Tuesday, June 2, 2020

અમિતાભ બચ્ચને LGBT સમુદાય પર બનેલ શોર્ટ ફિલ્મ શેર કરી, વીડિયોમાં ટ્રાન્સજેન્ડર્સ બોલ્યા- હવે તો અમારી ગણતરી માણસોમાં કરો

અમિતાભ બચ્ચને LGBT સમુદાય પર બનેલ શોર્ટ ફિલ્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફિલ્મ કોરોના મહામારીને કારણે થયેલ લોકડાઉનમાં LGBT સમુદાયને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે તેના પર છે. LGBT (લેસ્બિયન, ગે, બાય સેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર્સ) સમુદાયના લોકો વીડિયોમાં બોલે છે કે, હવે તો અમારી ગણતરી માણસોમાં કરી લો. આ શોર્ટ ફિલ્મને બધાઈ હો ફેમ ડિરેક્ટર અમિત શર્માએ ડિરેક્ટ કરી છે.

વીડિયો શેર કરી અમિતાભ બચ્ચને લખ્યું કે, પ્રિય મિત્ર અને પ્રમુખ ડિરેક્ટર અમિત શર્માએ LGBT સમુદાય પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. મારી શુભકામના ફૂલવર્ષાની સાથે છે.

ટ્રાન્સજેન્ડર્સે તેમની વ્યથા કહી
શોર્ટ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર્સે તેમની વ્યથા કહી છે. કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં તેમને કેવું દુઃખ ભોગવ્યું છે. લોકોએ તેમને સાવ નજરઅંદાજ ર્ક્યા છે. ફિલ્મને અંતે બતાવ્યું છે કે ભારતમાં લાખોની સંખ્યામાં ટ્રાન્સજેન્ડર્સ છે પરંતુ મહામારીને કારણે તેમને સરખું જમવાનું પણ મળ્યું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan shares short film and writes Dear Friend and prominent director Amit Sharma makes a short film on LGBT


from Divya Bhaskar https://ift.tt/2U3Ez3R
https://ift.tt/2MjjrCC

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...