Friday, June 5, 2020

બોની કપૂરનો બંને દીકરીઓ સાથેનો હોમ ક્વૉરન્ટીન પીરિયડ પૂરો, ત્રણ સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ નેગેટિવ

ગયા મહિને ફિલ્મમેકર બોની કપૂરના ઘરના સ્ટાફમાંથી ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ હતાં. હવે, આ ત્રણેયના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે સ્ટાફ મેમ્બરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે બોની કપૂર બંને દીકરીઓ સાથે હોમ ક્વૉરન્ટીન થયા હતાં. હવે, તેમનો ક્વૉરન્ટીન પીરિયડ પણ પૂરો થઈ ગયો છે.

બોની કપૂરે ટ્વીટ કરીને કહ્યું હું, ‘તમારી સાથે આ વાત શૅર કરીને આનંદ થઈ રહ્યો છે. મારો, તથા મારી બંને દીકરીઓ (જાહન્વી તથા ખુશી)નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમારા ત્રણેય સ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પણ હવે નેગેટિવ આવી ગયો છે. અમારો 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પણ પૂરો થાય છે. અમે નવી શરૂઆત કરવા માટે આતુર છીએ. લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ કે સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે.’

બોની કપૂરે ડોક્ટર્સ તથા અન્ય હેલ્થ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બોનીએ કહ્યું હતું, ‘મારો પરિવાર તથા હું ડોક્ટર્સ, હેલ્થકેર વર્કર્સ, BMC (બૃહમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન), મુંબઈ પોલીસ, રાજ્ય તથા કેન્દ્ર સરકારનો આભાર માનીએછીએ. તેમણે માત્ર અમારો જ નહીં પરંતુ આખા મહારાષ્ટ્ર તથા દેશને સપોર્ટ કર્યો છે. આપણે સાથે મળીને કોવિડ 19 વાઈરસમાંથી બહાર આવીશું.’

સ્ટેટમેન્ટમાં ઘરના સભ્યને કોરોના હોવાની વાત કહી હતી
ગયા મહિને જાહન્વીએ પિતાનુંએક સ્ટેટમેન્ટઈન્સ્ટાગ્રામમાં રિલીઝ કર્યુંહતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના સ્ટાફમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. તેની તબિયત સારી નહોતી અને ત્યારબાદ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ સરકારી ગાઈડલાઈનનું પાલન કરશે અને 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીન રહેશે.

પિતા તથા દીકરીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો બોની કપૂર ફિલ્મ‘મૈદાન’ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે. લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. જાહન્વીની વાત કરવામાં આવે તો તેફિલ્મ‘ગુંજન સક્સેના’,‘રૂહી અફ્ઝાના’ તથા‘દોસ્તાના 2’માં જોવા મળશે. આ ઉપરાંત તે મલ્ટી સ્ટારર ફિલ્મ‘તખ્ત’માં પણ જોવા મળશે. આ ફિલ્મ કરન જોહરનો ડ્રિમ પ્રોજેક્ટ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Boney Kapoor says 3 coronavirus- infected staff have recovered


from Divya Bhaskar https://ift.tt/2Xxpkm2
https://ift.tt/2AElZZm

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...