Friday, June 12, 2020

ફિલ્મને લઈને આયુષ્માન, અમિતાભ, ડિરેક્ટ, રાઇટરે તેમનો અનુભવ શેર કર્યો, દીપિકા રણવીરના રિસેપ્શનમાં સ્ટોરી નરેટ કરવામાં આવી હતી

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો 12 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું છે. ડિરેક્ટ શૂજિત સરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદી સહિત ફિલ્મની કાસ્ટે તેમના અનુભવ શેર કર્યા હતા.

શૂજિત દા મારા ગુરુ: આયુષ્માન
ગુલાબો સિતાબો ફિલ્મમાં સાથે કામ કરવાના અનુભવને લઈને આયુષ્માને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, ‘જ્યારે પણ આપણા દેશમાં કોઈ નવયુવાન એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી લેવા ઈચ્છે છે ત્યારે તેનો ધ્યેય હોય છે અમિતાભ બચ્ચન. મારી છેલ્લી ફિલ્મમાં એક ડાયલોગ હતો કે બચ્ચન બનતા નથી, બચ્ચન તો બસ હોય છે. જ્યારે મેં બાળપણમાં ચંદીગઢમાં નીલમ સિનેમામાં ‘હમ’ ફિલ્મ જોઈ અને ત્યારે મોટા પડદા પર તેમને જોઈને શરીરમાં એક એવી એનર્જી ઉત્પન્ન થઈ, જેણે મને એક્ટર બનવા માટે મજબૂર કરી દીધો. મારું પહેલું ટીવી શૂટ મુકેશ મિલ્ઝમાં થયું હતું અને આ એ જ જગ્યા હતી જ્યાં જુમ્મા ચુમ્મા દે દે શૂટ થયું હતું. તે દિવસે મને આઈ હેવ અરાઈવ્ડ વાળી ફીલિંગ આવી ગઈ હતી. જો ત્યારે આવી હાલત હતી તો આજે તમે વિચારી શકો છો કે હું કઈ અનુભૂતિમાંથી પસાર થઇ રહ્યો હોઈશ! ગુલાબો સિતાબોમાં મારી સામે સહ કલાકાર તરીકે આ હસ્તી ઊભી હતી અને કેરેકટર્સની પ્રવૃત્તિ એવી હતી કે અમારે એકબીજાને ઘણા સહન કરવા પડ્યા. જોકે, હકીકતમાં મારી શું મજાલ કે હું તેમને કંઈ કહી શકું. આ વિસ્મયકારી અનુભવ માટે હું શૂજિત દાનો આભાર માનીશ કે તેમણે મને અમિતાભ બચ્ચન જેવા મહાનાયક સાથે એક ફ્રેમમાં દેખાડ્યો છે. દાદા તમે મારા ગુરુ છો, તમારો હાથ પકડીને અહીંયા પહોંચ્યો છું. સો જન્મ કુરબાન આ જન્મ મેળવવા માટે, જિંદગીએ મોકા હજાર આપ્યા હુન્નર દેખાડવા માટે.’

View this post on Instagram

जब भी हमारे देश में कोई नौजवान अभिनय के क्षेत्र में कदम रखना चाहता है तो उसका ध्येय होता है अमिताभ बच्चन। मेरी आख़िरी फ़िल्म में एक dialogue था कि बच्चन बनते नहीं है, बच्चन तो बस होते हैं। जब मैंने बचपन में चंडीगढ़ के नीलम सिनमा में “हम” देखी थी और बढ़े से बच्चन को बढ़े से पर्दे पर देखा था तो शरीर में ऐसी ऊर्जा उत्पन्न हुई जिसने मुझे अभिनेता बनने पर मजबूर कर दिया। मेरा पहला tv शूट मुकेश मिल्ज़ में हुआ था और यही वो जगह थी जहां जुम्मा चुम्मा दे दे शूट हुआ था। उस दिन मुझे I have arrived वाली feeling आ गयी थी। अगर तब यह हाल था तो आज आप सोच सकते होंगे मैं किस अनुभूति से गुज़र रहा होऊँगा। गुलाबो सिताबो में मेरे सामने बतौर ‘सह’ कलाकार यह हस्ती खड़ी थी और किरदारों की प्रवृति ऐसी थी की हमें एक दूसरे को बहुत ‘सहना’ पड़ा। वैसे असल में मेरी क्या मजाल की मैं उनके सामने कुछ बोल पाऊँ। इस विसमयकारी अनुभव के लिए मैं शूजित दा का धन्यवाद करना चाहूँगा की उन्होंने मुझे अमिताभ बच्चन जैसे महानायक के साथ एक फ़्रेम में दिखाया है। दादा आप मेरे गुरू हैं, आपका हाथ थाम कर यहाँ तक पहुँचा हूँ। “सौ जन्म क़ुर्बान यह जन्म पाने के लिए, ज़िंदगी ने दिए मौक़े हज़ार हुनर दिखाने के लिए।” -आयुष्मान 🙏🏻 Catch #GiboSiboOnPrime today!

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on Jun 11, 2020 at 11:29pm PDT

અમિતાભ બચ્ચન લાઇન્સ સુધારવામાં મદદગાર
એક ઇન્ટરવ્યૂમાં આયુષ્માને કહ્યું હતું કે, સેટ પર અમિતાભ તેને લાઇન્સ સુધારવામાં મદદ કરતા હતા. તે મારા અંતે આંખ ખોલી નાખે તેઓ અનુભવ હતો. મને યાદ છે કે હું સ્ક્રિપ્ટમાં મારી લાઇન્સને માર્ક કરી રહ્યો હતો તો તેમણે કહ્યું હતું કે તું ખાલી તારી લાઇન્સ કેમ માર્ક કરે છે, તારે મારી લાઇન્સને પણ માર્ક કરવી જોઈએ. આનાથી ખબર પડે છે કે તે આખી પ્રોસેસની સંપૂર્ણતામાં વિશ્વાસ રાખે છે. તે સ્વાર્થી નથી પણ મદદગાર છે.

આયુષ્માન સાથે ફિલ્મમાં કામ કરવા બાબતે અમિતાભ બચ્ચને ધ હોલિવૂડ રિપોર્ટરને આપેલ ઈમેલ ઇન્ટરવ્યૂમાં અગાઉ વાત કરી હતી. તેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે ફિલ્મમાં યુવાઓમાં રાઇઝિંગ સ્ટાર આયુષ્માન ખુરાના સાથે કામ કર્યું છે તો તેની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

આયુષ્માન ઊભરી ગયેલ લોકપ્રિય સ્ટાર: અમિતાભ
અમિતાભે જવાબ આપ્યો હતો કે, સુધારો છે કે, આયુષ્માન રાઇઝિંગ સ્ટાર એટલે કે ઉભરતો સિતારો નથી, તે ઊભરી ગયેલો લોકપ્રિય સ્ટાર છે. તે તેના નામ મુજબ જીવી રહ્યો છે જેનો મતલબ થાય છે લાંબું જીવો. ફિલ્મમાં કામ કરવા બાબતે તો એટલું જ કે બધા પ્રોફેશનલ છે અને જ્યારે અમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ ત્યારે બધા પોતાનું બેસ્ટ આપવા મહેનત કરે છે જેથી ફિલ્મ સારી બને. જો અમે અમારા કો-સ્ટારની કંપની એન્જોય નહીં કરીએ તો પ્રોજેક્ટને નુક્સાન થાય છે. ફિલ્મનું ફાઇનલ આઉટપુટ દર્શકો દ્વારા જ નક્કી થશે, પણ હું એટલું કહી શકું છું કે આ પ્રોજેક્ટ પર કામ કરવું મુશ્કેલીભર્યું ન હતું.

વન્સ અ લેજન્ડ, ઓલવેઝ અ લેજન્ડ
દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીતમાં ફિલ્મનાં રાઇટર જૂહી ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ભરતડકામાં લખનઉમાં બિગ બીએ શૂટિંગ કરીને રંગ રાખ્યો હતો. આટલા હેવી મેકઅપ સાથે તેમને પાત્રને આત્મસાત્ કરી લીધું હતું. તેમના કરિયરની આ કદાચ પહેલી એવી ફિલ્મ છે, જેનું શૂટિંગ લખનઉમાં થયું છે. તેમણે ભલે આ પહેલાં એક પણ ફિલ્મ ત્યાં શૂટ ના કરી હોય પરંતુ તે શહેર સાથે તેમને સંબંધ તો છે. મિર્ઝા જેવા લોકોની ખાન-પાનની રીત, બેસવું, ચાલ વગેરે બાબતો બચ્ચન સાહેબને ખબર હતી. મિર્ઝા લખનઉની જે ગલીમાં રહે છે, ત્યાંના અવાજોનો અમિતાભને ખ્યાલ હતો. આથી જ અમે મિર્ઝાના રહેવાના સ્થળ હઝરતગંજ, અમીનાબાદ અંગે જે પણ લખ્યું, બચ્ચનસાહેબે પોતાના પર્ફોર્મન્સમાં તેને જીવંત કરી દીધું હતું. અમે બસ સીન તથા સંવાદો આપી દેતા હતાં અને નિશ્ચિત થઈને બેસી જતા હતાં. બાકીનું તમામ કામ તે જાતે જ સંભાળી લેતા હતાં. કારણ કે ક્યાં બોલવાનું, ક્યાં પોઝ લેવાનો અને ક્યાં અટકવું તે બધું જ તેમને ખબર હતી.

દીપિકા રણવીરના રિસેપ્શનનું કનેક્શન
ડિરેક્ટર શૂજિત સરકારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે આયુષ્માનને ફિલ્મની સ્ટોરી દીપિકા રણવીરના રિસેપ્શનમાં કહી હતી. શૂજિતે વાત આગળ વધારી કે, જી હા , આયુષ્માન ફિલ્મ માટે પહેલી પસંદ હતા. પરંતુ તે પહેલાં અમારી વચ્ચે ઘણી ડિબેટ થઇ હતી. તેનું કાસ્ટિંગ પછી થયું હતું. સૌથી પહેલા બચ્ચન સાહેબને કાસ્ટ કરવામાં આવ્યા હતા. મને યાદ છે કે મેં તેમના માટે એટલે કે આયુષ્માન માટે ખબર બ્રેક કરી હતી. વધુમાં તેમણે હસતા હસતા જણાવ્યું કે, મને ખૂબ સારી રીતે યાદ છે કે તે દીપિકા પાદુકોણનું રિસેપ્શન હતું. ત્યાં મેં બેઝિક નરેશન આપ્યું. જ્યારે અમારા વચ્ચે ફિલ્મને લઈને સહમતિ થઇ તો તે ઘણા ઉત્સાહિત થઇ ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ayushman, Amitabh, director, writer shared their experience with the film, the story was narrated at Deepika Ranveer's reception


from Divya Bhaskar https://ift.tt/30D8UdU
https://ift.tt/2YspASG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...