Thursday, June 4, 2020

વાદા રહા સનમ જેવા ગીત લખનાર વરિષ્ઠ ગીતકાર અનવર સાગરનું નિધન, 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

અક્ષય કુમાર સ્ટારર ખિલાડી ફિલ્મનું વાદા રહા સનમ જેવા સોન્ગ લખનાર વરિષ્ઠ ગીતકાર અનવર સાગરનું બુધવારે નિધન થયું છે. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ડોક્ટર્સે જણાવ્યું કે, જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. તેમની ઉંમર 70 વર્ષની આસપાસ હતી.

દિવંગત અનવર સાગરના દીકરા સુલતાન સાગરે જણાવ્યું કે, તેમની તબિયત સવારે ખરાબ થયા પછી તેમને લઈને સુજોય, મોર્ડન, ક્રિટિ કેર જેવી ઘણી હોસ્પિટલમાં લઇ ગયા. પરંતુ બધાએ જગ્યા નથી એવું કહીને તેમનો ઈલાજ પણ ન કર્યો. ત્યારબાદ તેમને અંધેરી સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં પહોંચતા જ તેમની હાર્ટ બીટ બંધ થઇ ગઈ અને હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું. જોકે, ડોક્ટર્સે તેમને બચાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા. બપોરે 12 વાગ્યે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.

હાર્ટ એટેકને કારણે મૃત્યુ
ગાયક અને ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટ સોસાયટીના બોર્ડ મેમ્બર સૈયદ અહમદે જણાવ્યું કે અનવર સાહેબ લાંબા સમયથી દિલથી સંબંધિત બીમારી સામે લડી રહ્યા હતા. તેમનું મૃત્યુ હાર્ટ અટેકને કારણે થયું. તેઓ તેમની પત્ની અને બે બાળકોને છોડીને ચાલ્યા ગયા. તેમણે જણાવ્યું કે, અનવર મારો મિત્ર હતો. અમે લોકો હાલના સમયમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલ સમસ્યાઓ પર ચર્ચા કરતા. અનવરના મૃત્યુથી ઇન્ડસ્ટ્રીને પૂરી ન શકાય એવી ખોટ પડી છે.

80 અને 90ના દશકમાં ફિલ્મી ગીતો લખ્યા
અનવરે 80 અને 90ના દશકમાં ડેવિડ ધવનની યારાના, જેકી શ્રોફની સપને સાજન કે, અક્ષય કુમારની ખિલાડી અને મેં ખિલાડી તું અનાડી અને અજય દેવગણની વિજયપથ માટે ગીત લખ્યા હતા. તેમને ખિલાડી ફિલ્મના વાદા રહા સનમ સોન્ગથી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ મળી. આ ગીત અક્ષય અને આયશા જુલ્ફા પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Veteran lyricist Anwar Sagar, who wrote songs like Vada Raha Sanam, dies at the age of 70


from Divya Bhaskar https://ift.tt/2Xyf7G5
https://ift.tt/2z1Bom1

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...