Tuesday, June 2, 2020

શબાના આઝમીનો ખુલાસો, ‘અમર અકબર એન્થની’ના આઈકોનિક મિરર સીન માટે અમિતાભે ‘14 પર્ફેક્ટ રિટેક’ આપ્યાં હતાં

શબાના આઝમીએ હાલમાં જ ડિરેક્ટર મનમોહન દેસાઈની ફિલ્મ ‘અમર અકબર એન્થની’ને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ફિલ્મના મિરર સીન (આ સીનમાં અમિતાભ બચ્ચન દારૂ પીને અરીસા આગળ ઊભા રહીને સંવાદો બોલે છે) માટે અમિતાભે 14 પર્ફેક્ટ રિટેક આપ્યા હતાં. 27 મેના રોજ આ ફિલ્મને રિલીઝ થયે 43 વર્ષ પૂર્ણ થયા હતાં.

શબાના આઝમીએ એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘ફિલ્મના મિરર સીન માટે અમિતાભે 14 પર્ફેક્ટ ટેક આપ્યા હતાં. આ સીનમાં તેમના હાથમાં પ્લાસ્ટર હોય છે. તેઓ સીનમાં બરોબર હતાં પરંતુ કેમેરામાં આ સીન શૂટ કરવો થોડો અઘરો હતો. જોકે, અમિતાભે ગુસ્સે થયા વગર સહજતાથી આ સીન 14 વાર રિટેક કર્યો હતો. જો કોઈ હોલિવૂડ સ્ટારને આમ કહેવામાં આવે તો તે બેભાન જ થઈ જાય.’ ઉલ્લેખનીય છે કે ‘પરવરિશ’ તથા ‘અમર અકબર એન્થની’ બંનેનું શૂટિંગ એક જ સમયે એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ માળે થતું હતું. બંને ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના તથા શબાના આઝમી હતાં. 1977માં રિલીઝ થયેલી આ બંને ફિલ્મ હિટ રહી હતી.

શબાના આઝમીએ એ વાત પણ કહી હતી કે તેમને મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’ કેવી રીતે મળી હતી. તેમણે કહ્યું હતું, ‘મેં ‘પરવરિશ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ જ કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર પણ મનમોહન દેસાઈ જ હતાં. એક દિવસ તેઓ રણજીત સ્ટૂડિયો આવ્યાં હતાં. તેમણે ઘણી જ સહજતાથી મને કહ્યું હતું, ‘શબ્બો, હું એક ફિલ્મ બનાવી રહ્યો છું. તેમાં તારા માટે ખાસ રોલ નથી. આ વિનોદ ખન્ના મારો જીવ ખાઈ ગયો છે કે અમિતાભ તથા રિશી માટે હિરોઈન છે તો મારા માટે કેમ નથી? તો મહેરબાની કરીને તું મારા માટે આ ફિલ્મ કરી દે ને.’ આ વાત સાંભળીને હું હસવા લાગી હતી અને મેં તરત જ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી.’
અમિતાભે ફિલ્મને લઈ પોસ્ટ શૅર કરી હતી
27 મેના રોજ ફિલ્મ રિલીઝને 43 વર્ષ પૂર્ણ થયા હતાં. આ પ્રસંગે અમિતાભે ફિલ્મની કેટલીક તસવીરો શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમર અકબર એન્થની’ મુંબઈના 25 થિયેટરમાં 25 અઠવાડિયા સુધી ચાલી હતી.

અમિતાભે ઈન્સ્ટાગ્રામમાં આ ફિલ્મને લઈ વાત કરી હતી. તેમણે ઈન્સ્ટામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘જ્યારે મનજીએ મને આ ફિલ્મ નેરેટ કરી અને પછી ફિલ્મનું નામ કહ્યું, ત્યારે મને થયું કે મનમોહન પાગલ થઈ ગયા છે કે શું? 70ના દાયકામાં ફિલ્મના નામ બહેન, ભાભી તથા દીકરીની આસપાસ રહેતા હતાં. આ એકદમ જ અલગ હતું. જોકે, આ ફિલ્મે તે સમયે સાત કરોડ 25 લાખનો બિઝનેસ કર્યો હતો. જો આજના ફુગાવાના દર પ્રમાણે જોઈએ તો આ ફિલ્મે ‘બાહુબલી 2’ કરતાં વધુ કમાણી કરી હતી. આવું ગણતરી કરનારા કહે છે. જોકે, સાચી વાત તો એ છે કે આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. મુંબઈમાં જ 25 થિયેટરમાં 25 અઠવાડિયા સુધી ચાલી હતી. આવું હવે થતું નથી. એ દિવસો ગયા.’

View this post on Instagram

SHWETA and Abhishek visit me on set of Amar Akbar Anthony .. shooting song ‘My name is Anthony Gonsalves’ .. at Holiday Inn Ball Room .. this pic on the beach front .. 43 YEARS of AAA , today .. !!! When Man ji came to narrate the idea to me .. and told me the Title .. I thought he had lost it .. at a time in the 70’s when film titles revolved around Behen Bhabhi and Beti , this one was so out of place .. BUT .. It is reported that it did a business of 7.25 cr at that time .. inflation adjusted it crosses collections of Bahubali 2 .. say the sayers who do calculations 😟😟 But fact is it did massive business .. did 25 weeks in 25 theatres in Mumbai alone .. or so they say .. Doesn’t happen now ... gone are those days !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 26, 2020 at 8:58pm PDT

ઉલ્લેખનીય છે કે 2017માં ‘બાહુબલી 2’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અંદાજે 1800 કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘અમર અકબર એન્થની’ 1977માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી એવી હતી કે નાનપણમાં ત્રણેય ભાઈઓ અલગ થઈ જાય છે. પછી એવા સંજોગો સર્જાય છે કે ત્રણેય ભાઈઓ સાથે આવે છે. નાનપણમાં અલગ થયેલા આ ભાઈઓ હિંદુ, મુસ્લિમ તથા ક્રિશ્ચિયનના ઘરમાં મોટા થાય છે અને તેમના નામ પણ એ જ રીતે રાખવામાં આવ્યા હોય છે. ફિલ્મમાં પ્રાણ, નિરૂપા રોય, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રિશી કપૂર, પરવીન બાબી, શબાના આઝમી તથા નીતુ સિંહ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shabana Azmi said, Amitabh Bachchan gave ‘14 perfect retakes’ for the iconic mirror scene in Amar Akbar Anthony


from Divya Bhaskar https://ift.tt/2XoeQoU
https://ift.tt/2Mze16J

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...