Monday, May 25, 2020

પૂર્વ હોકી પ્લેયર બલબીર સિંહના નિધન પર અક્ષય કુમારે શોક જતાવ્યો, લખ્યું- અદભુત વ્યક્તિત્વ હતું

પૂર્વ હોકી પ્લેયર બલબીર સિંહ દોસાંજ ઉર્ફ બલબીર સિંહ સિનિયરના નિધન પર અક્ષય કુમારે દુઃખ જતાવ્યું છે. તેણે ટ્વિટર પર તેમની સાથેનો ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અક્ષયે લખ્યું કે, હોકીના દિગ્ગ્જ બલબીર સિંહજીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. થોડા સમય પહેલાં મને તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અદભુત વ્યક્તિત્વ. તેમના પરિવારને સહાનુભૂતિ.

અંગદ બેદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંગદ બેદીએ સૂરમા ફિલ્મમાં હોકી પ્લેયરનો રોલ નિભાવ્યો હતો.

એક અઠવાડિયાથી કોમામાં હતા
95 વર્ષીય બલબીરને નિમોનિયા અને તાવને કારણે 8 મેના મોહાલી ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ત્રણ વાર હાર્ટ અટેક આવ્યો. 18 મેના તેઓ કોમામાં જતા રહ્યા હતા. સોમવારે સવારે 6:30 આસપાસ તેમનું મૃત્યુ થયું.

હેલસિન્કી ઓલિમ્પિકના ફાઇનલમાં 5 ગોલ માર્યા હતા
બલબીર સિંહે 1952માં હેલસિન્કી ઓલિમ્પિક ફાઇનલમાં નેધરલેન્ડ્સ વિરુદ્ધ 5 ગોલ માર્યા હતા. કોઈ ઓલિમ્પિક ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો તેમનો આ રેકોર્ડ હજુ આજે પણ કાયમ છે. ભારતે તે મેચ 6-1થી જીતી હતી.

ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ
બલબીર લંડન (1948), હેલસિન્કી (1952) અને મેલબર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતા. તેઓને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં સામેલ થનાર ભારતના એકમાત્ર ખેલાડી છે. આ સિવાય તેઓ પદ્મશ્રી (1957) પ્રાપ્ત કરનાર પહેલા ખેલાડી હતા. બલબીર 1975માં એકમાત્ર હોકી વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેનેજર હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar mourns the death of former hockey player Balbir Singh


from Divya Bhaskar https://ift.tt/2TyAVPa
https://ift.tt/2yvtUaN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...