કોરિયોગ્રાફર સરોજ ખાનને મંગળવાર (23 જૂન) સાંજે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતાં. રિપોર્ટ્સના મતે, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 71 વર્ષીય સરોજ ખાને‘તેઝાબ’, ‘ચાંદની’, ‘ડર’, ‘બેટા’, ‘દેવદાસ’, ‘સાથિયા’, ‘ગુરુ’ સહિતની હિટ ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી. તેમણે 1983માં ‘હીરો’થી કોરિયોગ્રાફીની શરૂઆત કરી હતી. તેમણે છેલ્લે કરન જોહરની ફિલ્મ ‘કલંક’માં કોરિયોગ્રાફી કરી હતી.
સરોજ ખાનના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાં દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરિવારને ચિંતા થઈ હતી પરંતુ કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હવે તેમને સારું છે અને રજા આપવામાં આવશે.
કોરોનાથી બચવા માટે વીડિયો શૅર કર્યો હતો
મે મહિનામાં સરોજ ખાને ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કોરોના વોરિયર્સને માન આપવાની અપીલ કરતાં જોવા મળ્યાં હતાં. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે તમે કેમ સમજતા નથી. બાળકોને જીવન જીવવા દો. થોડી તો રિસ્પેક્ટ બતાવો. ભગવાનને ખાતર, અલ્લાહ માટે પોતાની કાળજી લો અને ઘરમાં રહો.
View this post on InstagramA post shared by Saroj Khan (@sarojkhanofficial) on May 5, 2020 at 7:42am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3i2ObXh
https://ift.tt/2Bw4L0T
No comments:
Post a Comment
If you have any doubts please let me know!