કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે નોરા ફતેહી આગળ આવી છે. નોરાએ કોરોના પોઝિટિવ દર્દીઓના ઈલાજ કરી રહેલ ડોક્ટર્સ અને અન્ય વર્કર્સ માટે સરકારી હોસ્પિટલમાં PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટ્સ ડોનેટ કરી છે.
નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે, નમસ્તે, આશા કરું છું કે તમે બધા ઘર પર સુરક્ષિત હશો. આ મહામારીમાં આપણા માટે પોલીસ, મેડિકલ સ્ટાફ, સ્વાસ્થ્યકર્મી, નર્સ, ડોક્ટર્સ અને સફાઈ કર્મચારી રોજ પોતાના ઘરથી બહાર નીકળીને તેમનો જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી રહ્યા છે તો તેમની પણ સુરક્ષા હોવી જોઈએ.
View this post on InstagramA post shared by Nora Fatehi (@norafatehi) on Jun 3, 2020 at 3:09am PDT
આગળ તેણે કહ્યું કે, દરરોજ ડોક્ટર્સ, નર્સ કોરોના દર્દીઓની સારવાર કરે છે અને સતત તેમના સંપર્કમાં હોય છે જેને કારણે તેમને સંક્રમણનો ભય વધુ રહે છે. હાલ PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટ્સની ઘણી વધારે આવશ્યકતા છે. આપણું કર્તવ્ય છે કે આપણે તેમની સુરક્ષાની જવાબદારી લઈએ. માટે હું ભારતની સરકારી હોસ્પિટલમાં આ કિટ્સ ડોનેટ કરી રહી છું. આ કઠિન સમય પણ પસાર થઇ જશે. તમે પણ એકલા કે ગ્રુપમાં આ કિટ્સ ડોનેટ કરી શકો છો. જય હિન્દ.
વિદ્યા બાલને પણ ટ્રીંગ વેબસાઈટ સાથે મળીને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી હતી. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી હતી. આ કિટમાં શું છે તે બાબતે વિદ્યાએ જણાવ્યું હતું કે, દરેક PPE કિટમાં કવરઓલ લેમિનેટેડ અને વોટરપ્રૂફ નાઇટ્રાલ ગ્લવ્ઝ, ગોગલ્સ, ફેસ શિલ્ડ, 3 પ્લાય સર્જિકલ માસ્ક અને શૂ કવર હશે. આ કિટની કિંમત 650 રૂપિયા છે અને આમાં લોજિસ્ટિક ખર્ચ અને ટેક્સ સહિત તમામ ખર્ચનો સમાવેશ થઇ જાય છે. ટ્રીંગની વેબસાઈટ પર જઈને તમે ડોનેટ કરી શકો છો. થોડા દિવસ પછી તમે ડોનેટ કરેલ કિટ કઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે તેની માહિતી શેર કરવામાં આવશે.
View this post on InstagramA post shared by Vidya Balan (@balanvidya) on Jun 1, 2020 at 7:39am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MwyDw0
https://ift.tt/2XXcSuV
No comments:
Post a Comment
If you have any doubts please let me know!