Saturday, June 13, 2020

ચાચા ચૌધરીનું હવે OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ, ડિઝની + હોટસ્ટાર સાથે ડીલ સાઈન થઇ

ફેમસ કાર્ટૂન કેરેક્ટર ચાચા ચૌધરી સિરીઝ પહેલીવાર OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ટુન્ઝ મીડિયા ગ્રુપે ડિઝની +હોટસ્ટાર સાથે ડીલ સાઈન કરી છે. OTT પર સિરીઝની બીજી સીઝન ટેલિકાસ્ટ કરવામાં આવશે. શોના નવા એપિસોડ માટે પ્રોડક્શન શરૂ થઇ ગયું છે જેમાં 11 મિનિટના 52 એપિસોડ હશે.

ચાચા ચૌધરીને એનિમેટેડ સિરીઝ સ્વરૂપે ટુન્ઝ મીડિયાએ બે વર્ષ પહેલાં ડેવલપ કરી હતી. તેની પહેલી સીઝન જૂન 2019માં ટુન્ઝ સાથેની એક વિશેષ ટીવી ડીલ બાદ ડિઝની ચેનલ પર લોન્ચ કરવામાં આવી હતી. ચાચા ચૌધરીને ઇન્ડિયન કોમિક અને એનિમેટેડ મીડિયાની 360 ડિગ્રી બ્રાન્ડ માનવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં ચાચા ચૌધરીના 500થી વધુ ટાઇટલ પબ્લિશ થઇ ચુક્યા છે. આ સિવાય તે 18 ભાષાઓમાં ઈ-કોમિક સ્વરૂપે પણ અવેલેબલ છે. તેને તમે ગૂગલના ફ્રી વાઈ-ફાઈ વાળા 100 રેલ્વે સ્ટેશનો પર પણ વાંચી શકો છો.

ટુન્ઝ મીડિયા ગ્રુપના CEO પી. જયકુમારે જણાવ્યું કે, અમે ચાચા ચૌધરીના OTT પ્લેટફોર્મ પરના આગમનથી ઉત્સાહિત છીએ, જે આખા પરિવારને ચાચા અને સાબુ સાથે રહેવાનો મોકો આપશે. ડિઝની + હોટસ્ટાર VIPની આ ડીલથી અમારા જુના સંબંધો વધુ મજબૂત થયા છે.

50 વર્ષના થયા ચાચા ચૌધરી
ચાચા ચૌધરીના કેરેક્ટરને ફેમસ કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માએ 50 વર્ષ પહેલાં બનાવ્યું હતું. ચાચા ચૌધરીના કારનામાની શરૂઆત 1971માં પહેલીવાર લોટપોટ નામની હિન્દી મેગેઝીનથી થઇ હતી. ત્યારબાદ પ્રાણે તેમના પબ્લિકેશન હાઉસ ડાયમન્ડ કોમિક્સની સ્થાપના કરી અને ચાચા ચૌધરી સૌના મનપસંદ બની ગયા. આજેપણ ચાચા ચૌધરી 10થી 13 વર્ષની ઉંમરના બાળકોના ગમતા કેરેકટર્સમાંના એક છે.

દૂરદર્શન પર ટીવી સિરીઝ ટેલિકાસ્ટ થઇ હતી
એક સમયે ચાચા ચૌધરી કોમિક્સ હિન્દી અને ગુજરાતી સહિત અન્ય 10 ભારતીય ભાષાઓમાં એક સાથે પ્રકાશિત થતી હતી. તેના નામે દસ કરોડથી વધુ કોપી સેલિંગનો રેકોર્ડ છે. દૂરદર્શન પર પણ ચાચા ચૌધરી પર આધારિત સિરિયલના 600થી વધારે એપિસોડ રિલીઝ થયા હતા જેમાં એક્ટર રઘુવીર યાદવે ચાચા ચૌધરીનો રોલ પ્લે કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chacha Chaudhary will be seen on OTT platform, deal signed with Disney + Hotstar


from Divya Bhaskar https://ift.tt/2XXUwv2
https://ift.tt/3hlOSdH

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...