Monday, May 25, 2020

અનુપમ ખેરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જર્નીનો વીડિયો શૅર કર્યો, કહ્યું- ફિલ્મમાં આજે મારો 36મો જન્મદિવસ

અનુપમ ખેરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં 36 વર્ષ થઈ ગયા. અનુપમ ખેરની પહેલી ફિલ્મ ‘સારાંશ’ 25 મે, 1984ના રોજ રિલીઝ થઈ હતી. અનુપમ ખેરે વીડિયોમાં ‘સારાંશ’થી લઈ હોલિવૂડ ટીવી સીરિઝ ‘ન્યૂ એમ્સટરડમ’માં નિભાવેલા પોતાના પાત્રને સામેલ કર્યું છે.

વીડિયો શૅર કરીને આ વાત કહી
અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘ફિલ્મમાં આજે મારો 36મો જન્મદિવસ છે. મારી પહેલી ફિલ્મનું ડિરેક્શન મહેશ ભટ્ટે કર્યું હતું. ‘સારાંશ’ આજે જ એટલે કે 25 મે, 1984ના રોજ રિલીઝ થઈ હતી. હું 28 વર્ષનો હતો અને મેં 65 વર્ષના વૃદ્ધ બી.વી. પ્રધાનનો રોલ પ્લે કર્યો હતો. આજે મને મનોરંજન જગતમાં 36 વર્ષ પૂરા થયા છે. અત્યાર સુધીની સફર સારી રહી છે. મારા માટે પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટર્સ જ ભગવાન છે. સૌથી વધારે તમે, મારા દર્શકો, જેમણે મને આટલો પ્રેમ આપ્યો. હું તમામનો આભાર વ્યક્ત કરું છું.’

ડિરેક્ટર મહેશ ભટ્ટે શુભેચ્છા પાઠવી
ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટે ટ્વીટ કરીને અનુપમ ખેરને આ સફર માટે શુભેચ્છા પાઠવી હતી. મહેશ ભટ્ટે કહ્યું હતું, ‘સારાંશ’ના 36 વર્ષ, તે માત્ર 28 વર્ષનો હતો. તેણે એક સ્કૂલ ટીચરનો આદર્શ રોલ પ્લે કરીને ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના દીકરાને એક હિંસામાં ગુમાવી દીધો હતો. આભાર અનુપમ, તમે મને આ પ્રેરણા આપનારી રચના દ્વારા દુનિયામાં આવવાની મદદ કરી’

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘સારાંશ’માં અનુપમ ખેરે બી.વી. પ્રધાનનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં પ્રધાનના દીકરાનું નિધન ન્યૂ યોર્કમાં થાય છે. તે દીકરાની અસ્થિ મેળવવા માટે સરકારી ઓફિસના ચક્કર લગાવે છે. તેમની પાસેથી લાંચ માગવામાં આવે છે. ફિલ્મમાં અનુપમ ઉપરાંત રોહિણી હટ્ટંગડી, સોની રાઝદાન, મદન જૈન તથા આલોક નાથ જેવા કલાકારો હતાં.

સાત માર્ચ, 1955માં જન્મેલા અનુપમ ખેરના પિતા પુષ્કરનાથ ક્લાર્ક હતાં. અનુપમે શરૂઆતનો અભ્યાસ સિમલામાં કર્યો હતો. ત્યારબાદ તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. 1984માં તેમણે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. તેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે. વિલનથી લઈ કોમિક રોલ પ્લે કર્યાં છે. તેમણે 2004માં પદ્મશ્રી તથા 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anupam Kher shared a video of his journey in the industry, saying - Today is my 36th birthday in the film.


from Divya Bhaskar https://ift.tt/2TEvEG6
https://ift.tt/2XqnrX9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...