Wednesday, May 20, 2020

અક્ષય કુમારે ચાહકોને સલાહ આપતાં કહ્યું, કેટલીકવાર બેસી રહેવું એ ઉત્તમ છે

વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસ વધી રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાવાઈરસના કેસ એક લાખથી વધુ છે. ભારતમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ જ બોલિવૂડ સેલેબ્સ પણ હાલ પરિવાર સાથે ઘરમાં જ બંધ છે. અક્ષય કુમાર મુંબઈમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. લૉકડાઉન દરમિયાન અક્ષય કુમાર ચાહકોને સલામત તથા સુરક્ષિત રહેવાની અવાર-નવાર અપીલ કરતો હોય છે. હાલમાં જ અક્ષયે પોતાની જૂની તસવીર શૅર કરીને ચાહકોને ઘરમાં બેસવાની વાત કરી હતી.

શું કહ્યું અક્ષયે?
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામમાં પોતાની જૂની તસવીર શૅર કરી હતી અને આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, કેટલીકવાર બેસી રહેવું એ શ્રેષ્ઠ છે. આ સમય પણ પસાર થઈ જશે.

સતત મદદ કરી રહ્યો છે
અક્ષય કુમાર કોરોના સામે લડતાં ફ્રન્ટલાઈન વર્કર્સને સતત મદદ કરી રહ્યો છે. સૌ પહેલાં અક્ષય કુમારે પીએમ CARES ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. ત્યારબાદ અક્ષય કુમારે મુંબઈ પોલીસને બે કરોડની આર્થિક મદદ કરી હતી. પછી અક્ષયે BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ને ત્રણ કરોડ ડોનેટ કર્યાં હતાં. આટલું જ નહીં અક્ષયે મુંબઈ પોલીસને એક હજાર અને નાસિક પોલીસને 500 સ્માર્ટવોચ આપી હતી.

‘લક્ષ્મી બોમ્બ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થાય તેવી ચર્ચા
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન છે અને થિયેટર ક્યારે ખુલશે, તે નક્કી નથી. આથી ચર્ચા થઈ રહી છે કે અક્ષયની આ ફિલ્મ થિયેટરને બદલે ડાયરેક્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે, હજી સુધી આને લઈને ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર્સે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કિઆરા અડવાણી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘મુની 2: કંચના’ની હિંદી રીમેક છે. હિંદી ફિલ્મને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સે જ ડિરેક્ટ કરી છે. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થવાની હતી અને આ ફિલ્મ જ્યારે પણ થિયેટર ફરીવાર ચાલુ થશે ત્યારે થિયેટરમાં જ રિલીઝ થશે, તેમ ફિલ્મના પ્રોડ્યૂસર્સે કહ્યું હતું. હાલમાં બોલિવૂડ ફિલ્મ તથા ટીવી સિરિયલ્સના શૂટિંગ બંધ છે. જ્યારે શૂટિંગ બીજીવાર શરૂ થશે ત્યારે અક્ષય કુમાર પોતાની બે ફિલ્મ ‘અતંરગી રે’ તથા ‘બેલ બોટમ’નું શૂટિંગ શરૂ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar said, "Sometimes it's best to sit still it out


from Divya Bhaskar https://ift.tt/2LLF5yV
https://ift.tt/3cOW9jE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...