સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં રોજ નેપોટિઝ્મ સાથે જોડાયેલ નવી-નવી બાબતો સામે આવે છે. નેપોટિઝ્મમાં કરન જોહરનું નામ ટોચ પર છે અને ઘણાં લોકો કરન જોહરને લઈ ગુસ્સામાં છે. સોશિયલ મીડિયામાં કરનના અનેક મીમ્સ બની રહ્યાં છે. હવે કરનનો શો ‘કૉફી વિથ કરન’ વિવાદમાં આવ્યો છે. શોમાં કરન સેલેબ્સને સવાલો પૂછે છે અને તેના જવાબ વિવાદિત જ હોય છે. આ શોના ગેસ્ટ રહેલા રણબીર કપૂરનું એક જૂનું નિવેદન વાઈરલ થયું છે.
અમે કરનને જવાબ આપીને મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએઃ રણબીર
AIBને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રણબીરે આ વાતનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું, ‘અમે કરનને જવાબ આપીને મુશ્કેલીમાં પડી જઈએ છીએ.’ રણબીરને પૂછવામાં આવ્યું હતું કે તે ‘કૉફી વિથ કરન’માં જઈને થાકી નથી જતો? ત્યારે રણબીરે કહ્યું હતું, ‘હા, હું થાકી ગયો છું. મેં તો એવું પણ કહી દીધું હતું કે મારે આ શોમાં જવું જ નથી પરંતુ મને જબરજસ્તી બોલાવવામાં આવ્યો. હું અને અનુષ્કા શર્મા તો આનો વિરોધ આખી ઈન્ડસ્ટ્રી સાથે મળીને કરવાના હતાં કે કરન જે કરે છે, તે ખોટું છે. કરનને તો શોને બદલે પૈસા મળી જાય છે પરંતુ અમે જે જવાબ આપ્યા હોય છે, તેને કારણે અમે નિશાના પર આવી જઈએ છીએ. કરનની ગિફ્ટમાં પણ આઈફોન સિવાય ખાસ કંઈ હોતું નથી.’
Reality Of So Called Coffee With Karan #karanjohar Forces Everyone To Come On Their Show And Speaks What he Wants To.
— 𝐊𝐚𝐩𝐭𝐚𝐚𝐍 𝐍𝐞𝐢𝐥 (Missing Uh SSR) 😭💔 (@Neil_Panchtilak) June 22, 2020
Ranbir Said To Stop That It's Not Fair. #FIRForSushantUnder302 pic.twitter.com/oaMKfWxVpq
આલિયાએ કહ્યું હતું, સુશાંતને મારીશ
સોશિયલ મીડિયા યુઝર્સ સુશાંતની આત્મહત્યા માટે સ્ટાર કિડ્સને જવાબદાર માને છે. હાલમાં જ આલિયાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક્ટ્રેસ કરનના જ શોમાં સુશાંત સિંહને મારવાની વાત કહે છે. આ ક્લિપ વાઈરલ થયા બાદ તેના ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો હતો.
View this post on InstagramA post shared by lockdown🐐🐐 (@lockdownmaymay) on Jun 20, 2020 at 7:17am PDT
સોનમનો વીડિયો વાઈરલ થયો હતો
સુશાંત સિંહના નિધન બાદ સોનમ કપૂરે રિયા ચક્રવર્તીને સપોર્ટ કરતી એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ બાદ સોનમને ટ્રોલ કરવામાં આવી હતી. સોનમે કરનના શોમાં સુશાંત સાથે જોડાયેલા એક સવાલ પર એ રીતે રિએક્ટ કર્યું હતું કે જાણે તે તેને નામથી ઓળખતી પણ નથી. સોનમનો આ વીડિયો પણ વાઈરલ થયો હતો.
View this post on InstagramA post shared by sushantsinghrajputfanpage (@sushantsinghrajputfanaccount) on Jun 20, 2020 at 4:34pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VaMGfA
https://ift.tt/2ZhMzjR
No comments:
Post a Comment
If you have any doubts please let me know!