Tuesday, June 2, 2020

લૉકડાઉનમાં શૂટ થયેલી અક્ષયની શોર્ટ ફિલ્મ રિલીઝ, એક્ટરે આત્મનિર્ભર બનવાની વાત કરીને કામ પર કેવી રીતે જવું તે સમજાવ્યું

દેશમાં બે મહિના બાદ લૉકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યુંછે. સરકાર યોગ્ય સાવધાની સાથે લોકોને કામ પર પરત ફરવા અંગે જાગૃત કરી રહી છે. થોડાં દિવસ પહેલાં જ લૉકડાઉનની વચ્ચે અક્ષય કુમારે દોઢ મિનિટની સરકારની એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. હાલમાં જ પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાતનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અક્ષય કુમાર દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે.

આ વીડિયો શૅર કરીને આ વાત કહેવામાં આવી
વીડિયો શૅર કરીને ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. આપણી કોવિડ 19 સામેની લડાઈ હજી પૂરી થઈ નથી. જોકે, વાઈરસથી હવે આપણે ડરવાની જરૂર નથી. આપણે યોગ્ય સાવધાની રાખીશું અને આપણા જીવનને આગળ વધારીશું.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં ગામડાંનો માહોલ જોવા મળે છે. અક્ષય કુમાર કામ પર જતો હોય છે. તેને બહાર જતો જોઈને ગામના સરપંચ પૂછે છે કે તે આવા સમયે કેમ બહાર જાય છે. તેને ડર નથી લાગતો? આના પર અક્ષય કુમાર જવાબ આપે છે કે શરૂઆતમાં તેને ડર લાગતો હતો. જોકે, હવે તેને એ વાત સમજાઈ ગઈ છે કે યોગ્ય સાવધાની રાખવામાં આવે તો વાઈરસની ઝપેટમાં આવી શકાતું નથી. અક્ષય માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની તથા વારંવાર હાથ ધોવાની વાત કરે છે. પછી એક્ટર કહે છે કે જો આપણાં હેલ્થ સેક્ટરના કમર્ચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણો જીવ બચાવતા હોય તો આપણે પણ તેમના માટે થોડું કરવું જોઈએ. આગળ અક્ષય કુમાર કહે છે કે જો તે ભૂલથી પણ વાઈરસની ચપેટમાં આવી જશે તો સરકાર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવા માટે સજ્જ છે. હવે, ચિંતા કરવાની જરૂર નથી. હવે, એકબીજાની મદદ કરવાનો સમય છે. અક્ષયની વાત સાંભળી સરપંચ પણ કામ પર જવાનું નક્કી કરે છે. જાહેરાતના અંતે અક્ષય કુમાર કહે છે કે દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મમેકર આર બાલ્કીએ કમાલિસ્તાન સ્ટૂડિયોમાં જરૂરી સાવધાની સાથે આ દોઢ મિનિટની જાહેરાતનું શૂટિંગ ત્રણ કલાકમાં પૂર્ણ કર્યું હતું. સેટ પર 20 લોકો જ હાજર રહ્યાં હતાં. પ્રોડ્યૂસર અનિલ નાયડુ કહ્યું હતું કે સૌ પ્રથમ મંત્રાલયે અક્ષયકુમાર અને આર બાલ્કીનો જાહેરાત માટે સંપર્ક કર્યો હતો. પછી આ શોર્ટ ફિલ્મ માટે એક દોઢ પાનાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રાલયે જ મુંબઇ પોલીસ કમિશ્નર પાસેથી શૂટિંગની પરવાનગી માગી હતી. તેમણે 22 અને 23 મેએ શૂટિંગ માટે પરમિશન માગી હતી પરંતુ ફાઇનલી 25મેના રોજ તેઓ શૂટિંગ કરી શક્યાં હતાં. તેમણે અંદાજે અઢીથી ત્રણ કલાકમાં શૂટિંગ પૂર્ણ કરી લીધું. કોલ ટાઇમ સવારે 7 વાગ્યાનો હતો અને સવારે 10 વાગ્યા સુધીમાં પેકઅપ થઈ ગયું હતું.

વધુમાં અનિલે કહ્યું હતું કે સામાન્ય રીતે લોકડાઉન પહેલાં સેટ પર 60થી 70 ક્રૂ મેમ્બર્સ જોવા મળતા હોય છે, જ્યારે તેમણે 20 ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કર્યું હતું. અક્ષય કુમાર જાતે જ ડ્રાઇવ કરીને સેટ પર આવ્યાં હતાં. તેમની માટે સેટ પર માત્ર એક મેકઅપ આર્ટિસ્ટ હતો. સિનેમેટોગ્રાફર પણ માત્ર એક કેમેરા આસિસ્ટન્ટ સાથે આવ્યા. તે પોતે બાલ્કીને પિકઅપ કરીને સેટ પર આવ્યાં હતાં. આ ઉપરાંત સેટ પર બહુ જ ઓછા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં. એક જ કોસ્ચ્યૂમમાં આખું શૂટ કર્યું અને આ કોસ્ચ્યૂમ એક દિવસ અગાઉ જ અક્ષયને મોકલી આપ્યો હતો. તે પહેરીને જ સેટ પર આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar’s Covid-19 ad release


from Divya Bhaskar https://ift.tt/3eJy6mQ
https://ift.tt/36SWKyx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...