Friday, June 12, 2020

કંગના રનૌત બહેન માટે હેરડ્રેસર બની, રંગોલીએ કહ્યું- દર વખતની જેમ મને બચાવી લીધી

દેશમાં લૉકડાઉન શરૂ થયા બાદથી એક્ટ્રેસ કંગના રનૌત પોતાના પરિવાર સાથે મનાલીમાં છે. હાલમાં જ કંગના પોતાની બહેન રંગોલી માટે હેરડ્રેસર બની હતી. રંગોલીએ ઈન્સ્ટાગ્રામમાં હેર કટિંગની તસવીરો શૅર કરી હતી.

તસવીરો શૅર કરી
રંગોલીએ તસવીર શૅર કરીને કહ્યું હતું ‘મારે વાળ કપાવવાની ઘણી જ જરૂર હતી. સામાન્ય રીતે હું મુંબઈમાં વાળ તથા કલર કરાવું છું. જોકે, દરેક સમયે દરેક વસ્તુ માટે તૈયાર રહેતી મારી નાની બહને હંમેશની જેમ આ વખતે પણ મને મુશ્કેલીમાંથી ઉગારી. મારા નવા હેર કટ અંગે તમારો શું વિચાર છે?’

રંગોલીએ ત્રણ તસવીરો શૅર કરી હતી, પહેલી તસવીરમાં કંગના વાળ કાપતી જોવા મળે છે. બાકીની બે તસવીરમાં રંગોલી પોતાના નવા હેરકટ બતાવે છે.

હાલમાં જ કંગનાએ કાશ્મીરી પંડિતની હત્યા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો
કંગનાએ હાલમાં જ અનંતનાગના એકમાત્ર કાશ્મીરી પંડિત સરપંચની હત્યાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રંગોલીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને કહ્યું હતું, કંગના રનૌતે બોલિવૂડની ધર્મનિરપેક્ષતા તથા ઉદારવાદીઓને નિશાના પર લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કાશ્મીરી પંડિતો પર કરવામાં આવતા અત્યાચારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આ સેલેબ્સ પણ બન્યાં હેર ડ્રેસર
કંગના પહેલાં પણ બોલિવૂડના ઘણાં સેલેબ્સ હેર ડ્રેસર બન્યા હતાં. અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના વાળ કાપ્યાં હતાં. સોનમ કપૂરે પતિ આનંદ આહુજાના વાળ કાપ્યાં હતાં. હુમા કુરૈશીએ જાતે જ પોતાના વાળ કટ કર્યાં હતાં. આયુષ શર્માએ પોતાના દીકરા અહિલના, પુલકિત સમ્રાટે પોતાના ભાઈ ઉલ્લાસના, નીના ગુપ્તાએ પતિ વિવેક મહેરાના, રાજકુમાર રાવે પ્રેમિકા પત્રલેખાના, રાજુ ખેરે ભાઈ અનુપમ ખેરનાવાળ કાપ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kangana Ranaut became a hairdresser for her sister, Rangoli said - saved me like every time


from Divya Bhaskar https://ift.tt/2AmQpjc
https://ift.tt/2MSG5lr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...