Friday, June 5, 2020

ભાઈ પર લાગેલા શારીરિક શોષણના આક્ષેપ પર નવાઝની ‘નો કમેન્ટ’, ભત્રીજીને ફોન કરીને પૂછ્યું, ‘તું કેમ આવું કરે છે?’

નવાઝુદ્દીન સિદ્દીકીની 21 વર્ષીય ભત્રીજીએ પોતાના કાકા મિનાઝુદ્દીનની વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ કરી હતી. જ્યારે આ અંગે એક્ટરની પ્રતિક્રિયા માગવામાં આવી તો નવાઝે કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. નવાઝે એક વાતચીતમાં એટલું જ કહ્યું, ‘મારી ચિંતા કરવા માટે આભાર પરંતુ આ મુદ્દે હું કંઈ કહી શકું એમ નથી.’

નવાઝે ભત્રીજીને ફોન કર્યો હતો
નવાઝની ભત્રીજીએ એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પિંકવીલા સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં ભત્રીજીએ કહ્યું હતું કે નવાઝે તેની સાથે પાંચ વર્ષથી વાત કરી નથી. જોકે, જ્યારે તેણે તેમના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તો તરત જ મોટા પપ્પા નવાઝનો ફોન આવ્યો હતો અને સંબંધોની દુહાઈ આપી હતી. ભત્રીજીએ કહ્યું હતું, ‘મોટા પપ્પા નવાઝે મંગળવાર (9 જૂન)ની રાત્રે ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે તું કેમ આમ કરે છે? મેં જવાબ આપ્યો હતો કે જ્યારે મેં મારી વાત તમને કહી તો તમે મારી મદદ કરી નહીં.’

ભત્રીજીના મતે, નવાઝે જરૂર પડે તો પોતાનો નંબર આપીને ફોન પર વાત કરવાનું કહ્યું હતું. ભત્રીજીના મતે, ‘હું હેરાન હતી, કારણ કે છેલ્લાં પાંચ વર્ષથી તેમણે મારી સાથે કોઈ વાત કરી નહોતી. તેમણે વાતો-વાતોમાં મને આર્થિક મદદની ઓફર પણ કરી હતી પરંતુ મેં તે સ્વીકારી નહીં.’

‘અત્યારે હું મારા હોમ ટાઉન બુઢાના (ઉત્તર પ્રદેશ) આવી છું અને તે (નવાઝ) પણ અહીંયા છે. અમારા ઘર એકબીજાની બાજુ-બાજુમાં છે પરંતુ તેઓ મને મળવા આવ્યા નથી. જોકે, એક કોમન સંબંધી દ્વારા સિદ્દીકી પરિવારે એ ધમકી જરૂર આપી છે કે જો મેં ફરિયાદ પરત ના લીધી તો અમારા માટે મુસીબત ઊભી થશે. આથી હવે મને ચિંતા થાય છે.’

13 વર્ષની ઉંમરમાં શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો
નાનપણમાં પોતાની સાથે થયેલા ખરાબ વ્યવહારને યાદ કરતાં ભત્રીજીએ કહ્યું હતું, ‘મારા પપ્પાએ મને આઠ ધોરણ પછી આગળ અભ્યાસ કરવા દીધો નહોતો. મારા કાકા મને ખોટી રીતે ટચ કરતાં હતાં. જ્યારે તેમણે (મિનાઝુદ્દીન સિદ્દીકી) મારું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મારી ઉંમર 13 વર્ષની હતી. મેં મારા પપ્પા (અલ્માસ સિદ્દીકી), મોટા પપ્પા (નવાઝ) બધાને આ અંગે વાત કરી હતી. જોકે, કોઈએ પણ મારો સપોર્ટ કર્યો નહીં.’

બેલ્ટથી માર માર્યો હતો
ભત્રીજીએ કહ્યું હતું, ‘ત્રણ વર્ષ પહેલાં મિનાઝે ઈરાદો પાર ના પડ્યો તો તેણે મને બેલ્ટથી માર માર્યો હતો. સપ્ટેમ્બર, 2017માં અમે દિલ્હી આવ્યા હતાં. હું મારા રૂમમાં આરામ કરતી હતી અને ફોનમાં ગેમ રમતી હતી. મારી દાદી કોઈની સાથે વાત કરવા માટે નીચે ગયા હતાં. ત્યારે મિનાઝુદ્દીન આવ્યા અને મને ખોટી રીતે ટચ કરવા લાગ્યા હતાં. મેં બૂમ પાડી હતી. જોકે, તેમણે મારા મોં પર હાથ મૂકી દીધો અને મને ખોટી રીતે સ્પર્શ કરવાનું ચાલું રાખ્યું હતું.

‘તેમણે પોતાની જાતને મારી પર ફોર્સ કરવાનો પ્રયાસ કર્યો હતો અને હું વિરોધ કરતી હતી. મેં ફરીથી બૂમ પાડી હતી. આના પર તેમણે મને બેલ્ટ કાઢીને છાતી તથા પીઠ પર પાંચ મિનિટ સુધી માર માર્યો હતો. મારા વાળ પણ ખેંચ્યા હતાં.’

મોટી મમ્મીમાંથી હિંમત મળી
ભત્રીજીના મતે, ‘જ્યારે મારી મોટી મમ્મી આલિયા (નવાઝની પત્ની)એ મોટા પપ્પા (નવાઝ) તથા તેમના પરિવાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો મારામાં હિંમત આવી.’

આલિયાને નવાઈ લાગી
એક ન્યૂઝ વેબસાઈટે આ વાત પર આલિયા (અંજના કિશોર પાંડે)નું આ અંગે રિએક્શન માગ્યું તો તેને નવાઈ લાગી હતી. આલિયાએ કહ્યું હતું, ‘આ પરિવાર એવા લોકોથી ભરેલો છે, જે મહિલાઓને હેરાન કરવામાં વિશ્વાસ રાખે છે. હું તેમના હાથે ઘણી જ હેરાન થઈ છું. બસ આશા છે કે સાચી વાત બહાર આવે અને અમને ન્યાય મળે.’ ઉલ્લેખનીય છે કે આલિયાએ ગયા મહિને નવાઝને ડિવોર્સની નોટિસ આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Nawazuddin Siddiqui’s said no comments on niece harassment accused his brother


from Divya Bhaskar https://ift.tt/3eQV6jK
https://ift.tt/3dNctSc

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...