‘ગોલમાલ’ તથા ‘મૈં હૂ ના’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા મુરલી શર્માની માતા પદ્મા શર્માનું સાત જૂનના રોજ કાર્ડિયેક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમની ઉંમર 76 વર્ષની હતી.
પદ્મ શર્માએ પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. ગયા વર્ષે જ મુરલીના પિતા બ્રજભૂષણ શર્માનું 84 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. અંતિમ સંસ્કાર મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યાં હતાં. મુરલી શર્માએ એક્ટ્રેસ અશ્વિની કલેસ્કર સાથે લગ્ન કર્યાં છે.
View this post on InstagramFrom the sets of #Saaho with my dearest #sujeeth & #kennybates
A post shared by Murli Sharma (@sharma_murli) on May 19, 2019 at 9:23pm PDT
બોલિવૂડના બિગ એક્ટર્સ સાથે કામ કર્યું છે
મુરલીએ મોટાભાગની ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો છે. તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘મૈં હૂ ના’, સલમાન ખાનની ‘દબંગ’ તથા પ્રભાસની ‘સાહો’માં પણ કામ કર્યું છે. હાલમાં જ મુરલી શર્મા એક્ટર વરુણ ધવન તથા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં જોવા મળ્યો હતો. તેલુગુ ફિલ્મ ‘અલાવૈકુંઠાપુરામુલૂ’માં મુરલીની એક્ટિંગના વખાણ થયા હતાં. મહેશ બાબુ તથા રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સરિલેરુ નીકેવરૂ’માં પણ મુરલીએ કામ કર્યું હતું..
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AfRaKI
https://ift.tt/3cHn4gt
No comments:
Post a Comment
If you have any doubts please let me know!