Sunday, June 7, 2020

કરન જોહર, હિના ખાન, અનિત હસનંદાની સહિતના સેલેબ્સે એકતા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પ્રોડ્યૂસર એકતા કપૂરનો સાત જૂનના રોજ 45મો જન્મદિવસ છે. બોલિવૂડ તથા ટીવી સેલેબ્સે સોશિયલ મીડિયામાં એકતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કરન જોહરે જૂની તસવીર શૅર કરીને એકતાને ખાસ વ્યક્તિ ગણાવી હતી. હિના ખાન તથા અનિતા હસનંદાનીએ પણ એકતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

કરને કહ્યું હતું, ‘મને આપણાં બંનેની આ તસવીર ઘણી જ પસંદ છે. આઈ લવ યુ એકતુ. મારા માટે તું એકદમ ખાસ છે અને હંમેશાં રહીશ. મને આપણે કરેલું ડિનર તથા આપણી વાતચીત સાથે ઘણો જ પ્રેમ છે. આપણી વચ્ચે કર્મ તથા અલૌકિક કનેક્શન છે. મને ખ્યાલ છે કે તું હંમેશાં મારી પાછળ ઊભી છો. હવે હું શોભા આંટી તથા તારી સાથેના ડિનરની વધુ રાહ જોઈ શકું તેમ નથી. રુહી, યશ તથા મારા તરફથી બહુ જ બધો પ્રેમ. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.’

એકતાએ કરનને વળતો જવાબઆપ્યો
કરનને જવાબ આપતા એકતાએ કહ્યું હતું, ‘મારા કર્મ મિત્ર... જે રીતે હું તારી પાછળ છું, તું પણ મારી પાછળ ઊભો છે. તું જે પ્રકારનો વ્યક્તિ છે, તેના માટે તમને સાચો પ્રેમ.’ ઉલ્લેખનીય છે કે એકતાનો જન્મ સાત જૂન, 1975ના રોજ જન્મ થયો હતો.

હિના ખાને લાંબી પોસ્ટ લખી
હિના ખાને પણ ઈન્સ્ટાગ્રામમાં લાંબી પોસ્ટ શૅર કરી હતી. હિનાએ કહ્યું હતું, ‘જ્યારે હું એક્ટર નહોતી, મેં હજી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું વિચાર્યું પણ નહોતું ત્યારે તમે મારી પ્રેરણા રહ્યાં છો. મને લાગે છે કે તમારા જેવી સ્માર્ટ મહિલાને એ ખ્યાલ હશે કે તમે લોકોના મનમાં સપના પાંગર્યા છે. તમે તથા તમારા જાદુએ સ્ક્રીન પર એકથી વધુ વાર એક સામાન્ય યુવતીને સપના જોતા કરી છે.’

View this post on Instagram

You were an inspiration to me before I was an actor or I decided to be a part of the industry. I think a smart woman like you would be aware ...that you sow dreams in people’s hearts n minds. In more ways than one, you and your magic on screen gave a regular girl the dream which looked closer than the horizon. But the best part about you is .. your nature .. you are so so sweet.. I always considered you to be the maverick of Bollywood. But when I met you .. you the real person .. behind the brand .. the factory .. the glamour.. the status .. the star that you are .. I found a mischievous girl who was always excited about her actions... stressed about her challenges yet confident enough on her craft.. you made me feel I am meeting just a regular girl like me .. who likes to share .. to speak and who likes to be the vector of her own dreams .. I thank you for always being there and being the source of inspiration that you are .. Happy Happy Birthday.. Dear @ektarkapoor @ek_ek_ekoo You know I love you tons.. Muuuuuuah #HappyBirthdayEktaKapoor

A post shared by HK (@realhinakhan) on Jun 6, 2020 at 11:37am PDT

વધુમાં હિનાએ કહ્યું હતું, ‘તમારી સૌથી સારી વાત છે તમારો સ્વભાવ. તમે બહુ જ સારા છો. મેં હંમેશા તમને બોલિવૂડના ક્વીન માન્યા છે પરંતુ જ્યારે હું તમને મળી, અસલી એકતાને, તે બ્રાન્ડ, ફેક્ટરી, ગ્લેમર સ્ટેટસ, સ્ટાર્સની ઈમેજવાળી એકતાને...મને એક તોફાની યુવતી મળી. જે હંમેશાં પોતાના કામને લઈ ઉત્સાહિત રહેતી હતી. પડકારોના સ્ટ્રેસની વચ્ચે પણ એકતા પોતાના કામને લઈ આત્મવિશ્વાસી રહે છે.’

હિનાએ આગળ કહ્યું હતું, ‘તમે મને એ વાત ફીલ કરાવી કે હું મારા જેવી જ સાધારણ યુવતીને મળી રહી છું. જેને શૅર કરવું તથા બોલવું પસંદ છે. જે પોતાના સપનાઓને જીવવા ઈચ્છે છે. હંમેશાં મારા માટે હાજર રહેવા તથા મારા માટે પ્રેરણા બનવા બદલ તમારો આભાર. જન્મદિવસની શુભેચ્છા. તમને ખ્યાલ છે કે હું તમને બહુ જ પ્રેમ કરું છું.’

અનિતા હસનંદાનીએ પણ વિશ કરી
એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ એકતાને બર્થડે વિશ કરતાં કહ્યું હતું, ‘તમે મારા માટે પરીકથા સમાન છો. તમે અહીંયા એકવાર આવ્યા હતાં અને ત્યારબાદ હંમેશાં માટે અહીંયા રહી ગયા. મારા સૌથી પ્રેમાળ એકતા કપૂરને જન્મદિવસની શુભેચ્છા. તમારી તમામ ઈચ્છા પૂર્ણ થાય. બહુ જ બધો પ્રેમ.’

સ્મૃતિ ઈરાનીએ વીડિયો શૅર કરીને એકતા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અર્જુન બિજલાનીએ પણ વીડિયો શૅર કરીને એકતાને બર્થડે વિશ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebs including Karan Johar, Hina Khan, wish Ekta Kapoor one her birthday


from Divya Bhaskar https://ift.tt/30fMgYF
https://ift.tt/2AbdSU7

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...