Tuesday, June 16, 2020

વિવેક ઓબેરોયે સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ઓપન લેટર લખ્યો, કહ્યું- ઈન્ડસ્ટ્રીએ ગંભીર રીતે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ એક્ટર વિવેક ઓબેરોયે સોશિય મીડિયામાંએક ઓપન લેટર લખ્યો હતો. આ લેટરમાં વિવેકે ઈન્ડસ્ટ્રીને લઈ વાત કરી હતી. આ ઉપરાંત સુશાંતના અંતિમ સંસ્કાર દરમિયાન તેના પિતા તથા બહેનના દુઃખ અંગે પણ જણાવ્યું હતું.

શું કહ્યું વિવેક ઓબેરોયે?
વિવેકે કહ્યું હતું, ‘આજે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થતા ઘણી જ તકલીફ થઈ હતી. હું સાચે જ પ્રાર્થનાકરું છું કે કાશ હું તેની સાથે મારો અંગત અનુભવ શૅર કરી શક્યો હોત અને તેના દુઃખને ઓછું કરવામાં તેની મદદ કરી શકત. આ દુઃખ સાથે મારી પોતાની સફર રહી છે. આ બહુ જ તકલીફભર્યું તથા બહુ જ એકલતા વાળું હોઈ શકે છે.’

વિવેકે આગળ કહ્યું હતું, ‘...પરંતુ મોત ક્યારેય એ સવાલોના જવાબ આપી શકે નહીં. આત્મહત્યા કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. મને લાગે છે કે તેણે પોતાના પરિવાર, પોતાના મિત્રો તથા તે ચાહકો અંગે વિચારવાનું બંધ કરી દીધું હતું, જે આજે આટલા મોટા નુકસાનને ફીલ કરી રહ્યાં છે. કાશ...તેણે એ વાતનો અહેસાસ કર્યો હોત કે લોકો તેની કેટલી પરવા કરે છે.’

પિતા-બહેનને દુઃખી જોયા
વિવેકે કહ્યું હતું, ‘આજે જ્યારે મેં તેના પિતાને તેની ચિતાને મુખાગ્નિ આપતા જોયા તો તેમની આંખમાં જે દુઃખ હતું,તે અસહ્ય હતું. જ્યારે મેં તેની બહેનને રડતી જોઈ અને તે પોતાના ભાઈને પાછા આવવાનું કહેતી હતી. હું કહી શકતો નથી કે મારા મનના ઊંડાણમાં આ બધાને લઈ કેવું અનુભવાઈ રહ્યું છે.’

‘આશા છે કે આપણી ઈન્ડસ્ટ્રી જે પોતાને એક પરિવાર કહે છે, તે ગંભીર રીતે પોતાનું આત્મનિરીક્ષણ કરશે. આપણે સારા બનવા માટે બદલવાની જરૂર છે. આપણે એકબીજાની બુરાઈ કરવાને બદલે એકબીજાની મદદ કરવાની વધુ જરૂર છે. અહંકાર અંગે ઓછું વિચારીને ટેલેન્ટેડ તથા લાયક લોકો તરફ ધ્યાન આપવાની જરૂર છે.’

બોલિવૂડ માટે વેક અપ કૉલ
વિવેકે આગળ કહ્યું હતું, ‘આ પરિવારને વાસ્તવમાં એક પરિવાર બનવાની જરૂર છે, એ જગ્યા જ્યાં ટેલેન્ટને કેળવવામાં આવે ના કે તેને નષ્ટ કરવામાં આવે. આ આપણાં તમામ માટે એક વેકઅપ કૉલ છે. હું સદાય હસતા રહેતા સુશાંતને હંમેશાં મિસ કરીશ. હું પ્રાર્થના કરીશ કે મારા ભાઈ, ઈશ્વર એ તમામ દુઃખ લઈ લે, જે તે અનુભવ્યું છે. તારા પરિવારને આ નુકસાનનો સામનો કરવાની શક્તિ આપે. આશા છે કે હવે તું સારી જગ્યા પર હોઈશ. કદાચ અમે લોકો તારા લાયક નહોતાં.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. 14 જૂન, રવિવારે સુશાંતે મુંબઈ સ્થિત બાંદ્રામાં પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંતના અંતિમ સસ્કાર 15 જૂનના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં.પિતા, બહેન, નિકટના પરિજનો ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, વિવેક ઓબેરોય, રણવીર શૌરી, રાજકુમાર રાવ સહિતના સેલેબ્સ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivek Oberoi writes open letter in memory of Sushant Singh Rajput, says industry needs serious introspection


from Divya Bhaskar https://ift.tt/2Y5T0Xz
https://ift.tt/2UNLXkg

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...