Monday, May 25, 2020

10 વર્ષમાં બીજીવાર ઈદ પર ચાહકોને સલમાનની ભેટ ના મળી, ઘરની બહાર રોનક પણ નહીં

બોલિવૂડમાં આ વર્ષે ઈદનો માહોલ જોવા મળ્યો નથી. છેલ્લાં 10 વર્ષમાં બીજીવાર ઈદ પર સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. 2009થી 2019માં માત્ર વર્ષ 2013માં જ સલમાનની એક પણ ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ નહોતી. બાકી આ વર્ષોમાં ઈદ પર સલમાનની ફિલ્મ રિલીઝ થતી જ હોય છે. આ વખતે કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ નહીં.
‘કોવિડ ના હોત તો સલમાનની ફિલ્મની ચર્ચા થતી હોત’
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘કોવિડ 19 ના હોત તો સાચે જ આ શુક્રવારે આપણે સલમાનની ફિલ્મની ચર્ચા કરતાં હોત. ફેસ્ટિવલ સમયે મીડિયા, ટ્રેડ એનાલિસ્ટ તથા ચાહકો ઘણાં જ ઉત્સાહી હોય છે. સલમાનની ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2009માં ‘વોન્ટેડ’ આવી હતી. માત્ર 2013માં શાહરુખ ખાનની ‘ચેન્નઈ એક્સપ્રેસ’ આવી હતી. જ્યાં સુધી હું સમજું છું કે ત્યાં સુધી ‘વોન્ટેડ’ને ઈદ પર રિલીઝ કરવાનો નિર્ણય સમજી વિચારીને કરવામાં આવ્યો હતો. હવે તો એ હાલત છે કે આગામી બે-ત્રણ વર્ષ સુધી ઈદ, દિવાળી, ક્રિસમસ, 26 જાન્યુઆરી તથા 15 ઓગસ્ટની ડેટ બુક કરી લેવામાં આવે છે. જોકે, આપણે એમ ના કહી શકીએ કે ઈદે સલમાનને બનાવ્યો છે. તેને તેની ફિલ્મે જ બનાવ્યો છે. ઈદના તહેવારે તેની ફિલ્મને સ્ટ્રોંગ બનાવી છે. કોઈ ફિલ્મ ચાલે કે ના ચાલે તે માત્ર તેના કન્ટેન્ટ પર આધાર રાખે છે.’

ગેટી ગેલેક્સીમાં ધૂમ હોય છે
મુંબઈના બાંદ્રા સ્થિત ગેટી ગેલેક્સીમાં દર વર્ષ ઈદની ધૂમ હોય છે. અહીંયા થિયેટરમાં એક હજારથી વધુ સીટની કેપેસિટી છે. સલમાનના ચાહકોથી થિયેટર હાઉસફુલ રહે છે.ગેટીના માલિક મનોજ દેસાઈના નિકટના લોકોએ કહ્યું હતું કે અહીંયા ઈદ પર સલમાનની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તો તેને બેવાર જોવી પડે છે. પહેલાં દિવસે ચાહકોનો એટલો અવાજ હોય છે કે સલમાનનો સંવાદ સાંભળવા પણ મળે નહીં. સલમાનની એન્ટ્રી પર ચાહકો તાળીઓ તથા સીટી મારતા હોય છે. જોકે, આ વર્ષે લૉકડાઉનને કારણે બધું જ સૂમસામ છે.
ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન

ફિલ્મ કલેક્શન (કરોડમાં)
વોન્ટેડ 93
દબંગ 219
બોડીગાર્ડ 234
એક થા ટાઈગર 308
કિક 351
સુલ્તાન 577
બજરંગી ભાઈજાન 603
રેસ 3 305
ભારત 308


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the second time in 10 years, fans did not get Salman's gift on Eid


from Divya Bhaskar https://ift.tt/2Zx16cT
https://ift.tt/3dcNTKB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...