https://ift.tt/3f6ef1i
https://ift.tt/37cHvRa

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...