Monday, May 25, 2020

રાણા દગ્ગુબતીએ મિહિકાને લઈ કહ્યું, હું તેને મળ્યો, મને પસંદ આવી અને મને મારો પ્રેમ મળી ગયો

સાઉથ એક્ટર રાણા દગ્ગુબતીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાના લાઈફ પાર્ટનર અંગે ખુલાસો કર્યો હતો. સૌ પહેલાં રાણાએ મિહિકા બજાજની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેણે પ્રપોઝ કર્યું અને મિહિકાએ હા પાડી. હાલમાં જ રાણાએ એક ઈન્ટરવ્યૂમાં મિહિકા બજાજ સાથેના સંબંધો પર વાત કરી હતી.

મિહિકા તેલુગુ બોલી શકે છે
રાણાએ કહ્યું હતું, ‘મિહિકા હૈદરાબાદમાં જ મોટી થઈ છે. અમારા જુબિલી હિલ્સ સ્થિત ઘરની નજીકમાં જ રહે છે. તે તેલુગુ બોલી શકે છે પરંતુ તેમાં માહિર નથી. અમારી દુનિયા એક જેવી જ છે. મારા પરિવાર સાથે તેના મિત્રતા જેવા સંબંધ છો અને મુંબઈમાં તેના ફ્રેન્ડ સર્કલને હું ઓળખું છું.’

મિહિકાને ખ્યાલ હતો
રાણાએ આગળ કહ્યું હતું, ‘મેં જ્યારે તેને બોલાવી ત્યારે તેને ખ્યાલ હતો. પછી અમે મળ્યાં. મને યાદ છે કે મેં તેની સાથે કેટલીક બાબતો અંગે વાત કરી હતી. મારા માટે એ અત્યંત ગંભીર હતી. કમિટમેન્ટ સૌથી મહત્ત્વની બાબત છે. જ્યારે હું તેને મળ્યો ત્યારે મને લાગ્યું કે હું આ માટે તૈયાર છું. તે ઘણું જ સરળ હતું. મેં ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ વ્યક્તિ સાથે લગ્ન કરવા કે ના કરવા તે અંગે બહુ વિચાર્યું નહોતું. હું તેને મળ્યો. તે મને પસંદ આવી અને બસ. મને મારો પ્રેમ મળી ગયો.’

View this post on Instagram

And she said Yes :) ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 12, 2020 at 4:17am PDT

દુનિયાની પરિસ્થિતિ પર લગ્ન આધાર રાખે છે
રાણાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે કોરોનાવાઈરસના મુશ્કેલ સમયમાં તે લગ્ન કરવાનું તેને નક્કી કર્યું છે. રાણાના મતે, વિશ્વની પરિસ્થિતિ પર આધાર રાખે છે કે તે લગ્ન ક્યારે કરશે.

હાલમાં જ રોકા સેરેમની યોજાઈ
હાલમાં જ રાણા તથા મિહિકાની રોકા સેરેમની યોજાઈ હતી. બજાજ તથા દગ્ગુબતી પરિવાર એકબીજાને મળ્યાં હતાં. આ મુલાકાતમાં લગ્ન તથા સગાઈની તારીખો પર ચર્ચા કરવામાં આવી હતી.

View this post on Instagram

And it’s official!! 💥💥💥💥

A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rana Daggubati said how he proposed to Miheeka Bajaj


from Divya Bhaskar https://ift.tt/2Xv78IF
https://ift.tt/3d1fE8z

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...