Wednesday, May 20, 2020

સોનુ સૂદના કામથી અભિભૂત થઈ શૅફ વિકાસ ખન્નાએ એક્ટરના ગામ પરથી ડિશનું નામ ‘મોગા’ રાખ્યું

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરી પાડી રહ્યો છે. સેલિબ્રિટી શૅફ વિકાસ ખન્નાએ હાલમાં જ સોનુના ચેરિટી વર્કથી પ્રભાવિત થઈને એક્ટરના ગામના નામ પરથી પોતાની ડિશનું નામ મોગા રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોનુ સૂદનો જન્મ પંજાબના મોગામાં થયો છે.

વિકાસ ખન્નાએ ટ્વીટ કરી
વિકાસ ખન્નાએ ટ્વિટર પર ટ્વીટ કરીને ડિશની તસવીર શૅર કરી હતી અને કહ્યું હતું, ‘ડિઅર સોનુ સૂદ, તું રોજ અમને ઈમ્પ્રેસ કરે છે. હું તારા કામની પ્રશંસા માટે અત્યારે રસોઈ બનાવી શકું તેમ નથી. આથી જ હું મારી એક ડિશનું નામ તારા બર્થપ્લેસ મોગા પરથી રાખું છું. આદર, રિયલ હીરો.’

સોનુએ તરત જ જવાબ આપ્યો
વિકાસ ખન્નાની આ ટ્વીટ પર સોનુએ તરત જ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સોનુએ કહ્યું હતું, ‘ભાઈ, આજના દિવસે આ વાત ઘણી જ સ્પેશિયલ છે. તમે જે કામ કરો છો તે માટે તમને ખૂબ પ્રેમ. તમે અમને પ્રેરણા આપો છો. વિશ્વના બેસ્ટ શૅફે બનાવેલી મોગા ડિશને ટેસ્ટ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા ગામના નામ પરથી આ ડિશ છે અને મને આજે ગર્વ છે.’

ઉલ્લેખનીય છે કે સોન સૂદ રોજ મુંબઈના અંધેરી, જોગેશ્વરી, બ્રાંદ્રા તથા જુહૂમાં 45 હજાર જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી રહ્યો છે. સોનુ સૂદપિતાના નામ પરથી ‘શક્તિ અન્નદાનમ’ હેઠળ જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કરિયાણું આપે છે. સોનુ સૂદે કહ્યું હતું કે તેને આશા છે કે તે વધુમાં વધુ લોકોની મદદ કરી શકશે. નોંધનીય છે કે સોનુ સૂદ મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન પરત મોકલી રહ્યો છે. આ માટે તે બસની વ્યવસ્થા કરે છે અને સરકાર પાસેથી યોગ્ય પરમીટ પણ લે છે. અત્યાર સુધી સોનુએ શ્રમિકોને કર્ણાટક, બિહાર, ઝારખંડ તથા ઉત્તર પ્રદેશ તેમના વતન મોકલ્યા હતાં. હાલમાં સોનુ શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થામાં જ વ્યસ્ત છે. સોનુએ પોતાની મુંબઈમાં આવેલી હોટલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે આપી દીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
chef Vikas Khanna names a dish 'Moga' after Sonu Sood's hometown to thank him for his charity work


from Divya Bhaskar https://ift.tt/2WR40aZ
https://ift.tt/2ZlalNj

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...