Saturday, June 20, 2020

સોનાક્ષી સિન્હાએ ખુદને નેગેટિવિટીથી બચાવવા ટ્વિટરને અલવિદા કહ્યું, લખ્યું- આગ લાગે બસ્તી મેં, મેં અપની મસ્તી મેં

સોનાક્ષી સિન્હાએ એક બોલ્ડ સ્ટેપ લીધો છે. સુશાંત સિંહની આત્મહત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સગાવાદ, કેમ્પિંગ વગેરેને લઈને તેમનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. સુશાંતના મૃત્યુ બાદ સોનાક્ષીએ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારબાદ લોકોએ તેને ઘણી ટ્રોલ કરી હતી. હવે સોનાક્ષીએ તેનું ટ્વિટર અકાઉન્ટ જ ડિલીટ કરી નાખ્યું છે.

સોનાક્ષીએ આ વાતની જાણકારી ઇન્સ્ટા પર આપી છે જેમાં લખ્યું હતું કે, ખુદની માનસિક સ્વસ્થતા પ્રોટેક્ટ કરવાનું પહેલું સ્ટેપ છે કે નકારાત્મકતાથી દૂર રહો. ને આજકાલ ટ્વિટર પર તે ખૂબ વધુ જોવા મળે છે. ચલો, હું મારું અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી રહી છું. બાય ગાય્ઝ. આ પોસ્ટ નીચે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, આગ લગે બસ્તી મેં, મેં અપની મસ્તી મેં. બાય ટ્વિટર. સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટા સ્ટોરીમાં આજકાલ સોશિયલ મીડિયાનો માહોલ કેવો હોય છે તેના વિશે પોસ્ટ શેર કરી હતી.

સોનાક્ષીએ સુશાંત સિંહના મૃત્યુ બાદ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. સગાવાદ અને કેમ્પિંગ પર નિશાન તાકી વાતો શેર કરનારા લોકો વિરુદ્ધ સોનાક્ષી સિન્હાએ કમેન્ટ કરી હતી. તેણે ટ્વિટર પર કહ્યું હતું કે, અમુક લોકો ક્યારેય નહીં સુધરે. મગરના આંસુએ રડીને પોતાનો એજન્ડો સફળ કરશે બસ. સુશાંતના મૃત્યુના બહાને નકારાત્મકતા, નફરત ફેલાવવાનો સમય નથી. તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેણે એવું પણ કહ્યું હતું કે આ લોકોની સામે લડવાથી તમારા કપડાં પર જ કીચડ લાગશે. ટ્વિટર યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. લોકોએ લખ્યું હતું કે, મેડમ ખુદ સ્ટાર કિડ છે એટલે ડરવા લાગ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonakshi Sinha says goodbye to Twitter to save herself from negativity


from Divya Bhaskar https://ift.tt/2YSC3PF
https://ift.tt/2YiYzCk

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...