Thursday, June 25, 2020

મૃત્યુ ફાંસી લાગ્યા પછી શ્વાસ રૂંધાવાને કારણે થયું, શરીર પર ગળું દબાવવાના કે નખના નિશાન નથી મળ્યા

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી લીધી હતી. હવે તેનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ મુજબ સુશાંતના મૃત્યુમાં કોઈ ફાઉલ પ્લે ન હતો. ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટને 5 ડોક્ટર્સની ટીમે તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતનું મૃત્યુ ફાંસી લાગ્યા બાદ શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું.

વિસરા રિપોર્ટની રાહમાં પોલીસ
રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહનો વિસરા રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર ફોરેન્સિક વિભાગને કહ્યું છે કે આ તપાસ તરત પૂરી કરવામાં આવે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલાં સુશાંતની હત્યાની સંભાવનાને લઈને પરિવારે ઘટનાની CBI તપાસની માગ કરી હતી.

અત્યારસુધી 23 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ થયા
સુશાંતના મૃત્યુના કેસમાં પરિવાર, મિત્રો, પૂર્વ મેનેજર, ટીમ મેમ્બર્સ , હાઉસ સ્ટાફ અને ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત પોલીસે અંદાજે 23 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. યશરાજ ફિલ્મ્સ પાસેથી સુશાંત સાથે સાઈન કરેલ કોન્ટ્રાક્ટની કોપી મગાવવામા આવી છે. તેના ડોક્ટરના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. બુધવારે તેના CAનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું.

સુશાંતના મૃત્યુ પહેલાંની છેલ્લી વાતચીતની પણ ખબર પડી છે. સુશાંતે છેલ્લી વાર મેનેજર ઉદય સિંહ ગૌરી સાથે ફિલ્મને લઈને વાત કરી હતી. પોલીસે મંગળવારે તેમની એક્સ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યરનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સની પણ પોલીસ તપાસ કરશે
DNAના રિપોર્ટ અનુસાર અલગ-અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર સુશાંતના મૃત્યુને લઈને જે દાવાઓ કરવામાં આવ્યા છે તે બધાની તપાસ કરવામાં આવશે. મુંબઈ પોલીસ મહેશ ભટ્ટ સાથે જોડાયેલ રિપોર્ટના પબ્લિકેશન પર પણ સવાલ ઉઠાવી શકે છે અને તેના સોર્સ અને ફેક્ટની જાણકારી માગી શકે છે, જેના આધારે રિપોર્ટ લખવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
no strangulation marks nor nail marks on his body according to final postmortem report of Sushant Singh Rajput


from Divya Bhaskar https://ift.tt/381SbSU
https://ift.tt/3dDrRA4

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...