1973માં ‘બોબી’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરનાર ડિમ્પલ કાપડિયાનો આજે (8 જૂન) જન્મદિવસ છે. તેમનો જન્મ આઠ જૂન, 1957માં થયો હતો. પોતાના અભિનયથી અલગ જ ઈમેજ બનાવનાર ડિમ્પલના સાથી કલાકારો સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. ડિરેક્ટર મેહુલ કુમારે કહ્યું હતું કે મોટી એક્ટ્રેસ હોવા છતાંય તેણે ક્યારેય શૂટિંગ દરમિયાન નખરા બતાવ્યા નહોતાં.
મેહુલ કુમારે કહ્યું હતું, ‘હું ડિમ્પલ સાથે ‘ક્રાંતિવીર’ કરતો હતો. શરૂઆતમાં મને અનેક લોકોએ કહ્યું હતું કે ડિમ્પલ આ ફિલ્મ કરશે નહીં. જોકે, મને વિશ્વાસ હતો કે તે આ રોલ સાંભળ્યા બાદ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ જશે. પછી જ્યારે મેં તેને ફિલ્મની વાર્તા સંભળાવી તો તે ખુશ થઈ ગઈ હતી.’
વધુમાં મેહુલે કહ્યું હતું, ‘ક્રાંતિવીર’ હિટ થયા બાદ ડિમ્પલે મને કહ્યું હતું કે હવે તેની ઉપર ‘કલમવાળી બાઈ’નું ટેગ લાગી ગયું છે. સેટ પર તે ક્યારેય કોઈ નખરા કરતી નહીં. જેમ ડિરેક્ટર કહે તેમ જ કરે. ડિમ્પલમાં વિનમ્રતા ભરપૂર છે.’
પહેલીવાર ડિમ્પલને જોઈ તો બસ જોતો જ રહી ગયોઃ જેકી શ્રોફ
જેકીએ કહ્યું હતું, ‘મેં ડિમ્પલની ફિલ્મ ‘બોબી’ ફર્સ્ટ ડે જોઈ હતી. આ ફિલ્મ જોતા સમયે બસ હું તેને જોતો જ રહી ગયો હતો. એકવાર હું એક મહિનાના એક્ટિંગ ક્લાસ મુંબઈમાં કરતો હતો. આ જ બિલ્ડિંગમાં સાજે ડિમ્પલ, સાધનાજીને મળવા આવતી હતી. અમે તેને દૂરથી જોતા રહેતા. જ્યારે મને ખબર પડી કે હું તેની સાથે ‘અલ્લાહ રખ્ખા’ ફિલ્મ કરવાનો છું તો ખુશ થઈ ગયો હતો. તે સેટ પર તમામ સાથે વાતો કરતી. પછી તે સ્પોટબોય હોય કે પ્રોડ્યૂસર કે પછી આસિસ્ટન્ટ. તે બધાને એક સમાન ટ્રીટ કરતી. ત્યારબાદ અમે 12 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ડિમ્પલને લઈ હું એટલું જરૂર કહીશ કે તેને પોતાના વાળ પ્રત્યે ઘણો જ પ્રેમ છે. આજે પણ તેના વાળને જોઈએ તો લહેરાતા સુંદર વાળ તેને વધુ સુંદર બનાવી દે છે.’
જોક પર હંમેશાં હસી પડેઃ જૉની લીવર
જૉની લીવરે કહ્યું હતું, ‘ડિમ્પલજીને હું ઘણું જ માન આપું છું. મેં તેમની સાથે 3-4 ફિલ્મ કરી છે. હું અવારનવાર સેટ પર તેમને જોક સંભળાવતો અને તેમની સાથે વાત કરતો. મને યાદ છે કે તેઓ મારી વાત સાંભળીને ખુલ્લા મનથી હસી પડતાં. તેમનામાં વિનમ્રતા ભરપૂર છે. માત્ર 16-17 વર્ષની ઉંમરમાં તેમણે ‘બોબી’માં યાદગાર સીન આપ્યા હતાં. આ સીનને ચાહકો આજે પણ યાદ કરે છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eUodCO
https://ift.tt/2XGiavS
No comments:
Post a Comment
If you have any doubts please let me know!