ભૂમિ પેડનેકર ઘણાં વર્ષોથી પર્યાવરણ સંરક્ષણને લઈ કેમ્પેઈન ચલાવે છે. લૉકડાઉન દરમિયાન ભૂમિ ‘OneWishForEarth’ કેમ્પેઈન લઈને આવી છે. આ કેમ્પેઈનમાં અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા, કરન જોહર જેવા સેલેબ્સ જોડાઈ ચૂક્યા છે. પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ પર દિવ્ય ભાસ્કરે ભૂમિ સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી.
OneWishForEarthમાં અત્યાર સુધી કેટલાં સેલેબ્સ જોડાયા છે?
મને બરોબર તો ખબર નથી પરંતુ જેને હું અંગત રીતે ઓળખું છું, તે તમામને મેં આ કેમ્પેઈન સાથે જોડ્યાં છે. શુક્રવાર (પાંચ જૂન)ના રોજ અમે આ તમામની માહિતી આપીશું.
સંસાધનોના સંરક્ષણ માટે સેલેબ્સની શું ઈચ્છા છે?
એ જ કે અમે બધા આપણી પ્રકૃતિને આગામી કેટલાંક વર્ષમાં ઠીક થતાં જોઈએ. પશુઓ તથા અન્ય પ્રજાતિઓ પ્રત્યે જે ક્રૂરતા કરવામાં આવે છે, તે ઓછી થાય. કુદરતની સાથે આપણે યોગ્ય તાલમેલ લાવીએ. બધાએ એ વાત પર ભાર મૂક્યો છે કે આવું કેવી રીતે કરી શકાય? એવું તો શું કરીએ કે આપણી પ્રકૃતિ ફરી હરિયાળી બની જાય.
સફળતા કેવી રીતે મળશે, પ્રદૂષણ તો ફેલાશે જ ને?
મારા કેમ્પેઈનનો હેતુ એ છે કે દરેક નાગરિક વ્યક્તિગત રીતે પર્યાવગણ સંરક્ષણની દિશામાં મહત્ત્વનો રોલ નિભાવે. સરકારની ટીકા કરવાનું કામ સરળ છે પરંતુ વ્યક્તિગત રીતે આપણે શું કરીએ છીએ? હજી પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણે ભોજન તથા વીજળીનો દુરુપયોગ કરીએ છીએ. પહેલાં એ તો સ્વીકારવામાં આવે કે ક્લાઈમેટ બદલાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. નેશનલ લેવલ પર કોણ આ મુદ્દે વાત કરે છે?
પર્યાવરણ તો કોઈ પણ નોર્મલ ઈન્ટરવ્યૂમાં વાતચીતના હિસ્સામાં આવતું જ નથી. ક્યારેય કોઈએ મને પૂછ્યું નથી કે પ્રકૃતિને આપણે આટલો ભાર આપીએ છીએ તો તેનું પરિણામ શું હશે? મારી આ શરૂઆતનો હેતુ જ એ છે કે પર્યાવણ સામાન્ય લોકો માટે સવાલ તથા મુદ્દો બને.
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 1, 2020 at 11:24pm PDT
લોકોની વિચારસરણી કેવી રીતે બદલાશે?
પ્રકૃતિને બચાવવા આપણે બેગણી મહેનત કરવી પડશે. લાંબા સમયની યોજના બનાવવી પડશે અને તેના પર સમય બગાડ્યા વગર કામ કરવાનું શરૂ કરવું પડશે. વિનાશ તો 30 કે પછી 50 વર્ષ પછી થશે, આ વિચારધારા બદલવી પડશે. ત્યારે જે પરિસ્થિતિ આવશે તે ત્યારે જોવાશે. આ અપ્રોચ તાત્કાલિક ધોરણે બદલવાની જરૂર છે. 30 વર્ષ પછી આપણાં બાળકો ઓક્સિજન ખરીદીને શ્વાસ લેતા હશે. વરસાદ ના થવાને કારણે પીવા માટે પાણી પણ નહીં હોય.
માણસ જો હજી પણ ના સમજ્યો તો શું થશે?
રોજ અલગ અલગ 150 પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. એક બિલિયનથી પણ વધારે પશુઓ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં બળીને ખાક થઈ ગયા. આવી આગ ખબર નહીં કેટલી જગ્યાએ લાગી છે. દરેક અમીરના ઘરમાં એર પ્યૂરીફાયર છે. શહેરમાં પાણીની અછત સર્જાય તો ગામડાંમાંથી લાવવામાં આવે છે. આવામાં ગામનો ખેડૂત શું કરશે?
ભોજનનો ખોટો દૂરપયોગ ના કરો. ગ્લોબલ વોર્મિંગમાં આનો સૌથી મોટો હિસ્સો છે. આપણે જેટલું અનાજ ઉત્પન્ન કરીએ છીએ, તે અસામાન્ય છે. આ આખી પ્રક્રિયામાં ગ્લોબલવોર્મિંગ વધુ થાય છે. પશુઓની તસ્કરી બંધ કરવી જોઈએ. ગ્રાહક તરીકે આપણે બદલવું પડશે અને ત્યારે જ માર્કેટમાં પશુઓની ડિમાન્ડ રહેશે અને તેને કારણે તેમની તસ્કરી થશે નહીં. પ્રકૃતિનું સંતુલન બનાવવું પડશે. આ મહામારીમાં વેટ માર્કેટને બંધ કરવાની માગણી કરવામાં આવી છે. વેટ માર્કેટને બંધ કરવાથી લોકો પોતાના ભોજનમાં ફેરફાર કરશે.
ભારતનું કામ દુનિયાની સામે કયા લેવલ પર રાખવામાં આવે છે?
ભારતની વસ્તી એટલીછે કે ગ્લોબલ મીડિયા તેના વિશે વાત કરે કે ના કરે, કોઈ ફેર પડતો નથી. ફેર એનાથી પડે છે કે આપણું મીડિયા આ અંગે કેટલો પ્રચાર તથા પ્રસાર કરી શકે છે. લોકોના મનમાં સવાલ જન્માવી શકે છે કે નહીં. ભારત ક્લાઈમેટ પોઝિટિવ દેશ છે. એવી પૉલિસી તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, જેનાથી હરિયાળી વધે. રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
ભારતની અનેક સમસ્યાનો ઉકેલ પર્યાવરણ સંરક્ષણમાં છે. મારો પ્રયાસ છે કે શહેરના નેચર રિસોર્સનો દુરુપયોગ કરનારા લોકો પોતાનો વિચાર બદલે. તેઓ બેપરવાહ છે, કારણ કે તેમના જીવનમાં ક્યારેય અગવડ પડી નથી. તેમને અનેક કિમી ચાલીને પાણી લેવા જવું પડતું નથી. કલાકો સુધી વીજળી વગર રહેવું પડતું નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/307344d
https://ift.tt/3gRPFD7
No comments:
Post a Comment
If you have any doubts please let me know!