કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ 2’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડિરેક્શન ઈમ્તિયાઝ અલીએ કર્યું હતું. હાલમાં જ કાર્તિક આર્યને ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તેને લઈ એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી.
તસવીર શૅર કરી
કાર્તિક આર્યને ફિલ્મના સેટ પરની કેટલીક તસવીર શૅર કરી હતી. આ સાથે જ ઈમોશનલ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, જ્યારે તમે પહેલીવાર ફિલ્મ કરવાનું વિચારતા હોવ અને કલાકો સુધી અરીસાની સામે પ્રેક્ટિસ કરો છો અને પછી સફળ થાવ છો. પછી તમને ફિલ્મ મળે છે. પછી તમે કેમેરામાં જુઓ છો. તમે જે સૂટકેસ મુંબઈ લઈને આવ્યા હોવ છો, તે સૂટકેસ કરતાં પણ આ કેમેરો મોટો હોય છે. બ્રાઈટ લાઈટ્સ તમને એક ઈંચના ટેપ પર લેન્ડ ના કરવા માટે બૂમો પાડે છે. શરૂઆતના કેટલાંક વર્ષો નવર્સ નથી તે વાત બતાવવામાં જ પસાર થઈ જાય છે.
View this post on InstagramA post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 7, 2020 at 10:48pm PDT
કાર્તિકે આગળ લખ્યું હતું, જ્યારે તમને ઈમ્તિયાઝ ફિલ્મની વાર્તા સંભળાવે છે તો તમે સપનાઓમાં ખોવાઈ જાવ છો. મને યાદ નથી કે તેઓ ક્યારેય કેમેરા આગળ ઊભા રહેતા, હું જ્યારે પણ કટ બોલાય પછી જોવું તો તેઓ આસપાસ જ ક્યાંકઊભા રહેતા હતાં.તેઓ ક્યારેય મોનિટર પર નહીં પરંતુ મારી સામે જ રહેતા હતાં. ‘લવ આજ કલ’માં મારા પર્ફોર્મન્સને કારણે મને ઘણો જ પ્રેમ મળ્યો. ઈમ્તિયાઝ અલીના સેટ પરનો પ્રકાશ તમને તે ટેપ માર્ક્સને શોધવામાં મદદ કરે છે. આ ફિલ્મમાં કામ કરવું સૌથી સરળ હતું. મને ડર હતો કે એક ફિલ્મમાં બે પાત્ર ભજવવાના છે પરંતુ આ એકદમ સહજતાથી થઈ ગયું. વીર તથા રઘુ સારી રીતે પ્લે કર્યાં. એક અભિનેતા માટે, તે અરીસાની સામે હોવા કરતાં સારો કોઈ માહોલ નથી. ઈમ્તિયાઝ અલી તમને ત્યાં જ લઈ જાય છે. આ જ કારણ છે કે ઈમ્તિયાઝની ફિલ્મમાં આટલા મોટા કલાકારો સારું પ્રદર્શન કરે છે. ઈમ્તિયાઝ અલી ડિરેક્ટર નહીં પણ જાદુગર છે. મને મારી કરિયરનું અત્યાર સુધીનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવા માટે આભાર સર.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી ખાન હતી. આ ફિલ્મને લઈ ચાહકોને ઘણી જ અપેક્ષા હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને ચાહકોએ સોશિયલ મીડિયામાં ફિલ્મની ઘણી જ મજાક ઉડાવી હતી.
કાર્તિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે ‘ભૂલભુલૈયા 2’ તથા ‘દોસ્તાના 2’ એમ બે ફિલ્મ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zhsKzM
https://ift.tt/3ckencs
No comments:
Post a Comment
If you have any doubts please let me know!