Wednesday, June 10, 2020

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કોરોના ક્રાઈસિસ જોવા મળશે, લોકડાઉન બાદ નવા સ્ક્રીનપ્લે સાથે શૂટિંગ શરૂ થશે

આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે શૂટિંગ અટકી પડ્યું અને રિલીઝ આગળ ધકેલવામાં આવી છે. હવે રિપોર્ટ્સ મુજબ મેકર્સે સ્ટોરીમાં કોરોના વાઇરસ સંકટને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટોરીમાં 1947 પછીની ઘટના
ફિલ્મમાં 1947ના વિભાજન પછીની ઘણી હિસ્ટોરિકલ ઘટનાઓ સામેલ કરવામાં આવી છે. આવામાં મેકર્સને લાગે છે કે આમાં કોરોના સંકટને સામેલ નહીં કરીએ તો સ્ટોરી અધૂરી લાગશે.

બોલિવૂડ હંગામામાં સૂત્રોની માહિતીના આધારે લખવામાં આવ્યું છે કે, આમ તો ફિલ્મ ઇતિહાસની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત છે. માટે આ સ્ટોરી કોરોના સંકટ બતાવ્યા વગર પૂરી ન થઇ શકે. લોકડાઉન પૂરું થયા બાદ સ્ક્રીનપ્લેમાં નવા ઇનપુટ્સ સાથે શૂટિંગ ફરી સ્ટાર્ટ કરવામાં આવશે. જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં ચાલી રહ્યું હતું.

હોલિવૂડ ફિલ્મની રિમેક
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મની જાહેરાત આમિરે તેના 54મા બર્થડે પર કરી હતી. ફિલ્મ વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા સાથે પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે જેણે સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

ટોમ હેન્કસ સ્ટારર ‘ફોરેસ્ટ ગમ્પ’ ફિલ્મે છ ઓસ્કર જીત્યા હતા, જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Laal Singh Chaddha: Aamir Khan's movie to incorporate Coronavirus pandemic


from Divya Bhaskar https://ift.tt/3fck1ys
https://ift.tt/2AXKhNY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...