Monday, June 22, 2020

નિકટના સાથી રિયા તથા સિદ્ધાર્થને સામ-સામે બેસાડીને પોલીસ પૂછપરછ કરશે

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધી 15 લોકોની પૂછપરછ કરી છે. એક્ટરના નિધનના 10 દિવસ પહેલાં સુશાંતના સંપર્કમાં રહેલા લોકોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ જાણવા માગે છે કે સુશાંત ફિલ્મ ના મળવાને કારણે સ્ટ્રેસમાં હતો કે પછી પર્સનલ લાઈફને લઈ હતાશ હતો.

સોમવાર (22 જૂન)ના રોજ બાંદ્રા પોલીસે સુશાંતના બે મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ કોણ છે, તે અંગે માહિતી મળી નથી. રવિવાર સાંજે પોલીસે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પટનીની પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ ફ્લેટમાં સુશાંત સાથે રહેતો હતો અને તેનો સારો મિત્ર હતો.

સુશાંતના સૌથી નિકટના લોકોમાં સિદ્ધાર્થ તથા રિયાનું નામ સામે આવી રહ્યું છે. પોલીસે પહેલાં જ રિયાની 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. રવિવારે સિદ્ધાર્થની પૂછપરછ કરી હતી. કહેવાય છે કે બંનેના નિવેદનો લીધા બાદ પોલીસ હવે સિદ્ધાર્થ તથા રિયાને સામ-સામે બેસાડીને પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. રિયા તથા સુશાંતની વચ્ચે રિલેશનશિપની સાથે ફાઈનાન્સિયલ પાર્ટનરશિપની વાત પણ પોલીસના ધ્યાનમાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રવિવાર સાંજે પોલીસે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પટનીની પૂછપરછ કરી હતી


from Divya Bhaskar https://ift.tt/2YWQxht
https://ift.tt/2AOCsL9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...