Wednesday, June 17, 2020

રામ ગોપાલ વર્માએ કરન જોહરનો બચાવ કરતા કહ્યું, ‘નેપોટિઝ્મ વગર આ સમાજ પડી ભાંગશે’

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરતાં બોલિવૂડમાં નેપોટિઝ્મ તથા ચોક્કસ વ્યક્તિઓના પ્રભુત્વને લઈ ચર્ચા થઈ રહી છે. કંગના રનૌતે સુશાંતની આત્મહત્યાને હત્યા કહી અને તેણે બોલિવૂડને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારબાદ વિવેક ઓબેરોય, સૈફ અલી ખાન, પ્રકાશ રાજ, અભિનવ કશ્યપે પણ આ અંગે વાત કરી હતી. જોકે, હવે, ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કરન જોહરનો બચાવ કર્યો હતો. રામુએ નેપોટિઝ્મને યોગ્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે નેપોટિઝ્મ વગર આ સમાજનું માળખું તૂટી જશે.

રામુએ એક પછી એક ઘણી બધી ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં રામુએ કરન જોહરને લઈ વાત કરી હતી અને આ મુદ્દે કરન જોહરને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું.

રામુએ સૌ પહેલી ટ્વીટમાં કહ્યું હતું, ‘જે થયું તેના માટે કરન જોહરને દોષ આપવો હાસ્યાસ્પદ તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની પદ્ધતિની ઓછી સમજણનું આ પરિણામ છે. જો કરન જોહરને સુશાંત સામે કોઈ વાંધો પણ હોત તો તે તેની પોતાની પસંદગી છે કે તે કોની સાથે કામ કરવા ઈચ્છે છે. જેવી રીતે કોઈ અન્ય ફિલ્મમેકરની ચોઈસહોય છે કે તે કોની સાથે કામ કરવા માગે છે.’

‘જો 12 વર્ષની લોકપ્રિયતા તથા પૈસા મળ્યાં બાદ પણ સુશાંતે આત્મહત્યા કરી, કારણ કે તેને આઉટસાઈડર હોવાનું ફીલ થતું હતું. તો તો 100 એક્ટર્સે રોજ સુસાઈડ કરી લેવું જોઈએ, જે સુશાંતની આસપાસ પણ પહોંચી શક્યા નથી, જ્યાં સુશાંત પહોંચી ચૂક્યો હતો. તમારી પાસે જે છે, તમે તેમાં ખુશ નથી તો તમે ક્યારેય ખુશ રહી શકશો નહીં.’

રામુએ કહ્યું હતું, ‘બોલિવૂડના તમામ ઈનસાઈડર્સ એક સમયે આઉટસાઈડર્સ રહી ચૂક્યા હતાં. અમિતાભ બચ્ચન, કરન જોહર... તેઓ ઈનસાઈડર આજે છે અને ચાહકો તેમની ફિલ્મ જુએ છે. આપણને બધાને ખ્યાલ છે કે બહારની વ્યક્તિ જેટલી નિષ્ફળ જાય છે એટલો જ ફિલ્મી પરિવાર પણ નિષ્ફળ જાય છે.’

‘એ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમામ લોકો સુશાંતને બહાર જોવા માગતા હતા, કારણ કે એવા લોકો પણ ઓછા નહોતા, જે સુશાંત સાથે કામ કરવા ઈચ્છતા હતાં. જોકે, આ તો સુશાંતની ચોઈસ હતી કે તે કોની સાથે કામ કરવા માગે છે. તે જ રીતે બીજાની પણ પસંદગી હોય કે તેઓ સુશાંત સાથે કામ કરવા માગે છે કે નહીં.’

‘બોલિવૂડ ઘણું જ કઠોર છે, કારણ કે લોકો અહીંયા આવીને સ્ટાર્સ બનવા માગતા હોય છે. તમે જેટલો ઊંચો કૂદકો મારશો, તમારા નીચે પડવાની શક્યતા એટલી જ વધી જાય છે. સુશાંત ચાંદ સુધી તો પહોંચી જ ગયો હતો પરંતુ એ લોકોનું શું, જેઓ ઉપર આવી જ શક્યા નથી. તો શું એ લોકોએ દુનિયાને દોષ આપીને મરી જવું જોઈએ?’

વધુમાં રામુએ કહ્યું હતું, ‘સોશિયલ મીડિયામાં આ વાતને લઈ બહુ જ ચર્ચા થઈ રહી છે કે એક હોનહાર વ્યક્તિને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો. સાચી વાત તો એ છે કે આ એ જ લોકો છે, જે સુશાંત કરતાં અન્ય લોકોની ફિલ્મ વધારે જુએ છે. કરન જોહરે દર્શકોના માથે બંદૂક મૂકીને પોતાની ફિલ્મ બતાવી નથી.’

‘જો સુશાંત હજી બોલિવૂડમાં 15-20 વર્ષ રહ્યો હોત અને તેણે પોતાના દીકરાને લોન્ચ કર્યો હોત અને કોઈ આઉટસાઈડર પ્રશાંત તેની પર આ જ આક્ષેપ મૂકત, જે રીતે આજે બધા કરન જોહર પર મૂકી રહ્યાં છે.’

રામુએ કહ્યું હતું, ‘વાસ્તવમાં આઉટસાઈડર કે ઈનસાઈડર જેવું કંઈ જ હોતું નથી. માત્ર દર્શકો જ નક્કી કરે છે કે તેઓ કોને પસંદ કરે છે અને કોને નહીં. ફિલ્મ પરિવાર ભલે ગમે તેટલો મોટો હોય પરંતુ જનતાને પ્રભાવિત કરવાની તાકાત તેમનામાં નથી. આ વાત ના ભૂલવી જોઈએ કે કરન જોહરને લોકોએ મોટો બનાવ્યો છે, તે જાતે મોટો બન્યો નથી, જે લોકો સતત કરન જોહર પર આક્ષેપો મૂકી રહ્યાં છે, તેઓ સુશાંતના નિધનના બહાને કરન વિરુદ્ધની ઈર્ષ્યા બતાવી રહ્યાં છે. તેઓ કરનની સફળતાને નફરત કરે છે.’

રામુએ વધુમાં કહ્યું હતું, ‘નેપોટિઝ્મને નેગેટિવ સમજીને તેની મજાક ઉડાવવામાં આવે છે, કારણ કે પૂરો સમાજ પરિવારના પ્રેમના સિદ્ધાંત પર ટકેલો છે. શું શાહરુખ ખાન પોતાના દીકરા આર્યનને બદલે કોઈ અન્યને લોન્ચ કરશે, માત્ર એટલા માટે તે વધારે ટેલેન્ટેડ છે? (આ ટેલેન્ટ નક્કી કોણ કરે છે?) સોશિયલ મીડિયા વોરિયર્સ પોતાના પરિવાર તથા મિત્રોને બદલે એકદમ બહારની વ્યક્તિને પસંદ કરશે? પોતાના નિકટના લોકોને માટે જ બધું કરવું, તે મૂળભૂત માનવ સ્વભાવ છે.’

‘જે લોકો સોશિયલ મીડિયામાં આટલી બધી બૂમો પાડી રહ્યાં છે કે સુપરટેલેન્ટને દબાવી દેવામાં આવી, હું શરત મારીને કહું છું કે 48 કલાક પહેલાં આ જ સોશિયલ મીડિયાના લાખો લોકોએ એક વાર પણ એવું નથી કહ્યું કે તેમણે સુશાંતની ફિલ્મ જોવી છે, હવે આ જ લોકો કરન જોહર પર આક્ષેપ કરી રહ્યાં છે કે તેણે સુશાંતને ફિલ્મમાં ના લીધો.’

‘ટેલેન્ટ ક્યારેય નિરપેક્ષ રહી નથી, તે વિવિધ વ્યક્તિ, વિવિધ પરિબળો, ક્રિટિક્સ, બોક્સ ઓફિસ વગેરે પર આધારિત છે. સાબિતી સાથે કહું છું કે બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં કોઈ એ વાતની ચર્ચા નહોતું કરતું કે સુશાંત, રણવીર સિંહ કે રણબીર કપૂરથી મોટો કેમ નથી.’

રામુએ કહ્યું હતું, ‘નેપોટિઝ્મ વગર આ સમાજ તૂટી જશે, કારણ કે નેપોટિઝ્મ (પરિવાર માટે પ્રેમ) સામાજિક માળખાનો મૂળભૂત આધાર છે. જેવી રીતે તમે બીજાની પત્નીને વધુ પ્રેમ ના કરી શકો તે જ રીતે તમે તમારા બાળક કરતાં બીજાના બાળકને વધુ પ્રેમ ના જ કરી શકો.’

‘હું તો માત્ર એટલું કહેવા માગું છું કે આ ટોળાશાહી કરન જોહરને ભોગ બનાવી રહી છે અને અચાનક જ ભોગ બનેલો સુશાંત આ બધામાંથી ગાયબ થઈ ગયો છે.’

‘મારી આગાહી છે આ બનાવટી વાવાઝોડું થોડાં સમયમાં જ શાંત થઈ જશે અને કરન જોહરની ઓફિસની બહાર લાઈન લગાવીને ઊભા હશે, કારણ કે સોશિયલ મીડિયા વોરિયર્સ કામ માટે કંઈ જ કરતા નથી. કરન ખરી રીતે બધાને કામ આપે છે. સોશિયલ મીડિયા માત્ર કંટાળેલા તથા બેકાર લોકોના મનોરંજન માટે પોસ્ટનું સર્જન કરે છે પરંતુ કરન જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપરા જેવા લોકો વાસ્તવમાં લોકોને કામ આપે છે.’

‘સુશાંતે આવું કેમ કર્યું તે ખબર ના હોવા છતાંય સોશિયલ મીડિયાએ ધારણા બાંધી લીધી કે તેની સાથે આઉટસાઈડર જેવું વર્તન કરવામાં આવ્યું હતું, તેને પાર્ટીમાં બોલાવવામાં આવતો નહોતો ત્યારે તો રસ્તા પર ભૂખ્યા તરસ્યા ચાલતા શ્રમિકોએ અનેકવાર પોતાની જાતને મારી નાખવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહે 14 જૂન રવિવારના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી હતી. શરૂઆતના રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. સુશાંત પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Defending Karan Johar, Ram Gopal Varma said, "This society will collapse without nepotism."


from Divya Bhaskar https://ift.tt/2BcSuOA
https://ift.tt/3ebv2Qf

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...