Wednesday, June 10, 2020

સમુદ્ર પાર કરવાનો સીન સાચો લાગે તે માટે દરિયા કિનારેથી રેતી મગાવવામાં આવી હતી, શોમાં લક્ષ્મણ બનેલ સુનિલ લહરીએ કિસ્સો શેર કર્યો

લોકડાઉનમાં રામાનંદ સાગરનો લોકપ્રિય શો રામાયણ પુનઃ પ્રસારિત થયો. આ શોમાં લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનિલ લહરી ફેન્સને શો સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સા શેર કરતા રહે છે. સુનિલે તેમના 35મા વીડિયોમાં રામજીના સમુદ્ર પાર કરવાના સીન વિશે વાત કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલ વીડિયોમાં તેમણે જણાવ્યું કે, આ સીન સાચા દરિયાકિનારે નહીં પણ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યો હતો. સ્ટુડિયોની એકદમ સામે જ બીચ હોવા છતાં મેકર્સે આ સીનને સ્ટુડિયોમાં ક્રોમાની મદદથી શૂટ કર્યો. સીન ઓરિજિનલ લાગે તે માટે દરિયાકિનારેથી રેતી મગાવીને સેટ પર ફેલાવવામાં આવી હતી.

દૂરદર્શન બાદ રામાયણ સિરિયલ સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થઇ રહી છે. હાલ શોમાં રામજી વાનર સેના સાથે સમુદ્ર પાર કરી રહ્યા છે તે એપિસોડ ચાલી રહ્યો છે.

સુનિલ લક્ષ્મણનો નહીં પણ શત્રુઘ્નનો રોલ કરવાના હતા
કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે હાજર રહેલ સુનિલે ઓડિશનના કિસ્સા શેર કરતા જણાવ્યું હતું કે, એક દિવસ પ્રેમ સાગરે મને ઓડિશન આપવા માટે બોલાવ્યો અને મારું સિલેક્શન શત્રુઘ્નના રોલ માટે થયું. લક્ષ્મણના રોલ માટે મારા મિત્ર શશી પુરીનું સિલેક્શન થયું. પરંતુ કોઈ કારણસર તેમને આ રોલ માટે ના પાડી. ત્યારબાદ પ્રેમ સાગરજીએ મને લક્ષ્મણનો રોલ કરવા માટે કહ્યું. મેં આ બાબતે શશી પુરી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હું આ રોલ નથી કરી રહ્યો માટે કોઈ બીજા રોલ પ્લે કરે એના કરતા તમે જ કરી લો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
for a scene of ramayana show The sand was ordered from the real beach, Sunil Lahiri shared behind the scene story


from Divya Bhaskar https://ift.tt/2AkxDss
https://ift.tt/2Ap7k4p

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...