Saturday, May 9, 2020

સલમાન ખાને ફાર્મહાઉસ પર જેક્લીન સાથે ઇન્ટરવ્યૂ આપ્યો, અપકમિંગ સોન્ગ તેરે બિના પ્રમોટ કર્યું

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સલમાન ખાન પનવેલમાં તેના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો છે. સલમાને ફાર્મહાઉસમાં જ જેક્લીન ફર્નાન્ડિઝ સાથે વલુશ્ચાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. તેમાં તેમણે અપકમિંગ સોન્ગ તેરે બિનાને પ્રમોટ કર્યું છે. આ સોન્ગનું ટીઝર રવિવારે રિલીઝ કરવામાં આવશે. આ ઇન્ટરવ્યૂમાં સલમાન અને જેક્લીન ઘણીબધી વાતો કરે છે કે તેમણે કઈ રીતે શૂટિંગ પૂરું કર્યું, કેટલી તકલીફો પડી વગેરે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળનું આ સોન્ગ તેનું અત્યારસુધીનું સૌથી સસ્તું પ્રોડક્શન છે. આ લોકડાઉન કન્વર્ઝેશનના બે પાર્ટ સલમાને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

View this post on Instagram

@jacquelinef143 @waluschaa

A post shared by Salman Khan (@beingsalmankhan) on May 8, 2020 at 12:08pm PDT

સલમાને જણાવ્યું કે આ સોન્ગ ઘણા સમયથી તેના દિમાગમાં હતું પરંતુ તેના પ્રોડક્શન હાઉસ હેઠળની કોઈ ફિલ્મમાં આ સોન્ગ ફિટ થતું ન હતું. આ મ્યુઝિક વીડિયોનું શૂટિંગ તેમણે 4 દિવસમાં રોજ એક-એક કલાક શૂટ કરીને પૂરું કર્યું. જેક્લીને કહ્યું કે, મોટા બજેટ, હેર મેકઅપ, ડ્રેસ ટ્રાયલમાં દિવસો કાઢવાના અમે આનાથી ટેવાયેલા હતા પરંતુ અચાનક અમે 3 લોકોની ટીમે શૂટિંગ કરી લીધું. પહેલીવાર મેં લાઇટ્સ, પ્રોપ્સ વગેરે ચેક કર્યા. સલમાને કહ્યું કે એડિટર્સ માટે અવેલેબલ નેટની સ્પીડમાં કામ કરવું મુશ્કેલ છે. બધા વાઇફાઇ યુઝ કરી રહ્યા છે. અમુકવાર તો કોઈ ફાઈલ ડાઉનલોડ કરવામાં 24-36 કલાક લાગી જાય છે.

બીજા પાર્ટમાં સલમાને કહ્યું કે, અહીંયા લાઈટ જતી રહી છે એટલે નેચરલ લાઇટમાં હાલ બધું થઇ રહ્યું છે. સ્ટાફ માટે પરફોર્મન્સ પણ કરશું. જેક્લીન પેન્ટિંગ પર તેનો હાથ અજમાવી રહી છે. તેરે બિના સોન્ગ સલમાન ખાનની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

અગાઉ સલમાનની યુ ટ્યુબ ચેનલ પર પ્યાર કરોના સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું જે સલમાને ખુદ ગાયું હતું. આ સોન્ગનું કામ પણ દરેકે ઘરે રહીને જ પૂરું કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan, Jacqueline Fernandez promote new song Tere Bina at his farmhouse: ‘This is our cheapest production’


from Divya Bhaskar https://ift.tt/2znLLQW
https://ift.tt/2WDjZIh

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...