Tuesday, June 2, 2020

અમેરિકામાં અશ્વેતની હત્યા પર હોલિવૂડની સાથે બોલિવૂડ સેલેબ્સે પણ રોષ ઠાલવ્યો, લોકોએ કહ્યું, એક તરફ ફેરનેસ ક્રીમની જાહેરાત અને બીજી તરફ રંગભેદની વાતો

હાલ અમેરિકામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે. રંગભેદને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે તો કોઈ જગ્યાએ હિંસા પણ ફેલાઈ રહી છે. 46 વર્ષીય આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડની મિનેસોટા રાજ્યની મિનેપોલિસ શહેરની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ રંગભેદ સામેના વિરોધમાં અને જ્યોર્જને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા હોલિવૂડ સેબેલ્સની સાથે બોલિવૂડ સેબેલ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

View this post on Instagram

There is so much work to be done and it needs to starts at an individual level on a global scale. We all have a responsibility to educate ourselves and end this hate. End this race war here in the US, and around the world. Wherever you live, whatever your circumstances, NO ONE deserves to die, especially at the hands of another because of their skin color. ⁣⁣⁣ ⁣⁣⁣ On May 25th, George Floyd was pinned down by the neck by a Minneapolis police officer and died. He laid there, fighting for his life, struggling to breathe, and other officers just stood there and watched. The officer has now been charged with murder.⁣ ⁣⁣⁣ George, I am praying for your family. ❤️ ⁣⁣⁣ ⁣⁣⁣ Text “FLOYD” to 55156 and sign the petition. ⁣⁣⁣ #JusticeForGeorgeFloyd

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on May 29, 2020 at 10:08am PDT

View this post on Instagram

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on May 30, 2020 at 6:23am PDT

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, દિશા પટની, મૃણાલ ઠાકુર વગેરેએ પોસ્ટ શેર કરી હતી. ત્યારબાદ ઇન્ટરનેટ યુઝરે તેમને આડે હાથ લીધા હતા કે, જ્યારે દેશમાં માઇનોરિટી લોકો પર હુમલા થાય છે ત્યારે કેમ નથી બોલતા? અમુક યુઝર્સે એવા પ્રહાર કર્યા કે આજે આ લોકો રંગભેદની વાત કરી રહ્યા છે જ્યારે તેઓ ફેરનેસ ક્રીમની જાહેરાતમાં આવેલા છે. લોકોએ એવા પણ કટાક્ષ કર્યા કે ખુદના દેશના મુદ્દાઓ પર કેમ નથી બોલતા?

View this post on Instagram

💔 #JusticeForGeorgeFloyd

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 27, 2020 at 10:41pm PDT

પ્રદર્શન
અમેરિકામાં પ્રદર્શનમાં હિંસા, લૂંટ વગેરે થવા લાગી, પોલીસે પ્રદર્શનકારીઓ પર વળતા પ્રહાર પણ કર્યા હતા. આ વિરોધમાં સિંગર અરિઆના ગ્રાન્ડે, ઓસ્કર વિજેતા એક્ટર જેમી ફોક્સ, બ્લેક પેન્થર ફેમ મિશેલ બી જોર્ડન, મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ ફેમ ટેસા થોમ્સન વગેરે સેલેબ્સ જોડાયા પણ હતા.

લેડી ગાગા, નિક જોનસ, ટેલર સ્વિફ્ટ સહીત અન્ય સેલેબ્સે જ્યોર્જ માટે પોસ્ટ શેર કરી હતી અને અશ્વેત કમ્યુનિટી માટે અવાજ પણ ઉઠાવ્યો હતો. સેલેબ્સ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ સવાલો કરી રહ્યા છે.

2 જૂનના રોજ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ બ્લેક આઉટ ટ્યુઝડે નામનું કેમ્પેન શરૂ કર્યું છે. જ્યોર્જને થયેલ અન્યાય માટે ચાલી રહેલ વિરોધના સપોર્ટમાં આ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મ્યુઝિક લેબલ્સ દ્વારા એક દિવસનો બિઝનેસ પણ અટકાવી દેવામાં આવ્યો છે.

આખી ઘટના
25 મેનો જ્યોર્જની હત્યાનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં પોલીસ જ્યોર્જના ગળા પર ઘૂંટણ દબાવે છે. જ્યોર્જ પોલીસને આજીજી કરી રહ્યો હોય છે કે તે શ્વાસ નથી લઇ શકતો તેમ છતાં પોલીસે દયા ન રાખી અને જ્યોર્જનું મૃત્યુ થયું. અપરાધી પોલીસને કસ્ટડીમાં લેવામાં આવી ચૂક્યો છે. જ્યોર્જ પર આરોપ હતો કે તે 20 ડોલરની ખોટી નોટ ફેરવી રહ્યો હતો. જ્યોર્જની હત્યાના વીડિયો બાદ દેશના ઘણા બધા રાજ્યોમાં લોકો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી ગયા. અમુક જગ્યાએ પરિસ્થિતિ કાબૂ બહાર જતા સરકારે કર્ફ્યુ જાહેર કરી દીધો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood celebs along with Hollywood were outraged over the killing of blacks in America, Indians questioned why they do not speak on the issue of the country


from Divya Bhaskar https://ift.tt/3cs8Srw
https://ift.tt/2ZVAKBI

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...