સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ અનેક સવાલો ઊભા કર્યાં છે. સોશિયલ મીડિયા પર ઘણાં સેલેબ્સ બોલિવૂડમાં નેપોટિઝ્મ તથા કેમ્પિંગને આની પાછળ જવાબદાર માને છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પણ આ વાતનો સ્વીકાર કરતી ટ્વીટ કરી હતી. તો બીજી બાજુ સાઉથ એક્ટર પ્રકાશ રાજે પણ સુશાંતને લઈ વાત કરી હતી.
રવીનાએ એક પછી એક પછી ટ્વીટ કરી
રવીનાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘ઈન્ડસ્ટ્રીની મીન ગર્લ ગેંગ, કેમ્પ છે, મજાક ઉડાવવામાં આવે છે. હીરો, તેમની પ્રેમિકાઓ, ચાપલુસી કરતાં પત્રકારો તથા તેમની કરિયર બરબાદ કરવા માટે ફેક મીડિયા સ્ટોરીએ ફિલ્મમાંથી બહાર કરી છે. ક્યારેક-ક્યારેક કરિયર બરબાદ થઈ જાઈ છે. તમારે અહીંયા સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડે છે, ફાઈટ બેક કરવું પડે છે, કેટલાંક સર્વાઈવ કરે છે, કેટલાંક નથી કરતાં...’
“mean girl”gang of the industry.Camps do exist.Made fun of,bn removed from films by Heroes,their girlfriends,Journo chamchas&their career destroying fake media stories.Sometimes careers are destroyed.U struggle to keep afloat.fight backSome survive Some Dont.#oldwoundsrevisited
— Raveena Tandon (@TandonRaveena) June 15, 2020
બીજી ટ્વીટમાં રવિનાએ કહ્યું હતું, ‘તમે જ્યારે સાચું બોલો છોતો તમને જૂઠ્ઠા, પાગલ, સાયકૉટિક કહેવામાં આવે છે. ચાપલુસી કરતાં પત્રકારો પાના ભરી ભરીને લખે છે અને તમારી તમામ મહેનત પર પાણી ફેરવી દે છે.’
It can happen to someone born within,an “insider” as I can hear insider/outsider words,some anchors blaring away.But you fight back.The more they tried to bury me,the harder I fought back. Dirty politics happen everywhere. But sometimes one roots for good to win,and Evil to lose. https://t.co/NMIkUgkLbW
— Raveena Tandon (@TandonRaveena) June 15, 2020
રવીનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘હું આભારી છું કે આ ઈન્ડસ્ટ્રીએ મને જે પણ આપ્યું. હા એ વાત સાચી છે કે અહીંયા બહુ જ દબાણ છે. સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે. અહીંયા તમામ પ્રકારના લોકો છે પણ દુનિયા આવી જ છે. વ્યક્તિએ બધુ જ જાતે કરવાનું છે અને ફરી ને ફરી ચાલતા રહેવાનું છે. આવતીકાલ સારી રહે તે માટે પ્રાર્થના.’
I love my industry,but yes,the pressures are high,there are good people and people who play dirty, there are all kinds,but that’s what makes the https://t.co/YEXmquEDj2 has to pick up the pieces,walk again and again,with the head held high.Goodnight world.I pray for a better tmrw https://t.co/52nGxPma2m
— Raveena Tandon (@TandonRaveena) June 15, 2020
અન્ય એક ટ્વીટમાં રવીનાએ કહ્યું હતું, ‘આવું ગમે તે સાથે થઈ શકે છે. જે ઈન્ડસ્ટ્રીમાં જન્મ્યું છે, તે ‘ઈનસાઈડર’ સાથે પણ થઈ શકે છે. હું સાંભળું છું કે કેટલાંક એન્કર્સ ઈનસાઈડર-આઉટસાઈડરની બૂમો પાડે છે પરંતુ તમે લડો છો. તે લોકોએ મને જેટલો દબાવવાનો પ્રયાસ કર્યો, મેં તેટલી જ ઝડપથી ફાઈટ બેક કર્યું. ગંદું રાજકારણ દરેક જગ્યાએ હોય છે.
પ્રકાશ રાજે કહ્યું, હું સર્વાઈવ કરી ગયો પણ...
પ્રકાશ રાજે સુશાંત સિંહ રાજપૂતના જૂના વીડિયોને લઈ વાત કરી હતી. આ વીડિયોમાં સુશાંતે નેપોટિઝ્મ પર વાત કરી હતી. પ્રકાશ રાજે સુશાંતનો જૂનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘નેપોટિઝ્મ, હું પણ આમાંથી પસાર થઈ ગયો છું... હું સર્વાઈવ થઈ ગયો. મારા ઘા બહુ જ ઊંડા છે પણ સુશાંત તો બાળક હતો, તે બચી ના શક્યો...આપણે શીખવાની જરૂર છે. આપણે સાથે ઊભા થવાની જરૂર છે અને કોઈના સપનાને મરવા દેવા જોઈએ નહીં.’
#nepotism I have lived through this .. I have survived ... my wounds are deeper than my flesh ..but this child #SushanthSinghRajput couldn’t.. will WE learn .. will WE really stand up and not let such dreams die .. #justasking pic.twitter.com/Q0ZInSBK6q
— Prakash Raj (@prakashraaj) June 15, 2020
વીડિયોમાં સુશાંત નેપોટિઝ્મ પર વાત કરતાં કહ્યું હતું, ‘જો ફિલ્મ ઈન્ડસ્ટ્રી નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપે તો એક દિવસ ભાંગી પડશે.’
ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધન બાદથી ચાહકો તથા બોલિવૂડમાંથી એક્ટર નિખીલ દ્વિવેદી, હેરસ્ટાઈલિસ્ટ સપના ભવનાની તથા એક્ટ્રેસ મીરા ચોપરાએ ઈન્ડસ્ટ્રી પર જ સવાલ કર્યાં હતાં. તેમનો આક્ષેપ હતો કે બોલિવૂડમાં બધાને ખ્યાલ હતો કે સુશાંત મુશ્કેલીમાં છે પરંતુ કોઈએ તેની મદદ ના કરી, કારણ કે તેની કરિયરનો ગ્રાફ નીચે જતો હતો. ઈન્ડસ્ટ્રી ઘણી જ બનાવટી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AGteQL
https://ift.tt/2UNXCzP
No comments:
Post a Comment
If you have any doubts please let me know!