Sunday, June 14, 2020

મોનાલી ઠાકુરે તેનાં લગ્ન સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સો શેર કર્યો, લગ્નના દિવસે પતિ માઈકને ઇન્ડિયાથી જર્મની પાછો ધકેલી દેવાયો હતો

બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરે અમુક દિવસ પહેલાં તેનાં લગ્નને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેનું કહેવું હતું કે તે છેલ્લા ત્રણ વર્ષથી મેરિડ છે અને તેણે 2017માં સ્વિટ્ઝરલેન્ડ બેઝ્ડ બિઝનેસમેન માઈક રિચર સાથે લગ્ન કર્યા છે. સિંગરના જણાવ્યા મુજબ તેણે આ વાત એટલે બધાથી છુપાવી હતી કે તેનાં લગ્ન પારંપારિક રીતે થયા ન હતા. લગ્નનો ખુલાસો કર્યા બાદ હવે મોનાલીએ એક ઇન્ટરવ્યૂમાં લગ્નનો રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.

ઝૂમ ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું, જે દિવસે માઈક લગ્ન કરવા માટે ઇન્ડિયા આવી રહ્યા હતા તે દિવસે ગજબ ઘટના થઇ. માઈક વિઝા વગર ઇન્ડિયા આવી ગયા હતા કારણકે તેને કોઈએ એમ કહીને મૂર્ખ બનાવ્યા હતા કે જર્મનીનો પાસપોર્ટ હોય તો ઇન્ડિયા જવા માટે વિઝાની જરૂર નથી પડતી. તેને એરપોર્ટ પર વિઝા ન હોવાને કારણે રોકી લેવામાં આવ્યો.

મોનાલીએ આગળ કહ્યું કે, માઈક એરપોર્ટ પર જેલના કેદીની જેમ આખો દિવસ રહ્યા અને પછી તેને ઇન્ડિયાથી જર્મની પાછા મોકલી દેવામાં આવ્યા. હું મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં રાહ જોતી રહી. કોઈપણ રીતે અમને ભારત સરકાર અને ગૃહ મંત્રાલય પાસેથી મદદ મળી અને ત્યારબાદ બધું સોલ્વ થયું. માઈકની ફ્લાઇટ અબુ ધાબી સુધી પહોંચી ગઈ હતી અને તેને ઇન્ડિયા પરત બોલાવાની વ્યવસ્થા થઇ અને અમે પછી લગ્ન કર્યાં. અમારા વેડિંગ ડે પર તો ફિલ્મ બનવી જોઈએ. મેં લગ્નના દિવસે સલવાર સૂટ પર સ્નીકર્સ પહેર્યા હતા જે મેં લાસ્ટ મોમેન્ટ પર ખરીદ્યા હતા.

મોનાલીના વીડિયોમાં માઈક દેખાયો
મોનાલીનું નવું સિંગલ દિલ કે ફિતૂર 9 જૂને જ રિલીઝ થયું છે. આ વીડિયોમાં મોનાલી સાથે તેનો પતિ માઈક પણ છે. મોનાલી દમ લગા કે હૈસા ફિલ્મના મોહ મોહ કે ધાગે સોન્ગથી ફેમસ થઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Singer Monali Thakur Reveals Her Hubby Maik Richter Was Thrown Out Of The Country On Their Wedding Day


from Divya Bhaskar https://ift.tt/2zu0Q3N
https://ift.tt/2MYg5oJ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...