Sunday, June 14, 2020

સુશાંતના મિત્રોની પૂછપરછ થઈ શકે છે, સૂત્રોનો દાવો- કેટલાંક મિત્રો એક્ટરની સાથે ઘરમાં હતા, છ મહિનાથી ડિપ્રેશનમાં હતો

એક્ટર સુશાંત સિંહે મુંબઈમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના નોકરે સુશાંત સિંહને પંખા સાથે લટકતો જોયો હતો અને પોલીસને માહિતી આપી હતી. સૂત્રોના મતે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને દવાઓ લેતો હતો. જે સમયે સુશાંતે આત્મહત્યા કરી તે સમયે તેનો મિત્ર તેના ઘરે હતો. માનવામાં આવે છે કે તેની પૂછપરછ થઈ શકે છે. ત્રણ ડોક્ટરની ટીમ તેમનું પોસ્ટમોર્ટમ કરશે. સુશાંત છેલ્લે નીતિશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’માં લીડ એક્ટર હતો. આ ફિલ્મ હિટ હતી.

ઘરના નોકરે પોલીસને કહ્યું હતું કે તે ગઈ કાલે એટલે કે 13 જૂને ઘણો જ ઉદાસ હતો. વધુમાં નોકરે કહ્યું હતું કે આજે એટલે કે 14 જૂને જ્યારે તે સુશાંતના ઘરે આવ્યો ત્યારે તેણે લાંબા સમયથી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ ખોલ્યો નહોતો. જ્યારે તેને બીજી ચાવીથી દરવાજો ખોલ્યો તો અંદર એક રૂમમાં પંખા સાથે સુશાંત લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

છ દિવસ પહેલાં જ પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી હતી
8 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

સુશાંતની લાસ્ટ પોસ્ટ
સુશાંત સિંહે ત્રણ જૂનના રોજ માતા સાથેની તસવીર શૅર કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, ‘અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન... અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે...’ આ પોસ્ટ પરથી સુશાંત સિંહ ડિપ્રેશનમાં હોવાનું જણાઈ આવે છે.

ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ
21 જાન્યુઆરી, 1986માં જન્મેલો સુશાંત ચાર બહેનોની વચ્ચે એકનો એક ભાઈ હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's friends may be questioned, sources claim- some friends were at home with the actor, had been depressed for six months


from Divya Bhaskar https://ift.tt/3e0X1SP
https://ift.tt/3dZlAPW

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...