આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે વર્ષ 2018માં બ્રેસ્ટ કેન્સરને માત આપી હતી. આજે એટલે કે સાત જૂનના રોજ ‘નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડે’ સેલિબ્રેટ કરવામાં આવે છે. તાહિરાએ ઈન્સ્ટાગ્રામમાં પોતાની કેન્સર જર્નીને લઈએક ઓડિયો ક્લિપ શૅર કરી હતી, જેમાં તાહિરાએ ભાવુક કવિતા કહી હતી.
ઈન્સ્ટાગ્રામમાં ઓડિયો ક્લિપ શૅર કરી
તાહિરાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે નેશનલ કેન્સર સર્વાઈવર્સ ડે પર તેણે થોડું લખ્યું છે. તાહિરાએ પોતાની આ કવિતામાં પોતાના શરીર પર પડેલાં ઓપરેશનના નિશાનોને યાદ કર્યાહતાં.
તાહિરાએ કહ્યું હતું, આ નિશાન તમને ભૂતકાળની અને દુઃખની આ ક્ષણો કાયમ માટે રહી જશે તેવા વિચારની પણ યાદ અપાવે છે. જોકે, આ નિશાનમાં બીજું ઘણું રહેલું છે. તે લડાઈનીઅને અદમ્ય શક્તિની વાત કરે છે. જે આ લડાઈમાં લડ્યાં તે તમામને મારો પ્રેમ અને આદર. કેટલાંકે આ લડાઈમાં જીવ ગુમાવ્યો પણ છે.
View this post on InstagramA post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 6, 2020 at 11:27pm PDT
તાહિરાએ કેન્સર સર્વાઈવર્સને ગર્વ સાથે આ નિશાન બતાવવા પ્રોત્સાહિત કર્યાં હતાં. તેણે કહ્યું હતું, આ નિશાનને છુપાવવાની જરૂર નથી. તમારાહાસ્યની જેમ જ આ નિશાનને બતાવો, ફ્લોન્ટ કરો, બીજાની આંખોને સાંત્વના આપો. જ્યારે તમે આ બતાવવો છો ત્યારે લોકો તમારાથી છુપાશે નહીં અને ભાગશે નહીં, તેઓ તમને સન્માન સાથે પ્રેમ કરશે.
તાહિરાએ છેલ્લે કહ્યું હતું, ધૂળ, નિશાન તથા ચામડી પરના ડાઘા, આ બધું જ તમને બનાવે છે, અધૂરા, અપૂર્ણ, ખામીવાળા પરંતુ તમે સાચા છો.
સેલેબ્સે કમેન્ટ કરી
તાહિરાની આ પોસ્ટ પર સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. યામી ગૌતમ, દિયા મિર્ઝા, હુમા કુરૈશી, સોનાલી બેન્દ્રે, નુશરત ભરૂચા, નીતિ મોહન સહિતના સેલેબ્સે હાર્ટ ઈમોજી શૅર કરી હતી.
2018માં કેન્સરનું નિદાન
વર્ષ 2018માં તાહિરાને કેન્સરનું નિદાન થયું હતું. તેણે માસ્ટેક્ટમિ (એક બ્રેસ્ટ રિમૂવ કરાવ્યો) કરાવી હતી. તાહિરાએ પોતાની કેન્સર જર્ની પર પણ વાત કરી હતી. તાહિરાએ કહ્યું હતું કે જ્યારે ડોક્ટર્સે તેને બ્રેસ્ટ રિમૂવ કરવાનું કહ્યું ત્યારે તેની આંખમાંથી પાણી આવી ગયું હતું. આયુષ્માનને પણ આઘાત લાગ્યો હતો. જોકે, પછી આયુષ્માને તેને સંભાળી હતી. તેને પૂરો સપોર્ટ કર્યો હતો. તાહિરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે કેન્સરની સારવાર દરમિયાન એક પણ દિવસની રજા લીધી નહોતી. તે સોશિયલ મીડિયામાં કેન્સર અવેરનેસને લઈ સતત પોસ્ટ શૅર કરે છે. ઉલ્લેખનીય છે કે હાલમા તાહિરા ‘શર્માજી કી બેટી’ ફિલ્મથી બોલિવૂડ ડિરેક્ટર બની રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XG8mC7
https://ift.tt/2A10br5
No comments:
Post a Comment
If you have any doubts please let me know!