Sunday, June 14, 2020

સોનુ સૂદ આર્થિક તંગીનો સામનો કરતાં ફિલ્મ ‘મુન્નાભાઈ’ ફૅમ એક્ટર સુરેન્દ્ર રાજનની મદદ કરશે

એક્ટર સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં સતત મદદ કરી રહ્યો છે. હવે,સોનુ સૂદે ‘મુન્નાભાઈ’ તથા ‘આર રાજકુમાર’ ફૅમ એક્ટર સુરેન્દ્ર રાજનની મદક કરવાનું નક્કી કર્યુંછે. સુરેન્દ્ર રાજન માર્ચમાં વેબ સીરિઝના શૂટિંગ માટે મુંબઈ આવ્યા હતાં અને ત્યારબાદ લૉકડાઉન જાહેર કરતાં તેઓ અહીંયા ફસાઈ ગયા હતાં.

ન્યૂઝ પેપર નવભારત ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે જ્યારે સોનુ સૂદને ખબર પડી કે રાજન અહીંયા ફસાઈ ગયા છે તો તેમણે એક્ટરને સાંત્વના આપી હતી કે તેઓ 18 જૂન પહેલાં તેમના હોમ ટાઉન સતનામાંહશે.

ઉલ્લેખનીય છે કે સંજય દત્તની ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’માં સુરેન્દ્ર રાજને હોસ્પિટલના સ્વીપરનો રોલ પ્લે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સોનુ સૂદના કામથી તેમને અચરજ થયું છે. એક વ્યક્તિ આ પ્રકારનું કામ કરી રહ્યો છે. તે સતત લોકોની મદદ કરે છે. આવું કામ કરવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તમારી અંદરની ઈચ્છાશક્તિ મજબૂત ના હોય. નોંધનીય છે કે સોનુ સૂદ મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડી રહ્યો છે. તે બસ, ટ્રેન તથા ફ્લાઈટમાં શ્રમિકોને તેમના વતન મોકલી રહ્યો છે.

રાજન એક્ટર સંજય દત્ત સાથે સંપર્કમાં
સુરેન્દ્ર રાજને આગળ કહ્યું હતું કે તેઓ આજે પણ સંજય દત્ત સાથે સંપર્કમાં છે અને તેને દીકરાની જેમ માને છે. જોકે, તેઓ સંજય દત્ત પાસે મદદ માગી શકતા હતાં પરંતુ તે કોઈના પર આધાર રાખવા માગતા નથી. તેમના સાથીઓએ ત્રણ મહિનાનું 45 હજાર ભાડું ભર્યું હતું. તેમને RSS (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ) પાસેથી પણ મદદ મળી હતી. તેમણે રાશન પૂરું પાડ્યું હતું.

સુરેન્દ્ર રાજને ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જુનિયર આર્ટિસ્ટ હોવાને કારણે અનેક પ્રોજેક્ટ્સના પૈસા તેમને હજી સુધી મળ્યાંનથી. તેમને લાંબા સમયથી કામ પણ મળ્યું નથી. આવક એટલી નથી અને તેને કારણે તેઓ આર્થિકસંકટનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્ર રાજન પેઈન્ટર તથા ફોટોગ્રાફર છે. નોંધનીય છે કે સુરેન્દ્ર રાજને ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’માં મહાત્મા ગાંધીનો રોલ પ્લે કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood to help 'Munnabhai' fame actor Surendra Rajan


from Divya Bhaskar https://ift.tt/3d3tGpo
https://ift.tt/37s8rwp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...