Friday, June 5, 2020

કપિલ શર્માની ટીમ શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સુક, અર્ચનાએ કહ્યું, વ્હોટ્સએપ ગ્રૂપમાં કેવી વાતો થાય છે?

અર્ચના પૂરન સિંહ સોશિયલ મીડિયામાં નિયમિત રીતે વીડિયો શૅર કરે છે. લૉકડાઉનમાં બે મહિનાથી પણ વધુ સમય ઘરે બેઠાં બાદ હવે અર્ચના જજની ખુરશી પર બેસવા માટે આતુર છે. હાલમાં જ અર્ચનાએ ‘ધ કપિલ શર્મા શો’ના વ્હોટ્સએપ ગ્રૂપમાં થતી વાતો શૅર કરી હતી. અર્ચનાએ કહ્યું હતું કે ભારતી, કૃષ્ણા અભિષેક તથા તે શૂટિંગ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈએ છીએ.


શૂટિંગ પર જવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતાં અર્ચનાએ કહ્યું હતું, ‘હું, ભારતી સિંહ તથા કૃષ્ણા અભિષેક વ્હોટ્સ એપ ગ્રૂપ પર આ જ વાતો કરતાં હોઈએ છીએ કે અરે, શો ક્યારે શરૂ થશે. કૃષ્ણા તો સાવ ગાંડા જેવો થઈ ગયો છે. તે કહેતો હોય છે કે હવે તેની પાસે કોમેડી કરાવો. તે કોમેડી વગર રહી શકે તેમ નથી. હવે, બહુ થયું. તેનાથી કોમેડી કર્યા વગર રહી શકાતું નથી. જ્યારે ભારતી કહે છે કે ક્યાં સુધી ઘરમાં વાસણો ઘસીશું, કપડાં ધોતા રહીશું. જે અસલી કામ છે, તે પણ કરવાની તક મળવી જઈએ. સાચે, આ બધા જ હવે ઘરે બેસીને કંટાળી ગયા છે.’

જલ્દી કામ શરૂ થાય એ સારું
અર્ચનાએ વધુમાં કહ્યું હતું, ‘આપણે ઘરે બેસવાનું કહેવામાં આવ્યું, તે આપણાં જ ભલા માટે હતું. એકવાત એ પણ છે કે આપણી ઈન્ડસ્ટ્રીના જે રોજમદાર કામદારો કામ કરે છે, તેમની માગણી છે કે પછી તેમની ભલાઈ માટે કામ જલ્દી શરૂ કરવું સારું છે.’

જજની ખુરશીમાં ચાર કલાક બેસવું મુશ્કેલ હતું
અર્ચનાએ આગળ કહ્યું હતું, ‘મને ક્યારેક ક્યારેક લાગતું હતું કે જજની ખુરશીમાં ચાર કલાક સહેજ પણ હલ્યાં વગર બેસવું મુશ્કેલ હતું. એક્ટર તો ચાલતા રહેતા હતાં. કપિલ પણ પોતાની ખુરશી પરથી ઊભો થઈને વાત કરવા લાગે. જોકે, મારે તો ખુરશી પર જ ફિક્સ રહેવું પડતું. ક્યારેક થતું કે હે ભગવાન. જોકે, હવે લાગે છે કે કાશ એ સમય ફરી પાછો આવી જાય. મને તે મુશ્કેલી મંજૂર છે. હવે લાગે છે કે ક્યારે હું તે ખુરશી પર બેસું.’

લૉકડાઉનમાં આ વાત શીખ્યાં
અર્ચનાએ અંતે વાત કરતાં કહ્યું હતું, ‘પહેલાં હું ખુરશી પર બેસીને થાકી જતી હતી. જોકે, હવે ઘરે બેસીને થાકી ગઈ છું. હવે, લાગે છે કે તે ખુરશી પર ચાર કલાક બેસવું કેટલું આરામદાયી હતી. દુનિયા તથા પરિસ્થિતિ અહેસાસ અપાવી દે છે કે જે તમારી પાસે હોય છે, તે સમયે તકલીક દેખાય છે પરંતુ તમારાથી બે-અઢી મહિના દૂર થાય તો તમને તેની કેટલી યાદ આવવા લાગે છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
the kapil sharma team desperate to start shooting, archna puran singh shared a whats group chat


from Divya Bhaskar https://ift.tt/3702l6j
https://ift.tt/2Xzi09z

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...