Thursday, June 25, 2020

ટી સીરિઝના માલિકની પત્ની દિવ્યાએ સોનુ નિગમ પર આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, અબુ સાલેમ સાથેના સંબંધોની તપાસ થાય

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર તથા ઈનસાઈડરને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સિંગર સોનુ નિગમે પણ ટી સીરિઝના માલિક ભૂષણ કુમાર પર મ્યૂઝિક માફિયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ભૂષણ કુમારની પત્ની દિવ્યાએ સોનુ નિગમને જવાબ પણ આપ્યો હતો. હવે, દિવ્યાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો અને આ વીડિયોમાં સોનુ નિગમ પર ઘણાં આક્ષેપો કર્યાં હતાં.

દિવ્યાએ 11.50 મિનિટનો લાંબો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને દિવ્યાએ કહ્યું હતું, ‘સોનુ નિગમની કડવી સચ્ચાઈ.’ આ વીડિયોને સોનુ નિગમે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કર્યો હતો.

વીડિયોમાં શું કહ્યું દિવ્યાએ?
વીડિયોમાં દિવ્યાએ કહ્યું હતું, ‘કેટલાંક દિવસોથી સોનુ નિગમજી ભૂષણ કુમારજીની વિરુદ્ધમાં કેમ્પેન ચલાવે છે. તે આ અંગે વાત કરવા ઈચ્છે છે કે ટી સીરિઝે આજે હજારો આઉટસાઈડર કલાકારોને બ્રેક આપ્યો છે, આમાં મ્યૂઝિક ડિરેક્ટર્સ, સિંગર્સ, ગીતકાર, એક્ટર્સ પણ સામેલ છે. મેં મારી ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘યારિયાં’માં 10 ન્યૂકમરને ચાન્સ આપ્યો હતો, તેમાંથી ચાર નેહા કક્કર, રકુલપ્રીત, હિમાંશ કોહલી તથા કમ્પોઝર આર્કો આજે મોટા નામ છે.’

‘સોનુ નિગમે કેટલાં લોકોને તક આપી?’
દિવ્યાએ આગળ કહ્યું હતું, ‘સોનુ નિગમ જે વાત કરી રહ્યાં છે કે ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટને કોઈ મહત્ત્વ આપતું નથી તો હું એ વાત પૂછવા માગું છું કે તમે તો બહુ જ મોટા કલાકાર છે. તમે આજ સુધી કેટલાં લોકોને ચાન્સ આપ્યો. તમે લિજેન્ડ છો, તમારી પાસે તો મદદ માટે અનેક લોકો આવતા હશે કે સોનુજી અમારી મદદ કરો, ટી સીરિઝમાં તક અપાવો...આજ સુધી તમે એક વાર પણ અમારી પાસે આવીને એમ નથી કહ્યું કે આમાં બહુ જ ટેલેન્ટ છે, તમે આને એક તક આપો. તમે આજ સુધી કોઈ ટેલેન્ટને ઈન્ડસ્ટ્રીમાં ઈન્ટ્રોડ્યૂસ કરી નથી.’

‘ટી સીરિઝમાં મોટાભાગના લોકો આઉટસાઈડર્સ’
દિવ્યાએ વધુમાં કહ્યું હતું, ‘કેમેરાની પાછળ છુપાઈને બોલવું ઘણું જ સરળ છે પરંતુ તમે જાતે ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ટેલેન્ટને આગળ આવવાની તક આપી. કોઈને પણ નહીં. પોતાની જાત સિવાય તમે કોઈને પણ ઈન્ડસ્ટ્રીમાં તક આપી નથી. આજે તમે અમારી પર આક્ષેપો કરી રહ્યાં છો કે અમે કોઈને તક આપી નથી પરંતુ ટી સીરિઝમાં કામ કરતાં 97% લોકો આઉટસાઈડર્સ છે.’

‘તમે રામલીલામાં પાંચ રૂપિયામાં ગાતા હતાં’
‘તમે કહ્યું હતું કે ભૂષણજી તમારી પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે ભાઈ, પ્લીઝ મને બાળસાહેબ ઠાકરે અને સ્મિતા ઠાકરે સાથે મુલાકાત કરાવી દે. હું એમ કહેવા માગીશ કે સોનુ નિગમ જાતે પાંચ રૂપિયામાં દિલ્હીની રામલીલામાં ગાતા હતાં. અહીંયા ગુલશન કુમારજીએ તેમની ટેલેન્ટને ઓળખી હતી. તેમને મુંબઈ બોલાવ્યા. તેમને કહેવામાં આવ્યું કે બેટા હું તને એક મોટો કલાકાર બનાવીશ. ગુલશન કુમારજીએ તમારી પાસે કેટલાં આલ્બમ કર્યાં, કેટલી ફિલ્મ કરી અને તમને આજે આ સ્થાન સુધી પહોંચાડ્યાં પરંતુ તમે શું કર્યું, હું તમને કહું છું.’

દિવ્યાએ કુક સાથે વાત કરી
ત્યારબાદ દિવ્યાએ પોતાના કુક શેરુને બોલાવ્યો હતો. શેરુએ સોનુ નિગમને લઈ કેટલીક વાત કરી હતી અને કહ્યું હતું કે સોનુ આજે જે પણ છે, તે ગુલશન કુમારને કારણે છે. શેરુએ એમ પણ કહ્યું હતું કે એક સમયે સોનુ નિગમ સ્કૂટી પર ટી સીરિઝની ઓફિસે આવતા હતાં. શેરુ 1988થી આ પરિવાર સાથે જોડાયેલો છે.

દિવ્યા કુમારે આગળ કહ્યું હતું, ‘જે સમયે ગુલશન કુમારજીનું નિધન થયું ત્યારે ભૂષણજી માત્ર 18 વર્ષના હતાં અને ત્યારે સોનુ નિગમે પરિવારની મદદ કરવાને બદલે અન્ય મ્યૂઝિક કંપની સાથે જોડાઈ ગયા હતાં. તે સમયે ભૂષણજીએ સોનુ નિગમ પાસે મદદ માગી. આજે તે પોતાનો ઉપકારનો બદલો વીડિયો બનાવીને લઈ રહ્યાં છે.’

દિવ્યાએ આગળ અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમને લઈ વાત કરતાં કહ્યું હતું, ‘ભૂષણજીએ તમારી પાસે મદદ માગી કે અબુ સાલેમ સાથે મુલાકાત કરાવો. હવે હું તમને એ પૂછવા માગું છું કે અબુ સાલેમથી બચવા માટે ભૂષણજી તમારી પાસે કેમ આવ્યા હતાં? આ વાતના મૂળ સુધી જવામાં આવે કે શું સોનુ નિગમજીના અબુ સાલેમ સાથે કોઈ સંબંધો હતાં? હા, ચોક્કસથી હતાં ત્યારે જ ભૂષણજી, સોનુ નિગમજી પાસે મદદ માગવા ગયા હતાં.’

ભૂષણ કુમાર પર લાગેલા MeToo આક્ષેપો પર દિવ્યા કુમારે કહ્યું હતું, ‘ભૂષણજી પર એક યુવતીએ MeTooનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપ હતો કે ભૂષણજીએ માફિયાની ચાલ ચાલી. આક્ષેપ પાછા લઈ લેવામાં આવ્યા. મીડિયાને બધી જ ખબર છે. MeToo મૂવમેન્ટનો ઘણાં લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો હતો. પોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ માત્ર બ્લેકમેલિંગનો કેસ હતો. પોલીસે અમને પૂછ્યું હતું કે માનહાનિનો કેસ કરવો છે પરંતુ અમે ના પાડી હતી. એક યુવતીની ગરિમા માટે અમે મીડિયામાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. તમે હવે ધમકી આપો છો કે તમે તે યુવતીનો વીડિયો જાહેર કરી દેશો. જરૂર કરો પરંતુ પુરાવા સાથે.’

અંતે, દિવ્યાએ કહ્યું હતું, ‘મારે આ વીડિયો બનાવવો નહોતો અને ભૂષણજીએ પણ કહ્યું હતું કે અમે ચૂપ રહીશું. તમે જે વીડિયો બનાવ્યો ત્યારબાદથી મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી મળે છે, મને દુષ્કર્મની ધમકી અને મારા બાળકોને પણ ધમકીઓ મળવા લાગી છે. તમારું કેમ્પેન હજી પણ ચાલુ છે. આટલા બધા સિંગર્સ ભેગા કરીને ટી સીરિઝને કેવી રીતે બરબાદ કરવી તે વિચારો છો. જેમને કામ નથી મળતું, તમે તેને બહેકાવીને અમારી વિરુદ્ધ કરી રહ્યાં છે. તમે કેવા પ્રકારના છો, તે તો તમારી પત્નીએ ક્લિયર કરી દીધું હતું. તમને યાદ છે ને તમારી પત્નીએ તમારા પર આક્ષેપો કર્યાં હતાં. હું હવે ચૂપ બેસીશ નહીં.’

દિવ્યાએ કહ્યું હતું, ‘આ વીડિયોને લઈ હું બહુ જ અવઢવમાં હતી પરંતુ પછી ભગવદ ગીતામાંથી મને પ્રેરણા મળી અને આ યુદ્ધ મારે લડવાનું છે. કોઈને પણ પબ્લિસિટી માટે આ રણમેદાનમાં આવવું હોય તો તે આવી શકે છે. યુદ્ધ ચાલુ જ છે.’

ઉલ્લેખનીય છે કે સોનુ નિગમે એક વીડિયો શૅર કર્યો હતો અને ટી સીરિઝના માલિક ભૂષણ કુમારને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા માફિયા કહ્યાં હતાં. ત્યારબાદ સોનુ નિગમને સિંગર્સ અદનાન સામી, અલિશા ચિનૉય તથા મોનાલી ઠાકુરનો સપોર્ટ મળ્યો હતો.

View this post on Instagram

I think she forgot to open her comments. Let's help her in that.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on Jun 24, 2020 at 11:25am PDT

સોશિયલ મીડિયાએ દિવ્યાની મજાક ઉડાવી
દિવ્યા કુમારના આ વીડિયોની સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી હતી. યુઝર્સને આ વીડિયો ઘણો જ ફની લાગ્યો હતો. કેટલાંક યુઝર્સે એવું કહ્યું હતું કે તેણે શા માટે ટિકટોકનો વીડિયો ના બનાવ્યો?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Divya, wife of T-series owner, lashes out at Sonu Nigam, says relationship with Abu Salem should be investigated


from Divya Bhaskar https://ift.tt/3fUFJal
https://ift.tt/2VhXoRE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...