કોરોનાવાઈરસને કારણે ભારતમાં 24 માર્ચથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીયો પોતાના ઘરમાં બંધ હતાં અને રસ્તાઓ સૂના હતાં. આ સમયે જાણીતા ફિલ્મમેકર ભારત બાલા અને તેમની ટીમે ચાર મિનિટની એક શોર્ટ ફિલ્મ ‘ઉઠેંગે હમ’ બનાવી હતી. આ શોર્ટ ફિલ્મમાં લૉકડાઉન દરમિયાનના ભારતની વાત કરવામાં આવી છે.
14 રાજ્યોનો સમાવેશ
ભારત બાલાની 117 લોકોની ટીમ તથા 15 ફિલ્મ ક્રૂ મેમ્બર્સે દેશભરમાં લૉકડાઉન દરમિયાનના વણજોયેલા દૃશ્યો કેમેરામાં કેપ્ચર કર્યાં હતાં. કાશ્મીરથી કેરળ, ગુજરાતથી અસમ તથા લખનઉથી સ્પિતી, મુંબઈના ધારાવીથી લઈ દિલ્હીના લાલ કિલ્લા સહિતના દેશના 14 રાજ્યોને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
મુંબઈમાં કંટ્રોલ રૂમ
માસ્ટર કંટ્રોલ રૂમ મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો. ભારત બાલાની એક ટીમ અહીંયા 24 કલાક સતત કામ કરતી હતી અને દેશભરમાં ફેલાયેલા ક્રૂ મેમ્બર્સ સાથે સતત સંપર્કમાં રહેતી હતી.
ક્રૂને ભારત બાલા સૂચનો આપતા
ભારત બાલા વ્હોટ્સએપ વીડિયો કોલ કે લાઈવ વીડિયો કોલની મદદથી ફ્રેમ્સ તથા સીનને લઈ ક્રૂ મેમ્બર્સને સૂચનાઓ આપતા હતાં.
ફિલ્મમાં આશા વ્યક્ત કરવામાં આવી
આ ચાર મિનિટની ફિલ્મમાં લૉકડાઉન દરમિયાન દેશની પરિસ્થિતિ બતાવવામાં આવી છે. ક્રૂ મેમ્બર્સે જે પરિસ્થિતિનો સામનો કર્યો તે વર્ણવવામાં આવ્યું છે. હંમેશાં ભાગતો દોડતો રહેતો દેશ લૉકડાઉનમાં કેવો સૂમસામ તથા દરેક જગ્યાએ કેવો સન્નાટો છે, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. જોકે, આ શોર્ટ ફિલ્મમાં આશાનું કિરણ એટલે કે ‘ઉઠેંગે હમ’ની ભાવના છુપાયેલી છે. આ પરિસ્થિતિમાંથી દેશ બહાર આવશે અને ભવિષ્યમાં આગળ વધશે તે આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ઐતિહાસિક સમયને દરેક માણસ યાદ રાખશે. આ ફિલ્મમાં જાણીતા એક્ટ્રેસ સીમા બિશ્વાસે પોતાનો અવાજ આપ્યો છે.
આ પહેલાં ભારત બાલાએ આ પ્રોજેક્ટ્સ બનાવ્યા હતાં
‘ઉઠેંગે હમ’ પહેલાં ભારત બાલાએ ‘ઈન્ક્રેડિબલ ઈન્ડિયા’, ‘જન ગણ મન’ મ્યૂઝિક વીડિયો, એ આર રહેમાન સાથે ‘વંદે માતરમ’ જેવા જાણીતા પ્રોજેક્ટ્સ કર્યાં હતાં. મૂળ તમિળનાડુના ભારત બાલા સ્ક્રિનરાઈટર, ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર તરીકે ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f0tf0p
https://ift.tt/3f3cFxc
No comments:
Post a Comment
If you have any doubts please let me know!