Thursday, May 21, 2020

‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ પ્રેમિકા મિહિકા બજાજ સાથે સગાઈ કરી

‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ થોડાં સમય પહેલાં જ મિહિકા બજાજ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે, રાણાએ લૉકડાઉનમાં બુધવાર (20 મે)ના રોજ મિહિકા સાથે સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. રાણાએ સોશિયલ મીડિયામાં મિહિકા સાથેની સગાઈની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
રાણાએ મિહિકા સાથેની તસવીર શૅર કીને કહ્યું હતું, ઈટ્સ ઓફિશિયલ. તસવીરમાં રાણા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે, જ્યારે મિહિકાએ ગોલ્ડન, પિંક સાડી પહેરી છે. રાણાએ તસવીર શૅર કરતાં જ ચાહકો તથા સેલેબ્સે તેમને સગાઈની શુભકામના પાઠવી હતી.

View this post on Instagram

And it’s official!! 💥💥💥💥

A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT

12મેના રોજ રાણાએ મિહિકા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો

View this post on Instagram

And she said Yes :) ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 12, 2020 at 4:17am PDT

આ પહેલાં પિતાએ સગાઈ કરી હોવાના ના પાડી હતી
આ પહેલાં રાણાના પિતા સુરેશ બાબુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સગાઈ નથી. બુધવાર (20 મે)ના રોજ બંને પરિવાર બજાજ તથા દગ્ગુબતી લગ્નની તારીખ નક્કી કરવા માટે મળ્યાં હતાં. તેઓ આ સંબંધથી ઘણાં જ ખુશ છે. રાણા તથા મિહિકાએ સગાઈ કરી નથી.

મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે

રાણાએ મિહિકા બજાજ સાથેના સંબંધો છૂપાવીને રાખ્યા હતાં. મિહિકા બિઝનેસ પરિવારમાંથી આવે છે. મિહિકા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડ્યૂ ડ્રોપ ડિઝાઈન સ્ટૂડિયોની ફાઉન્ડર છે. મિહિકાએ મુંબઈમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે લંડનમાંથી આર્ટ એન્ડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. મુંબઈમાં તે છેલ્લાં એક વર્ષથી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે. રાણા દગ્ગુબતીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની અપકમિંગ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે. ફિલ્મ 2 એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી અને હજી સુધી નવી ડેટ જાહેર કરવામાં આવી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Baahubali' fame Rana Daggubati got engaged to his girlfriend Miheeka Bajaj


from Divya Bhaskar https://ift.tt/2LJJfY3
https://ift.tt/3cRcrsi

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...