Monday, June 22, 2020

સલમાન સાથે જોડાયેલા સેલેબ્સે ટ્વિટર છોડ્યું, સોનાક્ષીએ કહ્યું- કેટલાંક લોકો ખુશી મનાવે છે, જાણે કે તેમણે બાજી જીતી લીધી હોય

એક બાજુ સલમાન ખાન ચાહકોને સુશાંત સિંહ રાજપૂતના ચાહકો તથા પરિવાર સાથે ઊભા રહેવાની અપીલ કરે છે તો બીજી બાજુ સલમાન સાથે જોડાયેલા સેલેબ્સ હવે અલગ જ કેમ્પ બનાવી રહ્યાં છે. સોનાક્ષી સિંહા, આયુષ શર્મા, સાકિબ સલીમ તથા ઝહીર ઈકબાલે ટ્વિટર અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યાં હતાં તો મુદસ્સર અઝીઝે ઈન્સ્ટાગ્રામને પણ અલવિદા કહી દીધું છે. આ તમામે આ જગ્યાને નફરત ફેલાવતી જગ્યા કહી છે.

સોનાક્ષી સિંહાએ સ્પષ્ટતા આપી
સુશાંતના નિધન બાદ સોનાક્ષી સિંહા પહેલી સેલેબ હતી, જેણે ટ્વિટરને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી હતી અને તેના ટ્વિટર છોડવાની ખુશી મનાવી હતી. જોકે, આનોજવાબ આપવા માટે સોનાક્ષીએ એક વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સોનાક્ષી સ્ક્રીન પર આવે છે, આમ-તેમ જુએ છે અને ચપટી વગાડીને જતી રહી છે.

View this post on Instagram

How i got myself off twitter and away from the negativity 😂 Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha. But lets face it, ive cut the direct source of insult and abuse in my life. Ive taken away YOUR power to be able to say whatever it is that you want to me, my family and my friends. Ive taken away that access you had to me, that i had given you so trustingly. So theres only one winner here. Me. Your negativity has never served me or my life, which is why it literally took a snap of a finger to get rid of a following of 16 million people which ive garnered over the last ten years. Just like that. And im better off for it. I wish all those haters and trolls lots of love and healing, or you can continue with the hate but please know it’ll NEVER reach me. Accha ab yeh chakkar mein i know the people who love me are caught up too... please know that your love and support is what has kept me going all this while, and it always will! And I request you all to keep spreading that love and light wherever you go and to as many people as you can. Because Love is the answer. Always ❤️

A post shared by Sonakshi Sinha (@aslisona) on Jun 21, 2020 at 8:11am PDT

સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું, મેં ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું અને હું નેગેટિવિટીથી દૂર થઈ ગઈ. કેટલાંક લોકો ખુશી મનાવી રહ્યાં છે, જાણે કે તેમણે કંઈક મેળવી લીધું હોય. હું તમારા માટે ખુશ છું. તમને જે લાગતું હોય તે..કોઈને ફરક પડતો નથી. જોકે, આનો સામનો કરીએ.

મેં મારા જીવનમાં ગાળો, અપશબ્દોવાળા ડાયરેક્ટ સોર્સને કાપી નાખ્યો છે. મેં તમારી એ તાકાત દૂર કરી દીધી, જેમાં તમે મને, મારા પરિવાર તથા મારા મિત્રોઅંગે કંઈ પણ કહેવામાં સક્ષમ હતાં. મેં તે એક્સેસ છીનવી લીધો. મેં આ એક્સેસ તમને બહુ વિશ્વાસ સાથે આપ્યો હતો. આથી અહીંયા માત્ર એક જ વિનર છે અને તે હું છું.

તમારી નેગેટિવિટીનો મેં મારી પર તથા મારા જીવન પર કોઈ અસર થવા દીધી નહોતી. આ જ કારણ છે કે છેલ્લાં 10 વર્ષમાં મારા 16 મિલિયન ફોલોઅર્સ હતાં. બસ આમ જ અને હું આમાં સારી છું. મને આશા છે કે તમામ નફરત કરનારા જલ્દીથી સાજા થઈ જશે. તમામને અઢળક પ્રેમ. તમે તમારી નફરત ચાલુ રાખી શકો છો પરંતુ પ્લીઝ આ સમજો કે તમે મારા સુધી હવે ક્યારેય પહોંચી શકશો નહીં.

ટ્વિટર છોડતા સમયે અન્ય સેલેસ્બે શું કહ્યું?
સોનાક્ષી બાદ એક્ટર સાકિબ સલીમે ટ્વિટર છોડ્યું હતું. તેણે કહ્યું હતું, હું ટ્વિટર સાથે બ્રેકઅપ કરી રહ્યો છું. ટ્વિટર, જ્યારે તને પહેલીવાર મળ્યો ત્યારે તું બહુ જ લવલી હતું. ભાવનાઓ વ્યક્ત કરવામાં, નોલેજ મેળવવામાં તથા અનેક બાબતો સમજવામાં સૌથી મોટું પ્લેટફોર્મ હતું. જોકે, હવે લાગે છે કે તમામ બાબતો નફરતમાં ખોવાઈ ગઈ છે. દરેક એકબીજા પર કીચડ ઉછાળી રહ્યાં છે. આવી જગ્યાએ ગાળો આપવી સામાન્ય છે અને મને આ પ્રકારની એનર્જીની જરૂર નથી.

સાકિબ બાદ ઝહીર ઈકબાલે ગુડબાય ટ્વિટર કહીને માઈક્રોબ્લોગિંગ સાઈટ છોડી હતી. સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ પણ એક પોસ્ટ લખીને ટ્વિટરને અલવિદા કહ્યું હતું. આયુષ શર્માએ કહ્યું હતું, 280 કેરેક્ટર એક વ્યક્તિને વ્યાખ્યાયિત કરવા માટે ઓછા છે. જોકે, આ જ 280 અક્ષર ફૅક ન્યૂઝ, નફરત તથા નેગેટિવિટી માટે પૂરતા છે. આ પ્રકારની માનસિકતાવાળા ગ્રૂપનો હિસ્સો બનવું નથી. ખુદા હાફિઝ...

સૂત્રોના મતે, સલમાન સાથે ‘લકીઃ નો ટાઈમ ફોર લવ’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર સ્નેહા ઉલાલે પણ ટ્વિટર છોડવાનો સંકેત આપ્યો છે.

ફિલ્મ પ્રોડ્યૂસર મુદસ્સર અઝીઝ બહુ જ પહેલાં જ ટ્વિટર છોડી ચૂક્યા છે. તેઓ માત્ર ઈન્સ્ટાગ્રામ પર હતાં. જોકે, હવે તેમણે આ પ્લેટફોર્મને પણ અલવિદા કહી દીધું છે. તેમણે કહ્યું હતું કે કોઈ તણાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. અહીંયા રહેવું બહું સારું હતું. તમે બધાએ જે પ્રેમ આપ્યો તેના માટે દિલથી આભાર.

ક્રિતિ સેનનની એક ટ્વીટ પછી આ શરૂ થયું
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ક્રિતિ સેનને સોશિયલ મીડિયાને ફૅક તથા ઝેરીલી જગ્યા કહી હતી. તેણે કહ્યું હતું કે જો તમે સોશિયલ મીડિયામાં RIP પોસ્ટ નથી કરતાં તો તમને દુઃખ થયું છે, તેમ માનવામાં આવતું નથી. એવું લાગે છે કે સોશિયલ મીડિયા નવી અસલી દુનિયા તથા અસલી દુનિયા ફૅક બની ગઈ છે.

શંશાકે ટ્વિટર છોડ્યું, કરને બધાને અનફોલો કર્યાં
અઠવાડિયા પહેલાં કરન જોહર સાથે જોડાયેલા ડિરેક્ટર શશાંક ખૈતાને ટ્વિટર અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હતું. કરન હવે ટ્વિટર પર માત્ર આઠ લોકોને ફોલો કરે છે, આમાંથી ચાર તેના ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા છે, બાકીના ચારમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ છે.

શું કહે છે એક્સપર્ટ?
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ્સ પ્રમાણે, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ પુલકિત શર્માએ કહ્યું હતું, જો તમે કોઈ પણ પ્લેટફોર્મ પર છો અને પછી તે ભારત અંગે હોય કે ચીન અંગે તમે પોસ્ટ કરો છો. પછી કોઈ મરે છે કે લગ્ન કરે છે, ત્યારે સેલેબ તરીકે તમારે પોસ્ટ કરવી પડે છે.

આ એવું છે કે તમને જે લોકો ફોલો કરે છે, તે તમારી સાથે વાત કરી શકતા નથી પરંતુ તે તમારી પોસ્ટથી તમને જજ કરે છે. જો તમે કોઈને પણ રિપ્લાય નથી આપતા તો તમે તમારામાં જ વ્યસ્ત રહો છો, તેમ માની લેવાય છે. આ પ્રકારનું દબાણ હંમેશાં રહે છે.

પુલકિત શર્માએ કહ્યું હતું કે કોઈ પણ દુઃખદ સ્થિતિમાં દુઃખ વ્યક્ત કરવું સામાન્ય વાત છે. તેમણે કહ્યું હતું કે જરૂરી નથી કે તમે દરેક બાબતમાં પોસ્ટ કરો. જોકે, તમારા ફિલ્ડના અનેક લોકો પોસ્ટ કરે છે તો તમારે પણ એક પોસ્ટ કરવી જોઈએ.

સોશિયલ મીડિયાને લઈ સેલિબ્રિટિઝનો અભિપ્રાય
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, સોશિયલ મીડિયાને લઈ એડ ગુરુ પ્રહલાદ કક્કડ માને છે કે આ બહુ જ નેગેટિવ તથા ટ્રોલિંગવાળી જગ્યા છે. આથી તે હંમેશાં આનાથી દૂર રહે છે.

ફિલ્મમેકર મધુર ભંડારકરે કહ્યું હતું કે આ બેધારી તલવાર છે. કોઈ કમેન્ટ કે પોસ્ટ કરે કે ના કરે પરંતુ ફીડબેક હંમેશાં ખરાબ આવી શકે છે. સોશિયલ મીડિયા ઝેરીલું છે. ક્યારેક તો એક ખોટો સ્પેલિંગ પણ તમને ટ્રોલ કરી દે છે. લોકો સ્ક્રીનશોટ વાઈરલ કરી દે છે. તમે પોસ્ટ કરતાં પહેલાં બેવાર ચેક કરો છો, કારણ કે તમને ડર લાગે છે કે ક્યાંય ટ્રોલ ના થઈ જઈએ. લોકો દરેક વાતે હર્ટ થઈ જાય. પછી તમારા વિદેશી કપડાં હોય કે ખાવાનો ફોટો. ખાવાના ફોટા પર તો એવી કમેન્ટ કરે છે કે અહીંયા લાખો લોકો પાસે ભોજન નથી.

અમિત સાધ માને છે કે જીવન તથા સોશિયલ મીડિયામાં નફરત તથા સારી બાબતો સમાન રીતે છે. દુર્ભાગ્યથી માણસ તરીકે આપણે ઉત્તેજક તથા અસુવિધાજનક બાબતો સાથે જોડાઈ જઈએ છીએ. આ હ્યુમન સાઈકોલોજી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebs associated with Salman leave Twitter, Sonakshi says - Some people are happy, as if they have won


from Divya Bhaskar https://ift.tt/3fPyktc
https://ift.tt/314jmeD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...