Thursday, June 4, 2020

ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ -7 ફિલ્મના શૂટિંગ માટે કોરોના ફ્રી ગામડું બનાવશે જેથી કાસ્ટ અને ક્રૂને સંક્રમણનું જોખમ ન રહે

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ -7 ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે એક ગામડું બનાવવા ઈચ્છે છે જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ન હોય. ટોમ ક્રુઝ આ જ ગામમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ઈચ્છે છે જેથી કાસ્ટ અને અને ક્રૂ સંક્રમણના ભયથી મુક્ત થઈને કામ કરી શકે.

બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ, ઓક્સફોર્ડશાયરમાં ટોમ ક્રુઝે એક ખાલી જગ્યા પર ગામડું વિકસાવવાની યોજના બનાવી છે. રિપોર્ટ મુજબ, ફિલ્મના કલાકાર અને પ્રોડ્યુસર અહીંયા વીઆઈપી ટ્રેલરમાં રહેશે જેથી સંક્રમણથી બચી શકે.

View this post on Instagram

Summer 2021 and Summer 2022

A post shared by Tom Cruise (@tomcruise) on Jan 14, 2019 at 4:24pm PST

કોરોના સંક્રમણથી શૂટિંગમાં ઓલરેડી મોડું થયું
એક સૂત્રએ વેબસાઈટને જણાવ્યું કે કોરોના વાઇરસ સંક્રમણને કારણે પહેલેથી જ શૂટિંગમાં ઘણો વિલંબ થયો છે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર એવું માને છે કે હાલ ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા પણ નથી. આવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરક્ષિત રીતે ફિલ્મનું શૂટિંગ વહેલીતકે પૂરું કરવાનો કોઈ વિકલ્પ શોધવામાં આવે.

આ સિવાય અત્યારે હોટલમાં રૂમનું બુકીંગ પણ મુશ્કેલ છે કારણકે સંક્રમણને કારણે તેને બંધ રાખવામાં આવ્યા છે. આવામાં જો કોઈ પગલું ભરવામાં નહીં આવે તો બધું હજુ મોડેથી શરૂ થશે. સૂત્રએ જણાવ્યું કે, ઘણો ખર્ચ થશે પરંતુ ટોમ ક્રુઝને જાણનાર લોકો એ પણ જાણે છે કે આ હોલિવૂડ સ્ટાર હંમેશાં મોટું અને વધુ સારું કરવાના વિચાર રાખે છે. મિશન ઇમ્પોસિબલ સિરીઝની આગામી ફિલ્મમાં ઘણું બધું રિસ્ક પર છે અને આના સાથે જોડાયેલ લોકો માને છે કે બધું જલ્દી પાટે ચડી જવું જોઈએ.

ફિલ્મ જુલાઈ 2021માં રિલીઝ થવાની હતી
અમુક રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને કારણે ફિલ્મની ટીમ વેનિસથી બ્રિટન પરત આવશે. ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્કવેર આ ફિલ્મને 23 જુલાઈ 2021માં રિલીઝ કરવાની હતી પરંતુ મહામારીને કારણે હવે આ ફિલ્મ 19 નવેમ્બર 2021માં રિલીઝ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tom Cruise will set up Corona Free Village to shoot Mission Impossible 7


from Divya Bhaskar https://ift.tt/2z0zNwO
https://ift.tt/30abdET

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...