Friday, June 12, 2020

કોરોના સામે જંગ જીતીને બે અઠવાડિયા પછી ઘરે પરત ફરેલ શિબાશીષ સરકારે કહ્યું- મેં મૃત્યુને એક ઇંચ દૂરથી અનુભવ્યું

રિલાયન્સ એન્ટરટેનમેન્ટના CEO શિબાશીષ સરકાર કોરોના વાઇરસના સંક્રમણ બાદ સજા થઈને ઘરે પરત ફર્યા છે. બે અઠવાડિયા સુધી થયેલ સારવાર પછી તે ઘણા વીક થઇ ગયા છે પણ માનસિક રીતે તે ઘણા મજબૂત થઇ ગયા છે. શિબાશીષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને 30 મેના મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, હું મારી જિંદગી ઓલમોસ્ટ હારી ગયો હતો. આ કોરોનવાઈરસને કારણે ન થયું હતું, જેની સામે હું 15 દિવસ સુધી લડતો રહ્યો. પરંતુ હોસ્પિટલમાં થયેલ એક રાતની ઘટનાએ મને આ અનુભવ કરાવ્યો હતો. કોઈ દવાની સાઈડ ઇફેક્ટ થઇ ગઈ હતી જેના પછી હું અંદાજે 45 મિનિટ સુધી જિંદગી માટે લડી રહ્યો હતો.

શરીરથી એક ઇંચ દૂર મૃત્યુ જોયું
તેણે કહ્યું કે, હું ખરેખર મૃત્યુ સામે લડી રહ્યો હતો. મૃત્યુની એકદમ નજીક હતો. આ ઘટના વિશે મારી પત્નીને નથી ખબર પણ મારે તેને આ વાત કહેવી હતી. હું હવે એકદમ સ્વસ્થ છું. મેં મારી જાતને મૃત્યુથી એક ઇંચ દૂર જોઈ અને અનુભવી છે. મને બીજું જીવન મળ્યું છે.

ઘર પર ખાવું અને સૂવું મારું રૂટિન
આગળ જણાવ્યું કે, હવે બધું બરાબર છે. હું ખાવાનું, સુવાનું અને ફરી ખાવાનું કામ કરી રહ્યો છું. આ મારૂં રૂટિન છે. ઘરે રહેવા માટે મને અમુક સલાહ આપવામાં આવી છે. પહેલી સલાહ બીમારી માટે છે જેને નજરઅંદાજ કરી ન શકાય. આ એક અજાણ એનિમી જેવો છે. તમને ખબર નથી પડતી ક્યારે તમે તેના શિકાર થઇ ગયા. તમારે સાવધ રહેવાનું હોય છે. આ બીમારીનો કોઈ નિયત ઈલાજ નથી.

ડોક્ટર પાસે તમે ટ્રાયલ અને એરર મેથડ પર રહો છો. ડોક્ટર તમને દવા આપે છે. એક દિવસ તમને સારું લાગે છે બીજા દિવસે તબિયત લથડી પડે છે. તમારે માનસિક સ્ટ્રોંગ રહેવાનું હોય છે. જે દિવસે તમને સારું ન લાગે ત્યારે તમારે ખુદને દિલાસો આપવાનો છે કે તમે ઠીક થઇ જશો અને હારશો નહીં.

આ પણ કોરોનાની જંગ જીતી ચુક્યા છે
શિબાશીષ સરકાર પહેલાં સિંગર કનિકા કપૂર, ઝોયા મોરાની, કરીમ મોરાની, કિરણ કુમાર જેવા બોલિવૂડ સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ દરેક ટ્રીટમેન્ટ બાદ સાજા થઇ ગયા. હાલ એક્ટ્રેસ મોહના કુમારી કોરોના પોઝિટિવ છે અને સારવાર લઇ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After winning war from Corona Reliance Entertainment CEO Shibasish Sarkar Shared His Experience


from Divya Bhaskar https://ift.tt/2UCiUQJ
https://ift.tt/2AkI9Af

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...