Friday, May 8, 2020

કરન જોહરે ગીત ગાતા બાળકોએ મજાક ઉડાવી, યશ અને રૂહીએ કહ્યું- માથું દુખાય છે

કરન જોહર લૉકડાઉનનો સમય બાળકો સાથે પસાર કરી રહ્યો છે. આ દરમિયાન તે બાળકો સાથેના વીડિયો શૅર કરે છે. આ વીડિયોમાં કરનના બાળકો યશ તથા રૂહી તેની ઘણી જ મજાક ઉડાવતા હોય છે. આ વખતે યશ તથા રૂહીએ કરનની સિંગિંગ ટેલેન્ટની મજાક ઉડાવી હતી અને તેને ગીત ગાવાની ના પાડી દીધી હતી. બંને બાળકોએ એમ કહ્યું હતું કે કરનના ગીત ગાવાથી તેમને માથું દુખવા લાગે છે.

શું છે વીડિયોમાં?
વીડિયોની શરૂઆતમાં રૂહી ગોલ્ડન રંગના મ્યૂઝિક પ્લેયર સાથે જોવા મળી હતી. તે સોંગ રીસોર્ટ કરતી હતી. આના પર કરન કહે છે કે આ ઘણું જ સુંદર મ્યૂઝિક પ્લેયર છે. તે ગીત ગાશે. કરન જોહર ‘ચૌદવી કા ચાંદ’ ગીત ગાવાનું શરૂ કરે છે. આના પર રૂહી કહે છે કે તેના ગીતથી તેને માથું દુખવા લાગે છે. તો કરન બીજું સોંગ ગાય છે કે ‘ઘુમ હૈં કિસી કે પ્યાર મેં’ તો તરત જ યશ કહે છે કે તેને પણ માથુ દુખાવા લાગે છે. બંને બાળકો ગીત સાંભળવા તૈયાર નથી. અંતે કરન સોરી કહે છે.

View this post on Instagram

No appreciation for my singing #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) on May 7, 2020 at 11:49pm PDT

ઉલ્લેખનીય છે કે 1960માં આવેલી ફિલ્મ ‘ચૌદવી કા ચાંદ’ના આ ટાઈટલ સોંગમાં ગુરુદત્ત તથા વહીદા રહેમાન હતાં. આ ગીત મહોમ્મદ રફીએ ગાયું હતું અને સંગીત રવિનું હતું. જ્યારે ‘ઘુમ હૈં કિસી કે પ્યાર મેં’ ગીત 1972માં આવેલી ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’નું છે. આ ફિલ્મમાં રણધીર કપૂર તથા રેખા હોય છે. આ ગીત લતા મંગેશકર તથા કિશોર કુમારે ગાયું હતું. ફિલ્મમાં સંગીત આર ડી બર્મનનું હતું.

સેલેબ્સે વીડિયો પર કમેન્ટ્સ કરી
કરન જોહરે આ વીડિયો શૅર કરીને પોસ્ટ કર્યું હતું કે સિંગિંગના કોઈએ વખાણ ના કર્યાં. આ વીડિયો પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. અર્જુન કપૂરે કહ્યું હતું કે તમે ખાલી સિમ્પલ કપડાં જ પહેરો. એકતાએ લાફિંગ ઈમોજી શૅર કરી હતી.

લૉકડાઉન હોવા છતાંય કરન જોહર ચાહકો તથા પોતાના ઈન્ડસ્ટ્રીના સાથીઓનું પૂરતું મનોરંજન કરે છે. કરન પોતાના બંને બાળકો સાથેના વીડિયો શૅર કરતો રહે છે. કરને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળકોને બીબાઢાળ રીતે ઉછેરવા માગતો નથી. તે બાળકોને ભાવનાત્મક રીતે પ્રોત્સાહિત કરીને ઉછેરવા ઈચ્છે છે. હાલમાં જ કરન જોહરે ફિલ્મમેકર ઝોયા અખ્તર સાથે મળીને ‘આઈ ફોર ઈન્ડિયા’ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ કોન્સર્ટમાં 85થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ વર્ચ્યૂઅલ કોન્સર્ટની મદદથી 52 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતાં. આ પૈસા કોરોનાવાઈરસની સામેનીલડાઈમાં ખર્ચ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
film maker Karan Johar’s kids Yash and Roohi protest as he takes to singing, complain of a headache


from Divya Bhaskar https://ift.tt/35HMRTA
https://ift.tt/2SH1x0b

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...